SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજને મહેદી બેટ પડી છે તેની નેંધ લે છે, તથા સગતના આત્માને શાન્તિ ઈચ્છે છે અને તેમના કુટુમ્બ પર આવી પડેલી અણધારી આફત પ્રત્યે હાદિક સહાનુભૂતિ જાહેર કરે છે. આ ઠરાવ સદ્ગતના કુટુઓ ઉપર મોકલી આપવા કરાવે છે. ઉલા ઠરાવને શેક લલ્લુભાઈ દીપચંદ ઝવેરીએ ટેકો આપતાં સવસ્થ શેઠના ધાર્મિક અને સખાવતી દિલનો પ્રશંસા કરી હતી. ઉપલા ઠરાવને ગિરનારજી તળેટી રસોડાખાતાના સેક્રેટરી શા. ઝવેરચંદ પરમાણુંદ ભણશાલીએ વધુ ટેકે આપતાં સ્વર્ગસ્થ શેઠે અનેક જૈન સંસ્થાએને પિષણ આપીને દેખાડેલા સખાવતી દિલનાં વખાણ કર્યા હતાં. તે પછી કોટ-જૈનમિત્ર સભા તરફથી તે સભાના મંત્રીએ ઉપલા કરાવને વધુ ટેકે આપ્યા બાદ સર્વેએ ઉભા થઈને ઠરાવ ગમ્ભીરતાપૂર્વક પસાર કર્યો હતે. મુનિ મહારાજ શ્રીન્યાયવિજ્યજીનું વ્યાખ્યાન. બાદ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ જણાવ્યું કે આજનું વાતાવરણ કેટલું ગમ્ભીર, વિચિત્ર, ભયંકર અને વિકટ છે તે બધાએ ધ્યાનમાં લેવાની જરૂર છે. તમે બધા ભેગા થઈને, દિલગીરી બતાવીને અને બે આંસુઓ પાડી ગુણગાન ગાઇ વિખેરાઈ જાઓ તેમાં કઈ અર્થ નથી. એ તે વાણીયા ભાઈઓ કરતાજ આવ્યા છે. પણ આટલાથી મને સન્તોષ નહિં થાય. કંઈ પણ રચનાત્મક કાર્ય કરવામાં ન આવે તે આમ ભેગા છે મળવું નકામું છે. આજે સમાજની નામર્દોઈએ કાળો કેર વર્તાવ્યું છે. તમે જનમને શું સમજે છે? તે એક મહાન ધર્મ છે. તમે હાલમાં કયાં ઉભા છે તે શેઠ ગોવિન્દજીના અવસાનના આ બનાવ બતાવી આપ્યું છે. સાચા નાગરિકે બનાવનારો ધર્મ તમારે દેખાડી આપવું જોઈએ કે કેટલાક કહે છે તેમ જૈન ધર્મ કેને નામઢ બનાવનાર ધર્મ નથી, પરંતુ સાચા નાગરિક બનાવનારો ધર્મ છે. વીરને ધમ તે તેના અનુયાયીને હિમ્મતવાન બનાવે. આગલા જમાનામાં કુમારપાળ વગેરે જૈનધર્મીઓએ ભારતવર્ષને દીપાવ્યું હતું. ત્યારે આજના જૈન ભાઈઓની હાલત કેવી છે? આજે જેનેની સ્થિતિ દુર્બળ છે. તમે ઉપાશ્રયમાં આવીને ખલબલીયાં વગાડીને ચાલ્યા જાવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy