SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૪ મહાનિસીહ-૫-૮૪૪ ખાન, પાન, ભોગો, ઉપભોગોથી રહિત ગર્ભવાસથી માંડીને સાતવર્ષ બે મહિના, ચાર દિવસ સુધી માવજજીવન જીવીને વિચિત્ર શારીરિક, માનસિક, ઘોર દુઃખથી પરેશાની. ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધ કરનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મના દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નિકળી તિર્યંચ ગતિમાં કુંભારને ત્યાં બળદપણે ઉત્પન્ન થયો. તેને ત્યાં ચકી ગાડાં હળ અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા, વળી અંદર કોહાઈ ગઈ. ખાંધમાં કમિઓ ઉત્પન્ન થઈ. જ્યારે હવે ખાંધ ઘોંસર ધારણ કરવા માટે સમર્થ નથી એમ જાણીને તેનો સ્વામી કુંભાર તેથી પીઠ પર ભાર વહન કરાવવા લાગ્યો. હવે વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે તેની પીઠ પણ ઘસાઈને કોહાઈ ગઈ. તેમાં પણ કીડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ અને તેનું ઉપરનું ચામડું નીકળી ગયું, અને અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યાર પછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે, એમ જાણીને તેને છૂટો મૂકી દીધો. હે ગૌતમ ! તે સાવદ્યાચાર્યનો જીવ સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મુકી દીધો. ત્યાર પછી અતિશય સડી ગએલા ચર્મવાળા, ઘણાં કાગડા કૂતરા કૃમિઓના કુળોથી અંદર અને બહારથી ખવાતો બચકા ભરાતો ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ વેદનાથી વ્યાપ્ત શરીરવાળો મનુષ્ય ગતિમાં મહાધનાઢ્ય કોઈ મોટાના ઘરે જન્મ્યો. ત્યાં પણ વમન કરવાનું ખારા, કડવા, તીખાં, કષાએલા, સ્વાદવાળા ત્રિફલા ગુગ્ગલ વગેરે ઔષધિઓના કાઢા પીવા પડતા હતા, હંમેશા તેની સાફસુફી કરવી પડે, અસાધ્ય, ઉપશમ ન થાય, ઘોર ભયંકર દુઃખોથી જાણે અગ્નિમાં શેકાતો હોય તેવા આકરા દુઃખો ભોગવતા ભોગવતા તેનો મળેલો મનુષ્યભવ નિષ્ફળ ગયો. એ પ્રમાણે હે ગૌતમ ! સાવદ્યાચાર્યને જીવ ચૌદ રાજલોકમાં જન્મ-મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણા લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્ય યોગે લોકની અનુવૃત્તિથી તીર્થંકર ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી અહિં શ્રી ૨૩માં પાર્શ્વનાથ તીર્થંકરના કાલમાં સિદ્ધિ પામ્યો. હે ગૌતમ ! સાવદ્યાચાર્યે આ પ્રમાણે દુઃખ મેળવ્યું. હે ભગવંત ! આવા પ્રકારનું દુસ્સહ ઘોર ભયંકર મહાદુઃખ આવી પડ્યું, તેને ભોગવવું પડ્યું. આટલા લાંબા કાળ સુધી આ સર્વે દુઃખો કયા નિમિત્તે ભોગવવાં પડ્યાં! હે ગૌતમ! તેં કાલે તે સમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત આગમ કહેલું છે. એકાંતે પ્રરૂપણા ન કરાય પણ અનેકાન્તથી પ્રરૂપણા કરાય, પરન્તુ અપકાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મિથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દ્રઢપણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થિઓ માટે નિષેધેલ છે. અહિં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં આવે તો સખ્ય માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થાય છે, તેથી આજ્ઞા ભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે. હે ભગવંત! શું તે સાવદ્યાચાર્યે મૈથુન સેવન કર્યું હતું? હે ગૌતમ! સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમજ નથી સેવ્યું તેમ પણ નહિ. હે ભગવંત! આમ બન્ને પ્રકારે કેમ કહો છો ! હે ગૌતમ! જે તે આયએિ તે કાળે મસ્તકથી પગનો સ્પર્શ કર્યો, સ્પર્શ થયો તે સમયે તેણે પગ ખેચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy