SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સમ્પત્તિનું અજન કયા માણસને આવશ્યક નથી ? એ રીતે બ્રાહ્મણ થયા વગર કેઈને પણ કેમ ચાલે? હિમ્મત અને શૈર્ય જે ક્ષત્રિયનું લક્ષણ છે અને જેને ઉપયોગ ક્ષત્રિય પપકાર માટે કરે છે તે ક્યા માણસમાં ન જોઈએ ? અર્થશાસ્ત્રવ્યવસાય અને વ્યાપારવાણિજ્યના પ્રબન્ધ જે વિશ્વ-કમ છે તે પ્રજાને શું ઓછું ઉપાગી છે? શુદ્ધનું લક્ષણ સેવાભાવ છે. સાચે સેવાભાવ દરેક માણસમાં જોઈએ. સેવાભાવ એ જીવનનું સુન્દર અને શ્રેષ્ઠ તત્વ છે. અઢાર પુરાણો લખી વ્યાસજી ફરમાવે છે કે અઢાર પુરાણોનો સાર બે વચન છેઃ પરોપકાર એ પુણયને માર્ગ છે અને બીજાને દુઃખ આપવું એ પાપને માગે છે. જેમકે– अष्टादश पुराणानां व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ સંયમમાં બ્રહ્મચર્ય પર ખાસ વાન આપવાનું છે. ગૃહએ ગૃધ્ધાશ્રમના નિયમે સમજી સ્વપત્ની સાથે પણ જેમ વધારે બ્રહ્મચર્ય પળાય તેમ વર્તવું જોઈએ. બ્રહ્મચર્યનાં પ્રત્યક્ષ સુન્દર ફળ શરીરમાં, બુદ્ધિમાં, મનમાં અને આત્મામાં અનુભવી શકાય છે. બ્રહ્મચર્યના પ્રતાપે માણસને ચહેરો તુગમગે છે. બ્રહ્મચર્યથી માણસ આખ્ય ભગવે છે. બ્રહ્મચર્યથી મન સ્થિર અને મજબૂત બને છે. બ્રહ્મચર્યથી મનની એકાગ્રતા, ચિત્તની દઢતા અને વિચારની સ્થિરતા મેળવાય છે. બ્રહ્મચર્યથી બુદ્ધિ અને દૃષ્ટિને વિકાસ થાય છે. બ્રહ્મચર્યના પુણ્ય બળથી માણસની ધારણું સફળ થાય છે. બ્રહાચર્યથી શરીરમાં કૌવત આવે છે અને પુરૂષાર્થ સાધવામાં થવાય છે. જીવનનાં દરેક અંગેનો વિકાસ સાધવામાં બ્રહ્મચર્યની સહાયતા ભારે કિસ્મતી થઈ પડે છે. ધમસાધન પણ બ્રબ્રચય વગર કેમ થાય? મુડદાલ ચેહરા જેવાય છે તે બ્રહ્મચર્યહનનનાં દુષ્પરિણામ છે. છાતી દુખે, કમર દુખે, માથું દુખે, હાથ-પગ કળે અને મગજ ભમ્યા કરે, રસ ઝર્યા કરે, મન નબળું રહે, ચિત્તમાં ગાનિ રહે, શરીર સુસ્ત રહે, વિચારે મેલા આવે એ બધું બ્રહ્મચર્યને ઘાણ વાળવાથી થાય છે. સાદે ખરાક, સાદે પહેરવેશ, સાદું જીવન, સત્સંગ, સદ્વિચાર અને સદાચરણ એથી સંયમ સધાય છે, બ્રહ્મચર્ય પળાય છે. મોજમજાહ પણ નિર્દોષ અને બીજાને ઈજા ન થાય તેવી હોવી જોઈએ; તન, મન ને ધન ન હણાય તેવી હોવી જોઈએ. ધન કરતાં ચારિત્ર મ્હારી વસ્તુ છે. ધનના ભેગે ચારિત્ર રક્ષીએ, પણ ચારિત્રના ભેગે ધન ન જોઈએ. ધન માટે કાળજી રખાય છે તે કરતાં ચારિત્ર માટે કાળજી વધુ હોવી જોઈએ. ખાવાપીવામાં, પહેરવામાં, વા વ્યવહારમાં, વ્યવસાયમાં–જીવનની દરેક ક્રિયામાં સંયમ જેમ જેમ પથરાશે, તેમ તેમ આત્મબળની જાગૃતિ વધુ થશે. પરમ શાતિને માગ એ છે. Jain Education International For Private & Personal Use Only 'www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy