SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૩૨૫ મથુન સેવ્યું અને ન સેવ્યું. હે ભગવંત ! આટલા માત્ર કારણમાં આવું ઘોર દુખે કરી મુક્ત કરી શકાય તેવું બદ્ધ પૃષ્ટ નિકાચિત કર્મબંધ થાય છે? હે ગૌતમ ! એમ જ છે. એમાં ફેરફાર થતો નથી. હે ભગવંત! તેણે તીર્થંકર નામકર્મ એકઠું કર્યું હતું. એકજ ભવ બાકી રાખ્યો હતો અને ભવ સમુદ્ર તરી ગયા હતા. તો પછી અનંત કાળ સુધીના સંસારમાં શા માટે રખડવું પડ્યું! હે ગૌતમ! પોતાના પ્રમાદના દોષના કારણે. માટે આ જાણીને હે ગૌતમ ! ભવ વિરહ ઈચ્છતા શાસ્ત્રોનો સદૂભાવ જેણે સારી રીતે જાણ્યો છે. એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યન્ત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતની પાસેથી સાંભળેલું (તમને) કહું છું. | પાંચમા અધ્યયનની-મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. ) ( અધ્યયનઃ ૬-ગીતાર્થવિહાર [૮૫] હે ભગવંત! જે રાત દિવસ સિદ્ધાન્ત સૂત્રો ભણે શ્રવણ કરે, વ્યાખ્યાન કરે, સતત ચિંતન કરે તે શું અનાચાર આચરે! હે ગૌતમ! સિદ્ધાન્તમાં રહેલ એક પણ અક્ષર જે જાણે છે, તે મરણાન્ત પણ અનાચાર ન સેવે. [૮૪૬] હે ભગવંત! તો દશપૂર્વી મહાપ્રશવાળા નંદિષેણે પ્રવજ્યાનો ત્યાગ કરીને શા માટે ગણિકાના ઘરે પ્રવેશ કર્યો ? એમ કહેવાય છે કે હે ગૌતમ!. [૮૪૭-૮૫૨] તેને ભોગફલ ખલનાનું કારણ થયું. તે હકિકત પ્રસિદ્ધ છે. છતાં પણ ભવના ભયથી કંપતો હતો. અને ત્યાર પછી જલ્દી દીક્ષા અંગીકાર કરી. કદાચ પાતાલ ઉંચા મુખવાળું થાય, સ્વર્ગ નીચા મુખવાળું થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપી ફેરફારને વિઘટિત થતું નથી. બીજુ તેણે સંયમના રક્ષણ માટે ઘણા ઉપાયો કર્યા શાસ્ત્રાનુંસારે વિચાર કરીને ગુરુના ચરણકમળમાં લિંગ-વેષ અર્પણ કરીને કોઈ ના ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ કરતો પોતાના ચારિત્રમોહનિય કર્મના ઉદયથી સર્વવિરતિ-મહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ-સૃષ્ટ-નિકાચિત્ત એવું કર્મનું ભોગફલ ભોગવતો હતો. હે ભગવંત! શાસ્ત્રમાં નિરુપણ કરેલા એવા તેણે કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણપણું છોડીને તે આજે પણ હજુ પ્રાણ ધારણ કરે છે ? હે ગૌતમ ! કેવલીઓએ પ્રરૂપેલા આ ઉપાયોને સુચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ કરે તે આ પ્રમાણે - [૮૫૩-૮૫૫] જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુષ્કર, ઘોર, એવા પ્રકારનું આઠગણું તપ શરું કરે. કોઈ રાતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત પરથી ભ્રગુપાત કરે, કાંટાળાં આસન પર બેસે, વિષનું પાન કરે, ઉદૂબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર છે, પરન્તુ મહાવ્રતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે, વિરાધના કરવી યોગ્ય નથી. કદાચ આ કરેલા ઉપાયો કરી શકવા સમર્થ ન થાય તો ગરને વેષ સમર્પણ કરીને એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન . આવે, અણુવ્રતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધ્વસતા ન પામે. [૮૫૬-૮૬૪] હે ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત પરથી પડવાનું આરંભ્ય ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવામાં આવી કે પર્વત પરથી પડવા છતાં પણ મૃત્યુ થવાનું નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયા. તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy