SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ i , વાસનાને બાળે તે તપ. આવરને ભેદે તે તપ. મનઃપ્રસાદ, વિચારશુદ્ધિ, શુભચિન્તન, ભૂતદયા, મૈત્રીભાવ. સન્તોષ એ માનસ તપ છે. બીજાને ઉદ્દેશ ન પમાડે એવું સત્ય, હિત વચન તથા સ્વાધ્યાયાભ્યાસ એ વાચિક તપ છે. અહિંસા, સેવા, પરોપકાર, ભકિત, ઉપાસના, બ્રહ્મચર્ય એ શારીરિક તપ છે. પેટ ઉભું રહે એટલું જમવું, પરિમિત વસ્તુથી સન્વેષ કરે, એક વખત જમવું, નીરસ યા સાદુ જમવું, સ્વાદુ જમણુ પણ સમતાથી જમવું એ પણ તપ છે. ઈચ્છા-નિધિ એ તપ છે. વાસના-લેલુપતા પર અંકુશ એ તપ છે. ક્ષમા, નમ્રતા, મૃદુતા, નિખાલસતા એ તપ છે. પપકારને મહાન ધર્મ સમજી જનકલ્યાણના પવિત્ર કાર્યમાં પિતાને ભોગ આપે અને જાતે દુઃખ સહી બીજાનું ભલું કરવા ઉઘત થવું એ તપ છે. ઉપવાસ એટલે પાસે વસવું, અર્થાત્ પ્રભુની સમીપમાં, શુદ્ધ આત્મસ્થિતિમાં વસવું એ ઉપવાસ છે. કેવળ અન્ન-જળને ત્યાગ કરવાથી ઉપવાસ નથી થતું. પશુ તેની સાથે કષા અને વિષને ત્યાગ પરમ આવશ્યકતા ધરાવે છે. માલ-મલીદા ઉડાવી ઉપવાસ થતા હશે કે ? એ તે ઉપવાસને ઉપહાસ છે. એ તે જારી રે શિ શી શી રાત હૈ! એ તો પલાહારમાંથી ફલાહાર અને ફલાહારમાંથી ઢગલાહાર થઈ ગયે! વાહવાહ માટે કે લેકદેખાવ સારૂ ઉપવાસ ખેંચવા અને આળેટી અળેટી કલેશવૃત્તિથી દિવસે પૂરા કરવા એ તપ નથી. નિદા-કુથળી અને વ્યાંહેવથી ખરડાયલા ઉપવાસ તપની કેટીમાંથી બાતલ થઈ જાય છે. રાગદ્વેષને શાન્ત કરી સ્થિર ચિત્તે, ઉર્જવળ પરિણામે આત્મભાવમાં રમણ કરવું એમાં તપનું તમામ રહસ્ય આવી જાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, નમ્રતા, સેવા, સદાચાર એ તપને સાધે એટલે આત્મકલ્યાણ સુલભ છે. દાન. સેવા, પરોપકાર એ હાટું દાન છે. અભયદાન પણ પરોપકાર છે અને અનુકપ્પાદાન પણ પરોપકાર છે. એ મહાન ફળને આપનાર છે. ભારતમાં ન ભરતાં જરૂરીયાત હોય ત્યાં નાંખવું જોઈએ. આજે સમાજ બેકાર હાલતમાં દુઃખી છે અને આખા દેશમાં આર્થિક મુંઝવણ વ્યાપી રહી છે, દેશના લાખો-કરો ગરીબ ભૂખમરાની આગમાં બળી રહ્યા છે...એવા વિષમ સમયમાં નિરૂપાયેગી જમણવારોમાં, નકારસી--સાહમિવચ્છમાં ધર્મને નામે પૈસા વેરવા અયોગ્ય છે. દાનની દિશા સમજવાની જરૂર છે. સમાજ પર કે દેશ પર આગ વરસી રહી હોય એવા કસમયમાં પણ પ્રજાના હિતાર્થ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy