SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૪૯ સ્તંભન, ઉચ્ચાટન, મારણ આદિમાં ઉપકારક છે. આપણી દષ્ટિ તો મુખ્યત્વે સાત્ત્વિક મંત્રો તરફની જ હોવી ઘટે. કારણ-પરત્વે રાજસિક મંત્રોનું આરાધન કરવાનું છે; પણ તામસિક મંત્રોથી દૂર રહેવાનું છે. પોતાના ક્ષુદ્ર સ્વાર્થ ખાતર અન્યને નુકસાન પહોંચાડવું એ ધર્મ વિરૂદ્ધ છે. દેવદેવીઓનાં વિશિષ્ટ આરાધન કે અનુષ્ઠાનથી કેટલીક મંત્રસિદ્ધિઓ હાંસલ થાય છે, અને તે દ્વારા ચોક્કસ પરિણામો લાવી શકાય છે. તંત્રકારોની ભાષામાં તેને પકર્મ કહેવાય છેઃ ૧. શાંતિકર્મ (સાથે તુષ્ટિકર્મ અને પુષ્ટિકર્મ પણ જોડાયેલાં છે.), ૨. વણ્યકર્મ, ૩. વિશ્લેષણ કર્મ, ૪. સ્તંભનકર્મ, ૫. ઉચ્ચાટન કર્મ અને ૬. મારણ કર્મ. આ છ પ્રકારોમાંથી સર્વપ્રથમ શાંતિકર્મ છે, તે અવશ્ય કરવાયોગ્ય છે અને તે માનવજીવનની મોટી આવશ્યકતા છે. તેથી તે અંગે થતો મંત્રશકિતનો ઉપયોગ સુવિહિત મનાયેલ છે. બાકીનાં કર્મો (૨ થી ૬) કરવાં જેવાં નથી. લોકહિતાર્થે તે કરવાં પડે તો નછૂટકે કરવાં; પણ તેનું પ્રાયશ્ચિત કરવું પડે. વળી, તે અધિકારી પુરુષો જ કરી શકે છે. જૈન-ધર્મ-દર્શન અનુસાર શ્રી પદ્માવતી દેવીનાં વિશિષ્ટ આરાધન કે અનુષ્ઠાનથી કેટલીક મંત્રસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા ચોક્કસ પરિણામો લાવી શકાય છે. તે દ્વારા પણ ૫ટ્રકર્મ સિદ્ધ થઈ શકે છે; પરંતુ તેની મર્યાદાઓ પણ જાણવી જોઈએ. જે મંત્રશકિત દ્વારા માનવ-તિર્યંચ-દેવકૃત ઉપસર્ગો (ઉપદ્રવો) દૂર થાય, આપણા પર થયેલા ઘાતક પ્રયોગોનો છેદ થાય, ગ્રહોની દુષ્ટ અસરોનું નિવારણ થાય, વિવિધ પ્રકારના વ્યાધિઓનું શમન થાય તથા ગૃહકલેશ દૂર થઈ વાતાવરણમાં શાંતિ પ્રસરે તેને શાંતિકર્મ કહેવાય છે. શાંતિકર્મ સાથે તુષ્ટિ (જય) તથા પુષ્ટિ (ભાગ્યોદય)નો સમાવેશ થઈ જાય છે. બાકી અન્ય પ્રકારના મંત્રો જેવા કે, શત્રનો નાશ કરનારા વગેરેમાં પડવા જેવું નથી. વળી, તે કુત્સિતભાવ દર્શાવે છે. છતાં, શાસ્ત્રોએ આ પ્રકારના મંત્રોની છૂટ ત્યારે જ આપેલી છે કે જ્યારે પ્રાણસંકટનો પ્રશ્ન આવી પડયો હોય કે આજીવિકા છીનવાઈ જતી લાગે ત્યારે સ્વબચાવ માટે, ન છૂટકે, પ્રયોગ કરવો. આપણાં મનમાં અન્ય વ્યકિતઓ માટે જેવા સંકલ્પો કરવામાં આવે છે તેનાં તેવાં જ પ્રતિસ્પંદનો સામેની વ્યકિતમાં પણ થાય છે જ. વળી, જે ઈષ્ટદેવને આપણે માનીએ છીએ કે પૂજીએ છીએ તે સામેની વ્યકિતમાં પણ અંતર્યામી રૂપે રહેલો જ છે, તેથી આપણે શત્રુનો દ્વેષ કરતા નથી, પણ અંતર્યામી રૂપે આપણા ઈષ્ટદેવનો જપ કરીએ છીએ. આમ છતાં, શત્રુની અસહ્ય પીડા હોય ત્યારે ઈષ્ટદેવ પાસે તેનું અકલ્યાણ ઈચ્છયા સિવાય માત્ર પોતાનું દુઃખ દૂર કરવા જ પ્રાર્થના કે મંત્રાનુષ્ઠાન કરવાથી દુઃખમુકિત અવશ્ય થાય છે, અને તે શ્રેયમાર્ગ છે. -પ્રણવમંત્રઃ બધા મંત્રોમાં સૌથી બળવાન અને અર્થયુકત મંત્ર પ્રણવ એટલે કે ૐછે. વૈદિક સમયથી તે અત્યાર સુધી 5ને પ્રતીક તરીકે અને આધ્યાત્મિક સાધકો માટે ધ્યાનમાં સહાયક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. દરેક મંત્રમાં ૐ પ્રણવ જોડવામાં આવે છે. ૐ એ એક ગૂઢ સંકેત છે ને તેમાંથી કશો જ લૌકિક કે ઐહિક અર્થ સમજી શકાતો નથી. એટલે અલૌકિક, વૈદિક કે પારમાર્થિક કર્મોમાં રહેલું ઈશ્ર્વરનું સ્વરૂપ સચવવા માટે ૐ એ એક ઉત્તમ નિશાની કે સંજ્ઞા છે. બ્રહ્મજ્ઞાની ઋષિઓ સ્વાધ્યાય, યજ્ઞ, દાન, તપ ઈત્યાદિ સર્વ વૈદિક કે પારમાર્થિક કર્મો ઊંચે સ્વરે ૩ૐકારના ઉદ્ઘોષો કરીને શરૂ કરતા, તેનું આ જ કારણ છે. મંત્રશાસ્ત્રમાં પ્રણવને સેતુ અથવા પુલ કહ્યો છે; જેમ નદી-નાળાં પાર કરવા માટે પુલની જરૂર રહે છે તેમ. પ્રણવથી યુકત મંત્રદૈવી-જગતમાં પહોંચાડવા માટે બધી મુશ્કેલીઓથી મુકત હોયછે; અને તેણે પૂર્ણ શકિત પ્રાપ્ત કરી લીધી હોય છે. મંત્રશકિત જાગૃત કરવા માટે જેનો પ્રથમ પ્રયોગ થાય એ સેતુ કહેવાય છે. દા. ત. % નમઃ શિવાય, ઝનકોમરિહંતા, ઝૉન વગેરે. મંત્રવિશારદો ૐને ધ્રુવબીજ, વિનયબીજ કેતેજોબીજ લેખે છે. શાસ્ત્રોમાં તેને માટે અનેક પ્રકારના સાંકેતિક નામોનો પ્રયોગ થયેલો છે, જેમ કે, વર્તુળ, તાર, વામ, હંસકારણ, મંત્રાદ્ય, પ્રણવ, સત્ય, બિન્દુશકિત, ત્રિદૈવત, ત્રિશિખ વગેરે. ૐકારની શકિત વિશે કહેવાયું છે -- ॐ कारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐ काराय नमो नमः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy