SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ( ૧૧૫ આથી ખિજાઈને વરતુપાળે માણિક્યચન્દ્રને એક-કટાક્ષગર્ભિત એક બ્લેક મોકલ્યો, જેમાં વદપ શબ્દ ઉપર શ્લેષ કરીને તેણે માણિક્યચન્દ્રને કૂવામાંના દેડકા સાથે સરખાવ્યા. માણિયાચને એવા જ કટાક્ષમય શ્લેકમાં એને જવાબ આપ્યો. આથી આચાર્ય પિતાની પાસે આવે એ માટે વસ્તુપાળે ખંભાતમાંની તેમની પૌષધશાળામાંથી હસ્તપ્રતો અને બીજી વસ્તુઓ ખસેડીને એક સ્થળે મુકાવી દીધી. એટલે આચાર્ય આવીને મંત્રીને મળ્યા અને કહ્યું : “સંધના ધુરીણ એવા તમે વિદ્યમાન હોવા છતાં અમારી પૌષધશાળામાં આ ઉપદ્રવ શાથી ?” મંત્રીએ રિમત પૂર્વક ઉત્તર આપ્યો: “પૂજ્યનું આગમન નહોતું થતું એ જ કારણે.” પછી મંત્રીએ આચાર્યને બધું પાછું આપ્યું, અને એમનું જાહેર સંમાન કર્યું.૧૮૫ એ જ “પ્રબન્ધાવલિ પ્રમાણે, વસ્તુપાળના એક મિત્ર અને સમકાલીન યશવીર(પેરા ૯ર)ના સંપર્કમાં પણ માણિજ્યચન્દ્ર હતા.૧૮૬ હવે, જો આપણે “સંકેત ”નું રચનાવર્ષ ઈ. સ. ૧૧૬૦ માનીએ તો ગંભીર કાલવ્યક્રમને દેવ ઉત્પન્ન થશે, કેમકે એ વર્ષમાં વસ્તુપાળનો જન્મ પણ થયો નહોતો. ઉપર સૂચવ્યા પ્રમાણે ઈ. સ. ૧૨૧૦ કે ૧૧૯ નું વર્ષ એ ઐતિહાસિક પ્રમાણે સાથે સુસંગત છે. - ૧૩૧. પ્રબો ઉપરથી જણાય છે કે વસ્તુપાળ અને માણિક્યચન્દ્રના સંબંધે શરૂઆતમાં પરસ્પરને અનુકૂળ નહોતા, પણ ધીરે ધીરે તેઓ પરસ્પરની નજીક આવ્યા હતા અને વરતુપાળે હતપ્રત આદિ પૂરાં પાડીને માણિચન્દ્રની સાહિત્યપ્રવૃત્તિમાં અગત્યની સહાય કરી હતી. વસ્તુપાળની પ્રશંસાના માણિજ્યચન્દ્રત કેટલાક શ્લેકે પ્રબન્ધામાં ઉદ્ધત થયેલા છે. ૧૭ અન્ય કવિઓ અને વિદ્વાને હરિહર સાથેની મદનની સ્પર્ધા ૧૩૨. ઉપર જેમની વાત કરી છે એ બધા કવિપંડિતે ઉપરાંત બીજા પણ એવા અનેક કવિઓ અને વિદ્વાને હતા, જેઓ વસ્તુપાળના સંપર્કમાં આવ્યા હતા અને એની પાસેથી એક અથવા બીજી રીતે આશ્રય પામ્યા હતા. એમને વિશેના પરંપરાગત વૃત્તાન્ત પ્રબન્ધોમાં સચવાયા છે, અને તેઓના જીવન વિશે એમાં તપાસ કરતાં એ કાળના સાહિત્યિક વાતાવરણનું પણ કેટલુંક દર્શન થાય છે. આવા કવિઓમાં એક મદન નામે હતો. “પ્રબન્ધકાશ'ના ૧૪મા પ્રબંધમાં જેનું જીવન વર્ણવ્યું છે એ દિગંબર મદકીર્તિથી ૧૮૫. વચ (૭-૯૯ થી ૧૧૩) અનુસાર વસ્તુપાળે પિતાના પુસ્તકાલયમાંથી માણિક્યચન્દ્રને બધાં મહત્ત્વનાં શાસ્ત્રની એક એક નકલ ભેટ આપી હતી. ૧૮૬. પુપ્રસં', પૃ. ૫૦ ૧૮૭, એ જ, પૃ. ૬૪ અને ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy