SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો વર્ષો સુધી પુસ્તકો વગર જ્ઞાનનો પ્રવાહ નિરંતર ચાલતો રહ્યો. એનું કારણ આ વ્યવસ્થા જ રહી છે. આજે બહુ મોટો ભય પેદા થઈ ગયો છે. પુસ્તકો છપાવા લાગ્યાં છે, પરંતુ છાપેલાં પુસ્તકોને સંભાળવાનું મુશ્કેલ બની ગયું છે, છાપેલાં પુસ્તકો મળવાં મુશ્કેલ થઈ ગયાં છે. એમ લાગે છે કે ઘણા બધા ગ્રંથો સમાપ્ત થઈ જશે. આજથી સો વર્ષ પહેલાં છપાયેલાં પુસ્તકો આજે પ્રાપ્ત થવાં દુર્લભ છે, જ્યારે પાંચસો વર્ષ પૂર્વે લખાયેલી હસ્તપ્રતો આજે પણ સુરક્ષિત છે. જ્ઞાનની જે પરંપરા રહી છે તે કંઠસ્થ જ્ઞાનના આધારે ચાલી છે. વ્યક્તિને જ કોમ્યુટર માન મળી ગયું પ્રત્યેક વ્યક્તિનું મસ્તિષ્ક એક કોમ્યુટર છે. એવા ખ્યાલથી જ્ઞાનની પરંપરા અવિચ્છિન્ન બની રહી. સહુજ પ્રશ્ન આ મુનિજીવનની ભૂમિકાનું વિશ્લેષણ છે. તેનાથી એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે કે શું ગૃહસ્થ જીવન માટે આવી ભૂમિકાઓનું નિર્માણ આવશ્યક નથી ? ગણાધિપતિશ્રીએ ધવલ સમારોહ પ્રસંગે કહ્યું હતું કે એક શ્રાવકે સાઠ વર્ષ પછી ધંધા વ્યવસાય છોડીને, ગૃહકાર્યથી મુક્ત થઈ જવું જોઈએ. આજે એક વ્યક્તિ વીસથી પચીસ વર્ષ સુધી ભણે છે અને ત્યારપછી પાંત્રીસ વર્ષ સુધી ગૃહસ્થ જીવનની જવાબદારી નિભાવે છે. સાઠ વર્ષ પછી ઘરથી મુક્ત થઈને તેણે સ્વાર્થ છોડીને પરાર્થ કે પરમાર્થની ભૂમિકામાં જીવવું જોઈએ, સંઘ અને શાસનની સેવામાં જોડાઈ જવું જોઈએ. એનું તાત્પર્ય એ છે કે તે નાનકડા પરિવારમાંથી સંન્યાસ લઈને પોતાના પરિવારને વિશાળ બનાવી દે. આ એક અલગ પ્રકારનું જીવન છે. ગૃહસ્થ ઃ ત્રણ ભૂમિકાઓ જો આપણે આ દૃષ્ટિએ વિચારીએ તો સ્વાભાવિક રીતે જ ગૃહસ્થની ત્રણ ભૂમિકાઓ નિર્મિત થઈ જાય છે – વિદ્યાર્થી જીવનની ભૂમિકા, ગૃહસ્થ જીવનની ભૂમિકા, ગૃહત્યાગની ભૂમિકા. ત્રીજી ભૂમિકાનો અર્થ છે સ્વાધ્યાય, ધ્યાન, તપસ્યા, શાસનસેવા – વગેરેમાં વ્યક્તિ પોતાનું બાકીનું જીવન નિયોજિત કરે. જીવનનું આવું નિયોજન જ ઉત્તમ હોઈ શકે. જે વ્યક્તિ જીવનને આ સ્વરૂપે નિયોજિત નથી કરી શકતી તેની ગતિ સારી નથી થતી. શાસ્ત્રકારો કહે છે કે મરતી વખતે જેનું મન ઘરમાં અટવાયેલું રહે છે, મોહમાયામાં અટકેલું રહે છે, તે ભૂત બને છે, પ્રેત – અસ્તિત્વ અને અસિા 4 ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy