SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ છે બને ભાઈઓને મંત્રી મુદ્રા સુપરત કરી. ચોથા સર્ગમાં કવિ કહે છે કે આ નિયુક્તિ પછી વરતુપાળને ખંભાત મોકલવામાં આવ્યો ત્યાં એણે અરાજકતા દૂર કરી, રાજવહીવટ સુવ્યવસ્થિત કર્યો (પેરા ૪૯), અને દેશમાં શાન્તિ પ્રસરી રહી. એવામાં દવગિરિના યાદવ રાજા સિંહણે ગુજરાત ઉપર હુમલો કર્યો, પણ એને લવણપ્રસાદે પાછો હઠાવ્યો. લાટને રાજા શંખ, જે ખંભાત ઉપર પોતાનું આધિપત્ય હોવાનું ગણતો હતો તેણે વસ્તુપાળ પાસે દૂત મોકલ્યો અને એને પોતાની સેવા રવીકારવા આગ્રહ કર્યો. પણ વસ્તુપાળે એને જડબાતોડ જવાબ આપ્યો, અને દૂત પાછો ફર્યો, પાંચમા સર્ગમાં વસ્તુપાળ અને શંખ વચ્ચેના ભયાનક યુદ્ધનું વર્ણન છે. એમાં બન્ને પક્ષના સંખ્યાબંધ પરાક્રમી યોદ્ધાઓ મરાયા, અને છેવટે પિતાના રહ્યાહ્યા સૈન્ય સાથે શંખને નાસી જવું પડયું. છઠ્ઠા સર્ગમાં વસ્તુપાળના પરાક્રમથી અને શત્રુના પરાજયથી આનંદિત થયેલા ખંભાતના નાગરિકોએ કરેલા ઉત્સવનું વર્ણન છે. પ્રત્યેક ઘર ધાતુસથી લીંપાયું, ઠેર ઠેર સ્વસ્તિક થયા, વાદિત્રોના નાદ સંભળાયા અને કેટલી સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી, દેવાલયમાં વિશેષ પૂજા થઈ, રાજમાર્ગો સુશોભિત થયા અને વધૂજનોએ વિશેષવેશ પહેર્યા (શ્લોક ૨-૩). ખંભાતની સીમમાં એકલ્લવીરા માતાના મંદિરમાં મોટો સમારંભ થયો. ત્યાં માતાનાં દર્શન કરવા માટે વસ્તુપાળ ગમે ત્યારે એ વિજયી વીરનું દર્શન કરવા માટે રાજમાર્ગો ઉપર સ્ત્રી પુરુષોની ભારે ભીડ થઈ. દેવીની પૂજા કર્યા પછી મધ્યાહન વેળાએ પાસેના કીડોદ્યાનમાં મંત્રી પ્રવેશ્યો, અને ત્યાં કવિઓ સાથે ગોષ્ઠી શરૂ થઈ. કેટલાક કવિઓએ તેને કુલની, દલાકે દાનની અને કેટલાકે એના અન્ય ગુણની પ્રશંસા કરી. કર્ણ જેવા દાનેશ્વરી વસ્તુપાળના કણ કવિઓની વાણીથી પવિત્ર થયા, અને તેણે ઉદાર હરતે દાન આપીને એમનાં હૃદયમાં પ્રમોદને સંચાર કર્યો. આ પ્રમાણે કવિઓની વાણીરૂપી સુધાથી સિંચાતા વસ્તુપાળે ગ્રીષ્મ ઋતુને મધ્યાહ્ન ઉદ્યાનમાં ગાળ્યો અને સંધ્યાકાળે તે સ્વગૃહે આવ્યો (શ્લોક ૪૯-૫૬). ૧૪. સૂર્યોદય અને પ્રણયકલિનાં પરંપરાગત પદ્ધતિનાં અલંકારપ્રચુર વણથી સાતમે સમાં રોકાયેલા છે. આઠમા સર્ગને “પરમાર્થવિચાર’ નામ આપવામાં આવ્યું છે. પ્રભાતે સ્નાન પછી મંત્રી તીર્થકરની પૂજા કરીને ધ્યાનમાં બેઠો અને પછી જીવનનું શ્રેય વિચારી યાત્રાએ નીકળવાને તેણે નિર્ણય કર્યો એ આઠમા સર્ગને વિષય છે. નવમો સગ સંઘયાત્રાના વર્ણનથી રોકાયેલ છે. સંખ્યાબંધ હાથી, ઘોડા, બળદ, ઊંટ, રથ અને દૈનિક ઉપયોગની સવ જરૂરી વસ્તુઓ સાથે શુભ દિવસે સંધ નીકળે. સંધની સાથે ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy