SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮] સંસ્કૃત સાહિત્યમાં ફળે [ રપપ શાસ્ત્ર” નીચલી કોટિના રાજકર્મચારીઓ તરીકે ગણાવે છે.”૧ વરાહમિહિરના મહાન ગ્રન્થ “બૃહત્સંહિતા'માંથી (ઈ. સ. ૫૫૦ આસપાસ) અત્યારે જેઓની રચનાઓ ઉપલબ્ધ નથી એવા જ્યોતિષશાસ્ત્રના લેખકે, જેવા કે અસિત, દેવલ, ગર્ગ, વૃદ્ધ ગર્ગ, નારદ અને પરાશરનાં નામ જાણવા મળે છે; અને તે ઉપરથી એ પણ જણાય છે કે વરાહમિહિરની પહેલાં પણ આ વિષયના પ્રમાણભૂત ગ્રન્થ હતા. વરાહમિહિરમાં એક સ્થળે યવને અર્થાત ગ્રીકાની જ્યોતિષશાસ્ત્રજ્ઞતાની પ્રશંસા કરવામાં આવી છે તથા સંસ્કૃતમાં જ્યોતિષ શાસ્ત્રના કેટલાક પારિભાષિક શબ્દો સીધેસીધા ગ્રીક જ્યોતિષમાંથી લેવાયા છે, એથી ભારતમાં આ વિદ્યાશાખા ઉપર પ્રીક વિદ્યાની સ્પષ્ટ અસર હોવાનું સૂચિત થાય છે. ૩૦૦, પાછળના સંસ્કૃત સાહિત્યમાં કેવળ જ્યોતિષશાસ્ત્રની જ નહિ, પણ તે સાથે સંબંધ ધરાવતી વિદ્યાઓ–શકુન શાસ્ત્ર, સ્વમશાસ્ત્ર, સ્વરોદય, કાકત, શ્વાનરુત આદિ વિશે સંખ્યાબંધ રચનાઓ થયેલી જોવામાં આવે છે. ઠેઠ આગમકાળમાં જ્યારે “ગણિવિજ્જા' અને “અંગવિજ્જા” જેવાં આગમો રચાયાં ત્યારથી માંડી અર્વાચીન કાળ સુધી આ તમામ વિદ્યાશાખાઓમાં જેનેએ નોંધપાત્ર ફાળો આપે છે, કેમકે જ્યોતિષ અને વૈદ્યક એ જૈન યતિઓના શેખ અને રસના વિષયો હતા તથા કેટલીક વાર એ તેમને વ્યવસાય પણ બન્યા હતા. ગુજરાતમાં રચાયેલા જ્યોતિષના પ્રમાણમાં જૂના ગ્રન્થમાં ઈ. સ. ૧૧૬૦ માં કુમારપાળને રાજ્યમાં દુર્લભરાજે શરૂ કરેલા અને તેના પુત્ર જગદેવે પૂરા કરેલા “સામુદ્રિકતિલક ને ઉલ્લેખ કરી શકાય. આ જગદેવે “સ્વપ્નચિન્તામણિ” નામે પ્રશાસ્ત્રને ગ્રન્થ પણ રચ્યો હતો. આ પછી થોડા જ સમયમાં અજયપાળના રાજ્યકાળમાં અણહિલવાડમાં આમ્રદેવના પુત્ર નરહરિએ નરપતિયચર્યાવરોદય' લખ્યો હતો." ૧. કીથ, સંસ્કૃત લિટરેચર, પૃ. ૫૨૮ ૨. “બૃહત્સંહિતા, ૨-૧૪ ૩. કથ, ઉપર્યુક્ત, પૃ. ૫૩૦. વળી જુઓ સાંડેસરા, શબ્દ અને અર્થ, પૃ. ૧૩૪-૩૬. ૪. જિરકે, પૃ. ૧૨૮, ૧૩૪, ૧૫૦-૫૧, ૧૫૯, ૩૬૮-૬૯૪૬૦; જેમ, પુ. ૧૯, પૃ. ૪ ૫. કથ, ઉપર્યુક્ત, પૃ. ૫૩૪-૩૫. વળી જુઓ લીગ્ન, પૃ. ૧૬૦ અને જેસાઈ, પૃ. ૨૭૭-૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy