SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તા. ૨૮-૧૧-૧૯૩૧. પૂજ્ય મહારાજ શ્રીન્યાયવિજયજી મહારાજની સેવામાં, વિનતિ સાથ જણાવવાનું કે આજે શ્રી. નરીમાન ટેલીફોન હતો કે આપશ્રી સવારના બરાબર ૮ આઠ વાગ્યે (ટા. ટ.) કેંગ્રેસ-હાઉસમાં પહોંચી શકે. અને તે રીતે ત્યાં દવજવંદનની ક્રિયા પ્રસંગે આપની હાજરીથી તેઓને સોને બહુ આનન્દ થશે. અને એ પ્રસંગે આ૫ હિન્દીમાં અથવા ગુજરાતીમાં થોડું વ્યાખ્યાન આપશે એમ પણ તેમના તરફથી વિનંતિ કરવામાં આવી છે. આપશ્રી સવારમાં કોંગ્રેસ-હોસ્પીટલમાં જવાનું નહિ રાખતાં બપોરના કઈ પણ વખતે રાખશે અને સવારના બરાબર આઠ વાગ્યે કાંગ્રેસ-હાઉસમાં આપ આવી જશે એમ તેઓએ મને જણાવ્યું છે. હું આજે આપની પાસે હમણાં જરૂર આવી જાત. પરતુ હમણાં શ્રી. નરીમાન અહીં આવવાના છે. અને અમારે કેટલેક સ્થળે જવાનું છે. તેથી આવી શક્યું નથી તેની ક્ષમા ચાહું છું. લી. વીરચંદ પાનાચંદ. રાષ્ટ્રધ્વજવંદન. દર માસના છેલા રવિવારને દિવસે રાષ્ટ્રધ્વજ-વન્દનની ક્રિયા થતી હેઈ, તા. ૨૯-૧૧-૩૧ ના રવિવારે સવારે સાડા છ વાગે પ્રભાતફેરી-સંઘના આશ્રય નીચે એક સરઘસ વડગાદી-માંડવીથી નિકળી પ્રીન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી રેડ, દાદીશેઠ, અગીઆર લેન, ગીરગામ રેડ અને પ્રાર્થનાસમાજ થઈ કે ગ્રેસ-હાઉસ ખાતે ગયું હતું. કોંગ્રેસ-હાઉસમાં બરાબર આઠ વાગતાં વન્દમાતરમનું ગીત સ્વયંસેવિકા એ ગાયા બાદ વીર નરીમાને રાષ્ટ્રીય ધ્વજ ફરકતે કર્યો હતે. એ ક્રિયા કરતાં વીર નરીમાને જણાવ્યું કે માસિક રાષ્ટ્રધ્વજવન્દનને પ્રસંગ ગમ્ભીર, પવિત્ર અને અગત્યનું છે. પણ આજે તે આપણે ખાસ ભાગ્યશાળી ગણાઈએ. કેમકે અનેક નેતાઓએ તે અનેક પ્રસંગે આ ક્રિયામાં ભાગ લીધો હશે, પરંતુ મુનિ મહારાજ ન્યાયવિજયજી જેવા મહાન ફિલસુફ અને પ્રખ્યાત વિદ્વાન ધર્મગુરૂ આજે આપણી સાથે આવી ઉભા છે. તેમણે શહેરીઓને આભારી કર્યા છે. કારણ કે તેમણે પિતાનાં શુભ પગલાંથી આજે કોંગ્રેસહાઉસને પાવન કર્યું છે. અને આપણા રાષ્ટ્રમંદિરમાં આપણને તેમનાં પવિત્ર દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy