SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ શિલ્પશાસ્ત્રનું થશેવરનું જ્ઞાન ૧. યશોવર “સરસ્વતીકંઠાભરણ” તરીકે પણ ઓળખાતો હતો.૭૧ એના વિદ્યાપ્રેમ તથા કવિઓને એના તરફથી મળતા આશ્રયને કારણે આ બિરુદ અપાયું હશે. શિલાલેખમાં એને “કવીન્દ્રબધુ ” તરીકે પણ વર્ણવેલ છે.૭૨ “કીર્તિકમુદી ના પહેલા સર્ગમાં સેમેશ્વરે યશવીર વિશેના ચાર પ્રશંસાત્મક શ્લેકે આપ્યા છે, જે “કીર્તિ કૌમુદી'ના નાયક વસ્તુપાળ સાથેનો યશવીરને ગાઢ સંબંધ બતાવે છે. ઈ. સ. ૧૨૩૧માં આબુ ઉપર લૂણવસતિના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વસ્તુપાળ અને યશોવરના મિલનનું વર્ણન મળે છે. આ મહોત્સવમાં હાજર રહેલા રાજવીઓમાં જાબાલિપુરને રાજા ઉદયસિંહ, નડુલને રાજા અને ચંદ્રાવતીને પરમાર રાજા સેમસિંહ હતા, અને ચૌલુક્ય રાજ્યનાં ગ્રામનગરમાંથી સેંકડો અધિકારીઓ ત્યાં આવ્યા હતા.૭૩ યશવીર પણ પોતાના રાજા સાથે આવ્યો હતો. એ સમયે વસ્તુપાળે કેટલાક શ્લોક વડે વાગત કર્યું હતું, અને યશવીરે બે કવિત્વમય પદ્યો વડે વસ્તુપાળની પ્રશંસા કરી હતી.૭૪ પ્રબન્ધામાં યશવીરને શિલ્પશાસ્ત્રના ઉત્તમ જ્ઞાતા તરીકે વર્ણવેલ છે. આબુ ઉપરના મન્દિર વિશે યશવીરને અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે શિલ્પશાસ્ત્ર અનુસારની નીચેની ક્ષતિઓ તરફ તેણે મન્દિરના મુખ્ય શિલ્પી શોભનદેવનું ધ્યાન ખેંચ્યું હતું–“રંગમંડપમાં શાલભંજિકા–પૂતળીઓનાં જોડકાંને આવડો વિશાળ ઘાટ સર્વથા ,અનુચિત અને વાસ્તુશાસ્ત્રથી નિષિદ્ધ છે. એ જ પ્રમાણે ગર્ભગૃહમાં પ્રવેશદ્વારે સિંહોનું તોરણ દેવની વિશેષ પૂજાને વિનાશ કરનારું છે. વળી પૂર્વ પુની મૂર્તિયુક્ત ગજશાલા મન્દિરના પાછળના ભાગમાં રાખી છે તે મન્દિર કરાવનારના વંશવિરતારને નાશ કરનારી છે. જેને હવે પ્રતિકાર ન થઈ શકે એવા આ ત્રણ દોષ વિજ્ઞ સૂત્રધારને હાથે થયા એને ભાવી કર્મન જ દોષ ગણવો જોઈએ.” એ પ્રમાણે નિર્ણય આપીને યશવીર પિતાને સ્થાને પાછો ગયો.૭૫ ૭૧. પ્રકે, પૃ. ૧૨૩ હરતગરમાદિત વીત્રવધુત્રી ચોવીસ રૂતિ પ્રસિદ્ધઃ ! ब्राह्मीरमाभ्यां युगपद् गुणोत्थविरोधशान्त्यर्थमिवाश्रितो यः ॥ (પ્રાઊલેસ, નં. ૧૦૮, ૧૦૯, ૨૧૩) ૭૩. વચ, ૮ ૭૪. પ્રચિ, પૃ. ૧૦૧-૨; pકે, પૃ. ૧૨૪; પુપ્રસં, પૃ. ૭૦-૭૧ ૫. ચિ, પૃ. ૧૦૧. આ પ્રકારની શિલ્પશાસ્ત્રીય ક્ષતિઓની બીજી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy