SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ શબ્દ કાઈ પ્રન્થવિશેષ તરીકે નહિ, પણ સર્વસામાન્ય અર્થમાં પણ લઈ શકાય. તર્કશાસ્ત્ર અને વાદવિદ્યામાં અરિસિંહ નિપુણ હશે એમ જણાય છે, કેમકે અમરચન્દ્રે એક સ્થળે અને ‘પ્રતિવાદીરૂપી હસ્તીઓ માટે સિંહ' તરીકે વર્ણવ્યા છે;૯૭ પણ એ વિષયા પરત્વે અરિસિંહે કાઈ ગ્રન્થ લખેલે જાણવામાં નથી. ૧૦૦. પ્રબન્ધા જેનું વારવાર વર્ણન કરે છે તે વસ્તુપાળના કવિમંડળના અરિસિંહ તેમજ અમરચન્દ્ર બન્ને સભ્યા હતા એ વિશે ‘સુકૃતસંકીન’ કશે! સંદેહ રહેવા દેતું નથી. ખીન્ન સના અંતિમ શ્લોકપચક પૈકી એકમાં અમરચન્દ્ર કહે છે : શ્રીવસ્તુપાળ સચિવની સ્તુતિ કરવામાં નિત્યરત પુરુષામાં વિરક્ત થયેલી અકિંચનતાએ તેમને એવા ત્યજી દીધા કે દૈવવચનથી મ` એવી તે એમના પડાણીઓનાં ધર સુધી પણ જતી નથી.” (૨-૫૩) આ પ્રકારના શ્લેાકામાંથી સ્પષ્ટ છે કે અરિસિંહ અને બીજા કવિઓને એમની સાહિત્યરચના માટે વસ્તુપાળે પુષ્કળ પ્રીતિદાન આપ્યાં હતાં અને વસ્તુપાળે વિદ્યાને આપેલા આશ્રય વિશે પછીના સમયના પ્રબન્ધામાંથી જે હકીકત મળે છે એમાં ઠીક ઠીક તથ્ય હોવું જોઇએ, વળી અરિસિંહ અને અમરચન્દ્રની કવિ તરીકેની કારકિર્દીના પ્રારંભકાળ વીસળદેવના રાજ્યકાળ જેટલા મેડા આપણે ન મૂકીએ, પણ રાણા વીરધવળના તથા પેાતાના આશ્રયદાતા વસ્તુપાળના અવસાન પછી પણ તેમણે ધાળકાના રાજદરબાર સાથેના મીઠ્ઠા સંબધ જાળવી રાખ્યા હશે એમ નિશ્ચિત જણાય છે. 66 ( ૭ ) અમચરિ ब्रह्मज्ञप्रवरो महाव्रतधरो वेणीकृपाणोऽमरः || ~~નયચન્દ્રસુરિ૮ અમચંદ્ર વાયડ ગચ્છના સાધુ ૧૦૧, મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યનાં સ્મરણીય નામેામાંનું એક અમરચન્દ્રસૂરિનું છે, અને ‘બાલભારત’ અને ‘કાવ્યકલ્પલતા'ના કર્તા તરીકે તે સૌથી વધારે જાણીતા છે. જૈન શ્વેતાંબર સંપ્રદાયના વાયડ ગચ્છના જિનદત્તસૂરિના ૯ અમરચન્દ્ર શિષ્ય હતા. અણુહિલવાડ પાટણથી ઈશાન ૯૭. સુસ', ૧-૪૫, વળી ૨-૫૫ ૯૮. ‘હમ્મીર મહાકાવ્ય,’ ૧૪-૩૧ ૯૯. આ જિનદત્તસૂરિ એ જ અરિસિંહના ગુરુ (પૅરા ૯૬). શ્રાવક ગૃહસ્થા માટે રચાયેલા વિવેકવિલાસ’ (ઈ. સ. ૧૨૨૦ આસપાસ) નામે સર્વસ'ગ્રહાત્મક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy