SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * ઈ અને સરંળ બની જાય. અને ઉંચ-નીચ બધાયમાં એકય અને સમાનતાની ભાવના જાગૃત થાય. આથી ગામડાં અને શહેર વચ્ચે પરસ્પરને લાભદાયક આર્થિક સમ્બન્ધ અને વ્યવહાર બંધાય. એકન્દર દેશની હાલત સુધારવા માટે ખાદીને ઉપયોગ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઘરે ઘરે રેટિયા જોઈએ. બે તોલા જેટલું પણ માણસ જ કાંતે તે વરસ-દહાડામાં અઢાર રતલ જેટલું કંતાવાથી પિતાનાં કપડાં તેમાંથી પૂરાં પાડી શકે. માણસને શ્રમ જોઈએ. રેટિયે સ્વાવલમ્બી જીવનનું નિર્દોષ સાધન છે. એ સનાતન ગૃહ-ઉદ્યોગેની મૂત્તિ દરેક હિન્દીના ઘરમાં પુનઃ પ્રતિષ્ઠિત થવી જોઈએ. એમાં અથલાભ છે, ધર્મલાભ છે અને દેશહિત છે. એમાં ગરીબોને અનુકપ્પાદાન છે. બહેને રેશમી સાડી કેમ પહેરી શકે? શભા અને સન્દર્ય તે શીલમાં છે. સર્વોત્તમ આભૂષણ શીલ છે. બારીક, ઝીણું અને ઉભટ કપડાંથી તે શીલ ખમાય. ખાદીથી અપાંગ બરાબર ઢકાય. રેશમમાં તે પાપ છે. લાખ કીડાઓની હિંસાથી તે બને છે. એટલે તે પહેરવા લાયક નથી. મદિરે અને ધર્મસ્થાનકમાં તે ખૂબ વપરાય છે. પણ તેની પાછળ ભારોભાર અજ્ઞાન ભર્યું છે. એ મેહજનિત મૂખ અને નાપાક આડમ્બર છે. એ ધર્મને નામે પાપને માગે પૈસાને ધુમાડો છે. એ પાપમાંથી બચી જઈએ. સાધુ-સોને એ ન આપીએ. પરદેશી કાપડ પણ, નાપાક કાપડ પણ ન આપીએ. તેમને અન્ન--પાણી અને વસ્ત્ર શુદ્ધજ કો. ડુંગળી ન ખપે તે નાપાક વસ્ત્ર કેમ અપે? તેમને ખાદી વહેરાવીએ. સાધુ તે ત્યાગી રહ્મા, એટલે તેમને ત્યાગ ગૃહસ્થો કરતાં ઉચો હવે જોઇએ. ગૃડ ખાદી પહેરી સાદાઈ અને ત્યાગની ભાવના પિશે તે સાધુ શું કામ ન પિશે ? સાધુને મલમલ, રેશમ આદિને ઉદુભટ વેષવિન્યાસ કેમ છે? ખાવામાં સંયમ, અને રસકસને ત્યાગ જોઈએ, તે પહેરવામાં સંયમ અને ત્યાગ ન જોઈએ ? ફૂલફટાક કપડાં પહેરી સાધુ પિતાને શણગાર સજવા માંગે છે શું ? સાધુ અન્ન-પાણી શુદ્ધ માંગી શકે, તેમ વ પણ શુદ્ધ માંગી શકે. અન્ન-પાણી કે અશુદ્ધ આપે તે સાધુ ન . તેમ વસ્ત્ર પણ કઈ અશુદ્ધ આપે તે સાધુ ન થે. ખપે તે વયે અને ખપે તે માંગે. ન ખપે તે ન ત્યે અને ન માંગે. સાધુઓધર્મગુરૂઓ અહિંસાધમને સમજી જાય અને પ્રજામાં રાષ્ટ્રધર્મની પ્રેરણાઓ ઉત્સાહથી રેડે તે દેશનું બહુ કલ્યાણ સધાય. ધમ ઉદ્યત પણ એમાં છે. [મહારાજશ્રીનું ભાષણ પૂરું થયા પછી પતિવર્ય શ્રી. બાલચન્દ્રાચાર્યજીએ મહારાજશ્રીના વ્યાખ્યાન પર સ્તુતિપૂર્ણ ઉદ્ગારે પ્રગટ કરી સભાજનને સામયિક સધ આપતાં અસરકારક વિવેચન કર્યું હતું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy