SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ ] સ‘સ્કૃત સાહિત્યમાં ફાળો [ ૨૧૧ અને ગુણાની વ્યાખ્યા આપે છે, જે અલંકારશાસ્ત્રના પાછળના લેખકોએ એ પરત્વે કરેલા વિવેચનથી ભિન્ન નથી. 6 ૨૪૮. ભરતના નાટયશાસ્ત્ર'ની ઇ. સ. ૯૦૦ આસપાસ) પૂર્વે ભારતમાં અલંકારશાસ્ત્રના ઠીક ઠીક વિકાસ થયેલા હેાવા જોઇએ. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં મહત્ત્વના ફાળા આપનાર રસ–સંપ્રદાયનું પહેલું ઉપલબ્ધ વિવરણુ એમાં છે તથા અલકારશાસ્ત્રને લગતા ઘણા મુદ્દા વિશે એમાં ઠીક ઠીક માહિતી છે. ‘નાટચશાસ્ત્ર'ના સેાળમા અધ્યાયમાં અલંકારશાસ્ત્રની રૂપરેખા પહેલી જ વાર મળે છે. સાહિત્યરચનાના ચાર અલકારા, દશ ગુણા, દશ દેષા, અને છત્રીસ લક્ષણા ત્યાં ગણાવેલ છે, પણ રીતસરના અલંકારશાસ્ત્રના સૌથી જૂના પ્રમાણભૂત લેખકા દંડી અને ભામહ (ઈ. સ. પૂર્વે ૬૦૦ આસપાસ ) છે; એ બેમાંથી સમયદષ્ટિએ પહેલું કાણુ એને છેવટના નિય હજી થઈ શક્યા નથી. “ આ પછી એક સર્જનાત્મક ભૂમિકાના આર ભ થયા, જેના અંત અભિનવગુપ્તથી આવે છે. એ સમયમાં વિવિધ સંપ્રદાયે અથવા સરણની સર્વસામાન્ય રૂપરેખા નક્કી થઈ, જેને પરિણામે સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં ચાર વિભિન્ન પર પરાઓને ઉદ્ભવ થયા, જેનું પ્રતિનિધિત્વ અનુક્રમે રસસંપ્રદાય, અલ કારસંપ્રદાય, રીતિસંપ્રદાય અને ધ્વનિસંપ્રદાય ધરાવે છે. એ યુગ ત્રણુ શતાબ્દીએ કરતાંયે લાંબા સમયપટ ઉપર વિસ્તરેલા છે અને સાહિત્યશાસ્ત્રના ઇતિહાસનાં કેટલાંક મહાન નામે એમાં આવી જાય છે—ભામહ, ઉદ્ભટ, અને અટ; લાલ્લટ, શંકુક અને ભટ્ટ નાયક; દડી અને વામન; ધ્વનિકાર, આનંદવર્ધન અને અભિનવગુપ્ત; કુન્તક, મહિમભટ્ટ અને ભેજ;—એ સર્વે એ વિવિધ વિચારસરણિઓને ધડવામાં મંડનાત્મક કે ખડનાત્મક રીતે કાળા આપ્યા, જે સરણિ મમ્મટના પાઠ્યગ્રન્થ ( કાવ્યપ્રકાશ' ) માં છેવટે એક પ્રવાહનું રૂપ પામી. ’’૪ ૨૪૯, ધ્વનિકાર, આનંદવર્ધન ( ઈ. સ. ૮૫૦ આસપાસ ) અને અભિનવગુપ્ત (ઈ.સ. ૧૦૦૦ આસપાસ ) પછીના અલંકારશાસ્ત્રના લેખામાં મમ્મટ ( ઈ. સ. ૧૧૦૦ આસપાસ ) સૌથી વધુ નોંધપાત્ર છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ' ખૂબ પ્રચાર પામ્યા હતા અને સંસ્કૃત સાહિત્યમાં એને ભારે પ્રભાવ પડયા હતા. ધ્વન્યાલોક'કારે જેનું પ્રમાણભૂત વિવરણુ કરેલું છે તે રસ–ધ્વનિસિદ્ધાન્તને સંસ્કૃત સાહિત્યવિવેચનમાં વિજયી બનાવવામાં મમ્મટના સારા ફાળા છે. ‘ધ્વન્યાલાક' માં રજૂ થયેલા સિદ્ધાન્તના પ્રકાશમાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના વિવિધ સિદ્ધાન્તોના સક્ષિપ્ત પણ વિદ્વત્તાપૂર્ણ રીતે ૪. એ જ, પુ. ૨, પૃ. ૨૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy