SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બળ છે. તમે બળવાન, શક્તિમાન બને. તમારી ધાક બીજાઓ પર બેસે તેવી સ્થિતિ ઉપજાવવી જોઈએ. તમારામાં બે ગાબડાં છે. સંપ નથી અને વીર્ય નથી. આથી તમારું પતન થઈ રહ્યું છે. આજે જ્યાં એક મન્દિર ન સંભાળતું હોય ત્યાં બીજું મન્દિર બાંધવા કોઈ ઉભું થાય તે પાપને ભાગી બને છે. સમાજને જેની જરૂરીયાત વધારે હોય તેમાં દાન આપવું એ મોટું દાન કહેવાય. વખત, પરિસ્થિતિ અને દેશ-કાળ સમજો. ધર્મના સિદ્ધાન્ત સમજો. જે વખતે પ્રજા કચડાઈ રહી હોય, બીજાની ગુલામ બની રહી હોય તે વખતે શક્તિવર્ધક દિશામાં દાન કરવું તે હોટું દાન છે. વડોદરામાં વિર વ્યાયામશાળા ગયા ચોમાસામાં સ્થપાઈ છે, જેમાં જૈન બાળકે તાલીમ લે છે. ધમનું સ્થાન અન્તઃકરણ છે. ધમને કેઈએ ઈજા લીધે નથી. એનરિક ચારિત્ર શુધ્ધ હોવું જોઈએ. તેમાં કમી ભેદને સ્થાન નથી. ચરિત્ર વગર મોક્ષ ન હોય, પણ તે આન્તરિક ચારિત્ર સમજવું. કોઈ પણ મનુષ્ય અહિંસક હોય, ત્યાગપરાયણ અને સેવાભાવી હોય અને રાગદ્વેષના હનનમાં ઉદ્યત હોય તે તે મોક્ષપદને લાયક છે. સંકુચિત દૃષ્ટિ દૂર કરે. તમે સંકુચિત દૃષ્ટિ કહાડી નાખે. અન્ય કે જેઓ હિન્દુ છે, હિન્દુધમને અને ગાયને પૂજે છે તેને તમે ધિક્કારી કહાડો છે પણ તે જ અત્યજ મિયાં બની તમારી પાસે આવે ત્યારે તમે તેને માન આપશે! કેટલી બધી અજ્ઞાનતા ! ધર્મનો પાયો મજબૂત બનાવવા માટે સમસ્ત હિન્દુઓનું સંગઠન થવું જરૂરી છે. ગરીબને સગવડ અને સાધને પુરાં પાડો. તેમ કરશે તે તમે તેમને સમજાવી શકશે અને તેઓ તમારી તરફ ખેચાશે. તમે તેઓને ધિક્કાર છે તેથી તેઓ તમારાથી વેગળા ખસી ગુંડાઓને મજબૂત બનાવે છે. જે કન્વર્ટેડ છે તે વધુ નુકશાન કરે છે. તમારે રચનાત્મક કાર્ય કરવું જોઈએ. છેવટે, સ્વર્ગસ્થ શેઠને માટે તમને માન હોય તે તેમને માટે સાચું સ્મારક ઉભું કરવું જોઈએ. આ સ્મારક તે હિન્દુકેમની રક્ષા માટે છે, સમાચિત કત્તવ્ય સમજે અને પ્રગતિના પંથે આવી જાઓ. એ પ્રસંગે એક વિધવા બાઈએ સ્વ. શેઠના સ્મારક ફંડમાં રૂ. ૫૦૦ આપવાનું જાહેર કર્યું હતું, અત્રે એક સભાસદે જણાવ્યું કે આ સભા માત્ર એક પ્રદર્શિત કરવા માટે મળી છે, અને વખત પણ થઈ ગયું છે, માટે બીજી સભામાં આ બાબતની વિચારણા કરવી ઠીક પડશે. એ પછી સભા વિસર્જન થઈ હતી. 1 સાંજવર્તમાન ” ગુરૂવાર તા. ૨૩ જુલાઈ ૧૯૩૧. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy