SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [૧૭૧ ચાર આપે છે કે સંગ્રામસિંહ સ્તંભતીર્થ ઉપર આક્રમણ માટે તૈયારી કરે છે. વસ્તુપાળ એના રક્ષણ માટે સાવચેત બને છે; સાથેસાથ સંગ્રામસિંહને મંત્રી ભુવનપાળને બોલાવે છે અને એની સાથે સમજૂતી કરે છે. ત્રીજા અંકમાં કમલક નામે ગુપ્તચર મેવાડના રાજા જયતલની વાત કરે છે. ત્યાં ફેરછોના આક્રમણથી ગભરાયેલા કેટલાક લેકે પોતાની જાતે કૂવામાં પડ્યા, કેટલાક પિતપોતાના ઘરમાં જ જાતે બળી મૂઆ કે ફાંસે ખાધે. ત્યાં નિપુણકે વિરધવલ આવે છે એમ જાહેર કરીને લેકેને આશ્વાસન આપ્યું તથા એ ખબર સાંભળીને તુરુષ્ક ત્રાસીને નાઠા. બીજા શત્રુઓને પરાજય કર્યા પછી શ્લેષ્ઠ સામે વિજય મેળવવા વસ્તુપાળ શું કરે છે એ ચોથા અંકને પ્રવેશકમાં કુવલયક અને શીઘક નામે બે ગુપ્તચરોના સંવાદમાંથી જણાય છે. વસ્તુપાળે મેકલેલી બેટી ખબરોને કારણે બગદાદના ખલીફ મિલચ્છીકારને સાંકળે બાંધીને લાવવા માટે ખપરખાનને આજ્ઞા કરી છે; તથા તુષ્કોના પરાજય પછી એમને પ્રદેશ આપવાનું વચન આપીને કેટલાક ગુર્જર રાજાઓને વસ્તુપાળે પિતાના કરી લીધા છે. પછી મિલચ્છીકાર અને તેને મંત્રી ઘોરી ઇસપ પરિસ્થિતિની ચર્ચા કરતા પ્રવેશે છે. એક તરફ ખપરખાન અને બીજી તરફ વિરધવલનું ઘણું દબાણ તેમના ઉપર છે. પીછેહઠ કરવાની મિલચ્છીકારની ઈચ્છા તે નથી, પણ વિરધવલના આગળ વધતા સૈન્યને અવાજ સાંભળીને તેઓ એકદમ નાસી જાય છે. શત્રુઓને કેદ નહિ પકડી શકાય તેથી વરધવલ નિરાશ થાય છે, પણ વગર વિચાર્યું પીછે નહિ કરવાની વસ્તુપાળની સલાહને અનુસરે છે. પાંચમે એક બહુ રસપ્રદ છે, કેમકે વિજયી રાજા અને તેજપાળના રણભૂમિ ઉપરથી પાછો ધોળકા સુધીના પ્રવાસનું એમાં વર્ણન છે. વિરધવલને નવિમાનમાં બેઠેલે રાજા કહ્યો છે. “નરવિમાનને અર્થ “પુષ્પાકૃતિ વિમાન” એવો ઘણું કરીને હોઈ શકે. આબુ તથા ત્યાંનાં તીર્થો અચલેશ્વર તથા વસિષ્ઠાશ્રમ ઉપર પસાર થઈ તેઓ પરમાર રાજાઓના પાટનગર ચંદ્રાવતી ઉપર આવે છે. ત્યાંથી તેઓ સિદ્ધપુર આવે છે, જ્યાં પૂર્વવાહિની સરસ્વતી છે (નમસ્યા: સિદ્ધપુરપ?િ બાવકુવકૃમ પાવાદમણિવરન, પૃ. ૪૭) અને ભદ્રમહાકાળનું મન્દિર જુએ છે. અહીં ભદ્રમહાકાળ વડે મૂળરાજે બંધાવેલે પ્રસિદ્ધ દ્વમહાલયક ઉદિષ્ટ હશે. પછી તેઓ ગુજરાતના પાટનગર અણહિલવાડનાં દર્શન કરે છે અને ત્યાં સહસ્ત્રલિંગ સરોવર જોઈ ને ખૂબ આનંદ પામે છે, વળી દક્ષિણ દિશામાં તેઓ સાબરમતીના તટ ઉપર કર્ણાવતી જુએ છે અને છેવટે ધોળકા પહોંચે છે, જ્યાં રાણું જયતલદેવી આતુરતાપૂર્વક રાજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy