SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે ૨૧૩ જણાય છે અને જ્યારે વાહનવ્યવહારનાં ઝડપી સાધને નહતાં ત્યારે પણ પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં સાંસ્કારિક સંપર્કનું એક સૂચક ઉદાહરણ બની રહે છે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે વિદ્યાના વિષયમાં ગુજરાત અને કાશ્મીરની વચ્ચે ગણનાપાત્ર સંપર્ક હતો. “પ્રભાવરિત’માં સેમચન્દ્રને (હેમચન્દ્રનું આચાર્યપદ પ્રાપ્ત થયા પહેલાંનું નામ) “કાશ્મીરવાસિની દેવીની આરાધના માટે જવા સારુ પિતાના ગુની અનુજ્ઞા માગતા વર્ણવ્યા છે. કવિ બિહલણે “વિક્રમાંકદેવચરિત’ના અંતિમ સર્ગમાં આપેલા આત્મવૃત્તાન્ત ઉપરથી જણાય છે કે શારદા દેશ અર્થાત કાશ્મીરના વિદ્વાને ગુજરાતમાં ૮. એ જ, પૃ. ૨૭૧. જૂના ગુજરાતી સાહિત્યમાં પણ અનેક સ્થળે દેવી સરસ્વતીને “ કાશમીરમુખમંડની” કે “કાશ્મીરવાસિની” તરીકે વર્ણવી છે. શેડાંક ઉદાહરણે જઈ એ– (૧) ઉરિ કમલાં ભમ ભમÈ કાસમીરાં મુહમંડણ માઈ. નાલ્ડકૃત “વીસલદેવ રાસે ” (ઈ. સ. ૧૨૧૬), કડી ૧ (૨) સારદ તૃઠિ બ્રહ્મકુમારી, કાસમીરાં મુખમંડણ. એ જ, કડી ૯ (૩) કાસમી૨મુખમંડણ (હંસગમણી) સરસ્વતિ-સામિણિ, તાસ પ્રસાદિ, વેદ વ્યાસ વાલમીક રષિ ઇમ એનું ઉપદેશ; તાસ પ્રસાદિ અસાઈત ભણિ: વિરકથા વરણસ. –અસાઇતકૃત ‘હંસાઉલિ' (ઈ. સ. ૧૩૬૧), કડી ૧ (૪) કાસમીરમુખમંડણ માડી, તુ સમી ન જગિ કોઈ ભિરાડી, –શાલિસૂરિકૃત ‘વિરાટ પર્વ ' (ઈ. સ. ૧૫ મે સેકો ), કડી ૧ (૫) કાસમીરપરવાસની, વિદ્યા તણી નિધાન ! સેવક કર જોડી કહઈ, આપકે વિદ્યાદાન. –નરપતિકૃત “પંચદંડની વાર્તા' (ઈ. સ. ૧૫૦૪), આદેશ ૧, કડી ૮ (૬) કાસમીરનિવાસિની, સરસતી સમરું માત. --પ્રતિસારકૃત કપૂરમંજરી', (ઈ. સ. ૧૫૪૮ ), પંક્તિ ૬ (9) દેવ સરસતિ, દેવ સરસતિ સુમરિ દાતાર, કાસમીરમુખમંડણું બ્રહ્મપુત્રિ કરિ વીણ સેહઈ. – કુશલલાભકૃત ‘માધવાનલ ચોપાઈ” (ઈ. સ. ૧૫૬૦), કડી ૧ (૮) સરસતી સામિણ પય નમી, માગુ ઉચિત પસાય, કાસમીરમુખમંડણ, વાણી દિઉ મઝ માય. -–દેવશીલત “વેતાલપચીસી' (ઈ. સ. ૧૫૬૩), કડી ૧ આ ઘડાક નમૂનાઓ છે. જૂના સાહિત્યમાંથી આ પ્રકારનાં બીજાં પણ અનેક અવતરણ ટાંકી શકાય એમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy