SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એક “વસ્તુપાલપ્રશસ્તિ પણ એમની રચના છે. પોતાના ગુરુ દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત નું તથા ઉદયપ્રભસૂરિકૃત “ધર્માલ્યુદય 'નું સંશોધન નરચન્દ્ર કર્યું હતું; એ બન્ને ગ્રન્થાને અંતે આ વાતનો ઉલ્લેખ છે. વળી “સમરાદિત્યસંક્ષેપ ના કર્તા પ્રદ્યુમ્નસૂરિ, જેમને નિર્દેશ અગાઉ થયો છે (પેરા ૧૧૩ અને ૧૧૬) એમને નરચન્ટે “ઉત્તરાધ્યયન સૂત્ર' ભણાવ્યું હતું. ૧૫૦ રચન્દ્રના કેટલાક પ્રકીર્ણ લેકે પ્રબમાં સચવાયા છે.૧૫ વસ્તુપાળે શત્રુંજય ઉપર પોતાની માતાની મૂર્તિ જોઈને રુદન કર્યું ત્યારે નરચન્દ્રસૂરિએ એને આપેલા આશ્વાસનને વૃત્તાન્ત ખરેખર હૃદયસ્પર્શી છે તથા ઐતિહાસિક દૃષ્ટિએ પણ સૂચક છે, કેમકે સિદ્ધરાજ જયસિંહના જીવનમાંના એ જ પ્રકારના પ્રસંગનો ઉલ્લેખ પણ ત્યાં કરે છે.૧૫ર નરચન્દ્રસૂરિના અવસાનનું વર્ષ ૧૨૦૦ ‘ પ્રબન્ધકોશ” અનુસાર, સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ભાદરવા સુદ દસમના દિવસે નરચન્દ્રસૂરિનું અવસાન થયું હતું. ૧૫૩ “વસ્તુપાલચરિત” નોંધે છે કે પિતાના અવસાનના કેટલાક સમય અગાઉ તેમણે વસ્તુપાળના અવસાનનું ભવિષ્ય ભાખ્યું હતું. ૧૫૪ (૧૨) નરેન્દ્રપ્રભસૂરિ तस्यः गुरोः प्रियशिष्यः प्रभुनरेन्द्रप्रभः प्रभावाढयः । योऽलंकारमहोदधिमकरोत् काकुत्स्थकेलिं च ॥ –રાજશેખરસૂરિ૧૫૫ વસ્તુપાળની વિનંતિથી “અલંકારમહેદધિ"ની રચના ૧૨૧, “એક વાર વસ્તુપાળે ભક્તિપૂર્વક હાથ જોડીને નરચન્દ્રસૂરિને આમ વિનંતિ કરી: “અલંકારના કેટલાક ગ્રન્થ વિસ્તારને કારણે દુસ્તર છે, કેટલાક સંક્ષેપને કારણે અસ્પષ્ટ છે, કેટલાક અપ્રસ્તુત વસ્તુથી ભરેલા છે, જ્યારે બીજા કેટલાક ક્લેશથી સમજાય એવા છે. કાવ્યરહસ્યના નિર્ણયથી ૧૫૦. “સમરાદિત્ય-સંક્ષેપ”, ૧-૨૩ ૧૫૧. પુપ્રસં, પૃ. ૬૯; પ્રકે, પૃ. ૧૧૫; વચ, ૬-૭૫ અને ૩૭૨; ઉત, પૃ. ૭૩ ૧૫૨. પ્રકે, પૃ. ૧૧૫; વચ, ૬-૪૬૮ અને આગળ ૧૫૩. પ્રક. પૃ. ૧૨૭ ૧૫૪. વચ, ૮-૪૪૦ થી ૪૪૨ ૧૫૫. “ન્યાયકન્ડલી પંજિકા ”ની પ્રશસ્તિ; જુઓ પિટસન, રિપોર્ટ ૩, પૃ. ૨૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy