SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે અથવા સાપ, દેડકો વગેરે બને છે. મોહમાં ન રહેવું, લોભ, વાસના અને પરિગ્રહમાં ન રહેવું વગેરે ગૃહત્યાગની ભૂમિકા વગર શક્ય નથી બનતું. આજકાલ ગંભીર બીમારીથી ઘેરાયેલા લોકો પણ હોસ્પિટલમાં પડ્યા રહે છે. તેને સોય- ઇંજેક્શનો લાગતાં રહે છે. આ અવસ્થામાં મૃત્યુ પામવું એ કેવું મોત છે ! જેવી રીતે જીવન જીવવું એ એક કલા છે એવી જ રીતે મૃત્યુ પામવું એ પણ એક ક્લા છે. આ વાત સમજનાર ગૃહસ્થ ત્રીજી ભૂમિકા ઉપર આરોહણની વાત વિચારી શકે છે. આજે પણ આપણી સામે આ પ્રશ્ન છે કે ગૃહસ્થની અને મુનિની આ ભૂમિકાઓનો વિકાસ શી રીતે થાય ? કેવી રીતે જીવન જીવવાની ક્લાપૂર્ણ પદ્ધતિનો વિકાસ થઈ શકે ? આ દિશામાં આપણાં સંકલ્પ અને ગતિ તીવ્ર બને તો એક નવી જીવનપદ્ધતિનું દર્શન આજના યુગમાં શક્ય બની જાય. Jain Education International અસ્તિત્વ અને અહિંસા ૧૭૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy