SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્ર સંબંધિત અને તેની શકિત વિશેનો આપણામાં એવો વિકૃત ખ્યાલ છે કે તેના ખરાસ્વરૂપને સમજવા કે પામવા કાં તો આપણે પ્રવૃત્તિહીન રહીએ છીએ અથવા તો વિપથગામી બનીએ છીએ. ખરી રીતે મંત્રનું હાર્દ ગુરુગમ્ય છે. તે પૂરેપૂરું સમજ્યા વગર જો આપણે પ્રવૃત્ત થઈએ તો કશી સિદ્ધિ સાંપડતી નથી; અને આપણો પ્રયત્ન વ્યર્થ જાય છે. મંત્ર એક એવું શબ્દપ્રતીક છે કે જેયથાશકય પોતપોતાની રીતે, ભગવાનના અને વિશ્વના દષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રોમાં કશું ગૂઢ નથી હોતું, તે બધા મંત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવેલા છે; પણ જ્યારે કોઈ પ્રકાશપ્રાપ્ત ગુરુ, શિષ્યને તે મંત્રની દીક્ષા આપે છે ત્યારે તે મંત્ર એક જીવતું બીજ બની જાય છે. પોતાની આધ્યાત્મિક શકિત વડે ગુરુ શબ્દને જીવન આપતા હોય છે, અને સાથે સાથે શિષ્યમાં રહેલી સુષુપ્ત આધ્યાત્મિક શકિતને જાગૃત કરતા હોય છે. ગુરુની દીક્ષાનું આ રહસ્ય છે. મંત્ર એક ફોર્મ્યુલા છે, જે આપણને એકદમ જીવનના નિત્ય સત્યને તેમજ એને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ સમજાવે છે. મંત્ર એટલે દિવ્યતા. આ દિવ્યશકિત સૂરના રૂપમાં પ્રગટ થતી હોય છે. મંત્ર એ દેવતા જ છે. દિવ્યતાની મંત્ર સાથે એકતા સાધવા સાધકે પોતાના સઘળા પ્રયત્નો કરવા જોઈએ. અને તે જેટલા પ્રમાણમાં કરે છે તેટલા પ્રમાણમાં મંત્રશકિત એની સાધનશકિત, પૂજાશકિતમાં બળ પૂરે છે. દેવ કે દેવીનો મંત્ર તે અક્ષર કે અક્ષરોનો સમૂહ છે કે જે સાધકે પોતાની સાધનશકિત વડે જેનું આહવાન કર્યું હોય તે દેવતાને તેના ચિત્તમાં સ્પષ્ટ દેખાડે છે. મંત્ર એ દેદીપ્યમાન તેજ અગર શકિતનો સમૂહ છે. મંત્ર પ્રકૃતિથી પર એવી શકિતઓ જગાડે છે. મંત્ર સંવાદિતા ઉત્પન્ન કરે છે. તે આપણી આધ્યાત્મિક શકિત તથા સર્જનાત્મક શકિતને પ્રગટાવે છે અને વધારે છે. મંત્રનો જાપ મનનો મેલ (કામ, ક્રોધ વગેરે) ધોઈ નાખે છે. પરિણામે તેના પર ઉચ્ચ આધ્યાત્મિક સત્યનું પ્રતિબિંબ પડી શકે છે. જેમ અગ્નિ સોના પરની અશુદ્ધિ દૂર કરે છે તેમ મંત્ર મન પરનો કાટ બાળી નાખે છે. જે સાધક કોઈ મંત્રની કસોટી પર પોતાના ભિન્ન ભિન્ન અનુભવોને કસે છે અને પોતાની જીવનદષ્ટિ શુદ્ધ કરે છે તેને તે મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી તો તે જ મંત્ર તેનો જીવનપ્રેરક ગુરુ બને છે. આ મંત્રબળથી તે જીવનની ગાંઠ ઉકેલે છે. એવા મંત્રવિદ તપશ્ચર્યા પૂર્ણ થતાં જીવનવિદ અને આત્મવિદ પણ બને છે. જેને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઇ હોય એવા મંત્રવિદ્ર પાસેથી તેની દીક્ષા લેવી એ સારી વાત છે. મંત્રો ચેતનાવાળા તથા જીવંત હોવા જોઇએ. ચૈતન્યયુકત હોય તે જ મંત્રો ગણાય, અને એવા મંત્રો જ સિદ્ધિ કરનારા હોય છે. ચૈતન્ય વગરના મંત્રો કેવળ જડ અક્ષરો છે અને પરિણામે તે ફળતા નથી. અત્યારે જો 'કે 'મંત્ર' શબ્દનો અર્થ પણ નિમ્નસ્તરે ઊતરી ગયો છે. આપણા નિઃસર્વ જીવનને કારણે અનેક પ્રતિષ્ઠિત શબ્દોના અર્થ આપણે નીચે ઉતારી દીધા છે. તેવું જ 'મંત્ર' શબ્દનું થયું છે. ભૂત-પ્રેતના પણ મંત્રો હોય છે, સર્પવિષ હરતાં મંત્રો પણ બોલાય છે, વશીકરણ અદિના પણ મંત્રો હોય છે; એ બધાં મંત્ર શબ્દને યોગ્ય નથી. એ પ્રકારના જે મંત્રો સમાજમાં રૂઢ થયા છે એમને તંત્ર કહી શકાય. એ વિશેષતઃ કલ્પનામૂલક હોય છે. શાસ્ત્રોમાં ૧. મંત્રદેવતા, ૨. મંત્રદાતા ગુરુ અને ૩. મંત્ર - આ ત્રણેની ગણના શ્રદ્ધેય ત્રિપુટી તરીકે કરી છે. આરાધકે મંત્રદેવતા અંગે કે તેના સામર્થ્ય અંગે કે તેના દાતા-મંત્રગુર અંગે શંકા કરવી નહિ, કહ્યું છે કે-- 'मत्रे तीर्थे द्विजे देवे, देवज्ञे भेषजे गुरौ । यादृशी भावना यस्य, सिद्धिर्भवति तादृशी ।।' અર્થાત્ મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવ, જ્યોતિષી, ઔષધ, ગુરુ વગેરેની બાબતમાં જેમની જે પ્રકારની ભાવના હોય છે તેમને તે પ્રકારની સિદ્ધિ સાંપડે છે.' મંત્રવિદોએ તો મંત્રના સાત પ્રકારના અર્થો કહ્યા છે : પ્રકટ અર્થ, ગુપ્ત અર્થ, ગુપ્તતર અર્થ, રહસ્ય અર્થ, કુલ રહસ્ય અર્થ, નિગર્ભ રહસ્ય અર્થ અને પરા૫ર અર્થ. આમાંનો પહેલો (પ્રકટ) અર્થ તો વ્યાકરણ, કોષ વગેરેના આધારે જાણી શકાય, પણ બાકીના અર્થો તો ગુર દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. આથી મંત્રસાધનામાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે. મંત્ર ત્રણ પ્રકારના છે: (૧) સાત્ત્વિક: આ મંત્રો શાંત અને આધ્યાત્મિક પ્રકારના છે અને આત્મશુદ્ધિમાં તે ઉપકારક છે. (૨) રાજસિક આમંત્રોબળ તથા શકિતને પ્રગટ કરે છે; અને તેયશ, ઐશ્વર્ય તથા ભોગાદિમાં ઉપકારક છે. (૩) તામસિકઃ આ મંત્રો દ્વારા પ્રકૃતિની નિમ્ન પ્રકારની શકિતઓનું આવાહન થાય છે; અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy