SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આપતા નથી. આ પ્રકારની શૈલીને પ્રયોગ મધ્યકાળમાં જૈન લેખકોએ સંસ્કૃત તેમજ પ્રાકૃત કથાગ્રન્થમાં કરે છે, અને એમાં કર્તાને ઉદ્દેશ વર્ણન કરવા કરતાં અતિવૃત્તનું કથન કરવાને જ હોય છે.૧૯ પિરાણિક મહાકાવ્યો સેમેશ્વરકૃત “સુરત્સવ' ૧૬૮, ઐતિહાસિક મહાકાવ્યોની સમાલોચના કર્યા પછી સૌ પહેલાં સોમેશ્વરકૃત “સુરત્સવ” લઈશું, કેમકે એનું વસ્તુ પુરાણમાંથી લેવાયેલું હોવા છતાં તત્કાલીન રાજકીય અને ઐતિહાસિક પરિસ્થિતિ સાથે પણ એને સંબંધ છે. “માકડેય પુરાણના અધ્યાય ૮૧–૯૩ માંના “દેવીમાહા” અથવા “સપ્તશતીમાં આવતું સુરથ રાજાનું ચરિત્ર એ તેને વિષયે છે, પણ સાથેસાથ રાજા ભીમદેવ બીજાની રાજકીય આપત્તિઓ તથા એને ફરી વાર થયેલી રાજ્ય પ્રાપ્તિનું સૂચન પણ, અગાઉ કહ્યું છે તેમ ( પેરા ૪૮ અને ૭૫), એ દ્વારા થતું જણાય છે. ૧૬૯. “સુરત્સવ'માં પંદર સ તથા કુલ ૧૦૮ર શ્લોક છે. પહેલા સર્ગમાં કવિ વિવિધ દેવતાઓને નમસ્કાર કરે છે, અને તેમાં પણ પ્રારભિક પાંચ શ્લેકમાં ભવાની અથવા દુર્ગાની સ્તુતિ કરે છે. “જેણે પોતાના સકાવ્ય દેવાયતનમાં રાધવકીર્તિરૂપ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે તે મુનિમુખ્યને તથા “ દના રહસ્ય, યજુર્વેદના વિવર્ત અને સામવેદના સાર જેવી જેની કતિ ત્રિલેકીને પવિત્ર કરે છે એવા સત્યવતી સુતને અર્થાત વાલ્મીકિ અને વેદવ્યાસને તે પ્રણામ કરે છે. ‘હત્કથા ના કર્તા ગુણાત્ય, સુબધુ, કાલિદાસ, માધ અને મુરારિ જેવા બીજા કેટલાક કવિઓને પણ તે સંમાનપૂર્વક ઉલ્લેખ કરે છે. પ્રાચીન હસ્તપ્રતોની શોધના પિતાને એક અહેવાલમાં “સુરત્સવને ઉત્તમ સાર આપનાર ડે. રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરના શબ્દોમાં કહીએ તો-“એ પછી કવિતા, સજનપ્રશંસા, દુર્જનનિન્દા આદિ સામાન્ય વિષયો પરત્વે કવિ કેટલાક લેકે આપે છે અને પછી પિતાના કાવ્યનાયક સુરથનો પરિચય વાચકને આપે છે. સુરથના વિશ્વવિજયના વૃત્તાન્ત સાથે પહેલે સર્ગ પૂરો થાય છે. બીજા સર્ગમાં, સુરથના કેટલાક મંત્રીઓ એના શત્રુઓની સહાયથી એનું રાજ્ય ૧૯. આ પ્રકારના થોડાક વિશિષ્ટ કથાના પરિચય માટે જુઓ હટલ, ઐન નેરેટીવ લિટરેચર ઓફ ધ શ્વેતામ્બર ઐફ ગુજરાત.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy