SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [૧૦૫ આજે વિદ્યમાન છે. સાગરચન્દ્ર (જેને સમય નિશ્ચિત થઈ શક્યો નથી) પણ માત્ર આ બે જ પ્રકરણ ઉપર ટીકા લખી છે એ બતાવે છે કે એને પણ આ ગ્રન્થ જોવા મળ્યો નહિ હોય. નરચન્દ્રસૂરિની શિષ્ય પરંપરામાં થયેલા “પ્રબન્ધકાશ કાર રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે ઈ. સ. ૧૩૨૪ (સં. ૧૩૮૦)માં “સંગીતપનિષદ્ ' નામે સંગીતશાસ્ત્રને ગ્રન્થ રચ્યો હતો (જે આજે ઉપલબ્ધ નથી) અને ઈ. સ. ૧૩૫૦ (સં. ૧૪૦૬) માં એને “સંગતે પનિષસાર ' નામથી સાર કર્યો હત; એ સારની પ્રશસ્તિમાં સુધાકલશ પિતાના પૂર્વસૂરિ નરચન્દ્રને “સંગીતશાસ્ત્રવિદ' તરીકે પણ વર્ણવે છે (તો નવનિમવત છાત્રસંતમતા). જૈન ધર્મને લગતી કથાઓ સાંભળવા માટેની વસ્તુપાળની ઉત્સુકતા સંતોષવા માટે નરચન્દ્રસૂરિએ કથારત્નાકર” અથવા “કથારત્નસાગર' નામે ગ્રન્થ રચ્યો હતો. ૧૪૭ પિટર્સને નરચન્દ્રસૂરિકૃત “ચતુર્વિશતિજિનર્તોત્ર'ની પાટણ ભંડારમાંની એક હરતપ્રતની નોંધ કરી છે,૧૪૮ પરતુ પાટણમાં તપાસ કરતાં કોઈ સ્થળે એ પ્રતિ મારા જેવામાં આવી નથી. “સર્વજિનસાધારણસ્તવન ” નામે નરચન્દ્રકૃત એક સ્તોત્ર “જૈન સ્તોત્રમોહ ” (પૃ. ૨૦-૨૨)માં છપાયું છે; પિટર્સને નેધેલા સ્તોત્રથી કદાચ એ અભિન્ન હોય. ગિરનાર ઉપરના વસ્તુપાળને શિલાલેખો પૈકી બેને પદ્યભાગ નરચન્ટે રચેલ છે,૧૪૯ તથા तनामप्रतिमाभिधो गुरुरभूद् गोत्रेऽस्य शिष्यः श्रुतस्तेनायं चतुराथेमर्थबहुला चक्रे चतुर्विशतिः ।। इति नरचन्द्रोपाध्यायकृता चतुर्विंशतिका संपूर्णा ॥छ।। (શ્રીહેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિર, પાટણની હસ્તપ્રત નં. ૫૧૦૧) ૧૪૭. શર્મત્તિતો મટી નિધાય ધુમમ્ तेन विज्ञपितः श्रीमान् नरचन्द्रमुनीश्वरः ॥ युष्माभिः स्वकराम्बुजस्य शिरसि न्यस्तस्य माहात्म्यतः प्राप्तं जन्मजितोऽपि दुर्लभतरं संघाधिपत्यं मया । धर्मस्थानशतानि दानविधयस्ते ते च सन्तेनिरे चेतः सम्प्रति जनशासनकथाः श्रोतुं समुत्कण्ठते । इत्यभ्यर्थनया चक्रुर्वस्तुपालस्य मन्त्रिणः । नरचन्द्रमुनीन्द्रास्ते श्रीकथारत्नसागरम् ॥ –“ કથારનાકર” ૧, લોક ૮-૧૦ ૧૪૮. પિટર્સન, રિપૅર્ટ પ, પૃ. ૯૬ ૧૪. ગુલે, નં. ૨૦૮ અને ૨૧૧; પ્રારૈલે, નં. ૩૯-૨ અને ૪-૫ ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy