SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વૈર-વિધિની હોળી સળગતી હોય એનું શું કરવું? અમારામાં વેરઝેર ભય હેય તે અમારા ઉપદેશની કેટલી અસર? પિતે ન સુધરે એ બીજાને શું સુધારશે ? સાધુ જે સાધુતાનું ભાન ન રાખે અને બેબીની સાથે બેબી થાય તે તે એવાને લજવે, તેની બુરી દશા થાય. (અહીં ઘેબી અને સાધુને કિસ્સો રજુ કરી આજની સાધુતાને તાદશ ચિતાર ખડો કર્યો હતે.) આત્મોન્નતિના મહાન સિદ્ધાન્તો. અહિંસા, સમતા, સત્ય, સંયમ એ આત્મોન્નતિના મહાન સિદ્ધાન્ત છે. મહાવીરની અહિંસાનો એ પ્રભાવ કે એની સામે જન્મવેરી પ્રાણીઓ પણ પિતાનાં વૈર ભૂલી જઈ શાન્તિરસમાં ઝીલવા માંડે. મહાવીરની નસ નસમાં અહિંસાની સરિતાઓ વહે છે, એના મનમાં અહિંસાના દીવા પ્રકાશે છે. એટલે એ મહાન પ્રભુનું અહિંસામય જીવન બીજાઓ ઉપર અહિંસાની છાપ પાડે છે. એની વાણીમાં વહેતે. અહિંસા-રસને ધેધ ઉપસ્થિત પ્રાણુ વગના હદયમાં શાન્તિને રસ રેડે છે. એ મહાન આત્માને નિહાળનારા અને એની વાણીનું પાન કરનારા વૈરવિરોધના પંજામાંથી છુટી જાય એ એની અહિંસાની મહાન્ શક્તિને પ્રભાવ છે. આજે પણ આપણે શું જોઈ રહ્યા છીએ? આપણી નજર સામે આજે અહિંસાને ચમત્કાર દેખાઈ રહ્યા છે. અહિંસાની શક્તિ કેટલું કામ કરે છે એ આજે ભારતવર્ષ જગતને બતાવી રહ્યું છે. આજે દુનિયામાં જ્યારે ઐકય સ્થાપવાના સન્દશા ફેલાઈ રહ્યા છે અને હિન્દુમુસલમાન-ઐકયની મન્ત્રણાઓ ચાલી રહી છે ત્યારે તમે અહિંસાના પૂજારીઓ કહેવાવા છતાં અંદર અંદર લડો એ કેટલું અજાયબી અને દિલગીરીભરેલું છે એને જરા વિચાર કરે. શાસનની કેટલી અગતિ થઈ રહી છે એ તમે નથી જોતા? અહિંસાના પૂજારીમાં હિંસામય આચરણ હેય? તમારાથી વધુ ન બને તે છેવટે શાતિને ભંગ કરવામાં તે તમારે ઉભા ન રહેવું જોઈએ. એટલું તમે સમજી જાઓ તે આજ સમાજમાં ચાલતું ગ્લીચ વાતાવરણ એકદમ શાન્ત પડી જશે એમાં જરા પણ શક નથી. તમે પક્ષાપક્ષીને ઝઘડામાંથી નિકળી જાએ તે સમાજનું વાતાવરણ તત્કાળ ચોખ્ખું થઈ જાય. તમે કોઈના પક્ષકાર ન બને અને એક માત્ર તટસ્થપણે ગુણના પૂજક બને તે હમણાં બધી શાનિ થઈ જાય. “બહુરૂપીઆ ના બને !” આજને “બાણીઓ દેરાસરમાં હોય ત્યારે જુદે અને બજારમાં હોય ત્યારે જુદે ! આમ બહુરૂપીઆ બનવામાં અમૂલ્ય જીવન હારી જવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy