SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ન મહાવીરનું પ્રભુ જીવન અને ભકિતમાર્ગની દિશા. [મુંબઈ–કેટના વ્યાખ્યાનપીઠ પરથી ન્યાયવિશારદ ન્યાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજે ઉચ્ચારેલ પ્રવચન.] ભગવાન મહાવીરની ઐતિહાસિકતા આજે ભૂમંડળમાં કયા વિદ્વાનને સમજાવવી પડે તેમ છે? તેમના જીવનની શ્રેષ્ઠતાથી દુનિયાને કયે પ્રાચ્યતત્વવેત્તા અપરિચિત હશે? તેમની તીર્થકરતા એટલે? વિશ્વકલ્યાણ માટે પ્રાદુર્ભત થયેલી એક મહાન તેજોમય વિભૂતિ. આ વિભૂતિ પ્રાણી માત્રની અન્દર મજાદ છે. સંસાર એa તિરહિત દશાનું જ નામ છે. એનાં તિરાભાવક આવરણને ખસેડવામાંજ મહાવીરનું મહાવીરત્વ ગવાયું છે. સુમેરૂ મહીધરને લાથી આપણે તેમને ભગવાન નથી કહેતા. ઈન્દ્ર-ચન્દ્ર-નાગેન્દ્રોએ તેમને ચામર ઢળ્યા અને અસંખ્ય દેવતાઓએ મળી જન પ્રમાણ નાળચાવાળા હજારો-લાખે કળશ વડે તેમને ત્વવરાવ્યા, એથી આપણે તેમને “પ્રભુ નથી કહેતા. જુઓ! શ્રીસમન્તભદ્રાચાર્ય મહારાજ “આસ-મીમાંસાના પ્રારમ્ભમાં શું વદે છે – દેવતાઓનું આગમન, આકાશ-ગમન અને ચામરાદિ વિભૂતિએ તે માયાવી-ઈન્દ્રજાળીઓમાં પણ જોવાય છે. એથી તું અમારા “પ્રભુ” નથી. f Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy