SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ મહાનિસીહ- દો-૮૫૬ તેમણે કહ્યું કે તારું અકાલે મૃત્યુ નથી. તો પછી વિષમ ઝેર ખાવાને માટે ગયો. ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શકતો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા ઉત્પન્ન થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે? મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મલ-ઉજ્જવલ વર્ણવાલા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉડાહણા કરાવીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગરાના પુષ્પની પ્રભા અલ્પકાળમાં કરમાવાની છે, જ્યારે જિન શાસનતો કલિકાલની કલુષતાના મલ અને કલંકથી સર્વથા રહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે, માટે સમગ્ર દારિદ્રય, દુઃખ અને કલેશોનો ક્ષય કરનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો પછી ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ? દુખે કરી ગમન કરી શકાય, મોટી મોટી ઉંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય. તેવા પર્વત પર ચઢીને જેટલામાં વિષયાધીન બનીને હું લગીર પણ શાસનની ઉડ્ડાહના ન કરે તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટુકટે ટુકડા કરી નાખ્યું. એ પ્રમાણે ફરી પણ છેદાએલા શિખરોવાળા મહાપર્વતના શિખર પર ચઢીને આગાર રાખ્યા વગર પચ્ચખાણ કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા :અકાલે તારું મૃત્યુ થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને શરીર છે. માટે બદ્ધ સૃષ્ટ નિકાચિત્ત) ભોગફલ ભોગવીને પછી સંયમ સ્વીકાર. [૮૫-૮૭૦ આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત કરીને (આત્મ હત્યા કરતા) રોક્યા ત્યારે ગુરુના ચરણ કમળમાં જઈને તેમની પાસે વેષ અર્પણ કરીને પછી નિવેદન કર્યું કે- સુત્ર અને અર્થોનું સ્મરણ કરતો કરતો દેશાન્તરમાં ગયો હતો, ત્યાં આહાર ગ્રહણ કરવા માટે વેશ્યાના ઘરે જઈ ચડ્યો. જ્યારે મેં ધર્મલાભ સંભળાવ્યો ત્યારે મારા પાસે અર્થલાભની માગણી કરી. ત્યારે મારે તેવા પ્રકારની લબ્ધિ સિદ્ધ થએલી હોવાથી મેં તે વખતે કહ્યું કે ભલે તેમ થાઓ. તે વખતે ત્યાં સાડાબાર કોડ પ્રમાણ. દ્રવ્યની સુવર્ણ વૃષ્ટિ કરાવીને તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઉંચા વિશાળ ગોળ સ્તનવાળી ગણી કા દ્રઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ચાલ્યો કેમ જાય છે? ભવિતવ્યના યોગે નંદિપેણે પણ પ્રસંગને અનુરૂપવિચાર કરીને કહ્યું કે તને જે વિધિ ઈષ્ટ હોય તેનેતારે તે દ્રવ્ય આપવું. [૮૭૧-૮૭૪] તે સમયે તેણે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ કર્યો. કયો અભિગ્રહ કયો? દરરોજ મારે દશ દશને પ્રતિબોધ પમાડવા અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાનવિધિ ન કરવી. દરરોજ મારી પ્રતિજ્ઞા પુરી ન થાય ત્યાં સુધી મારે Úડિલમાનું. (ઝાડો-પેશાબ) ન કરવા. બીજું પ્રવજ્યા. લેવા તૈયાર થએલાને મારે પ્રવજ્યા ન આપવી. કારણકે ગુરુનો જેવો વેશ હોય (અથતું ગુરનું જેવું આચરણ હોય તેવું જ શિષ્યનું થાય છે). તેવો જ શિષ્યનો હોય છે. ગણિકાએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા કરીને લુચિત મસ્તકવાળા અને જર્જરિત દેહવાળા નંદિપેણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના સ્નેહપાસમાં તે બંધાઈ ગયો. [૮૭૫-૮૭૭] આલાપ-વાતચીત કરવાથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, રતિથી વિશ્વાસ ઉત્પન્ન થાય. વિશ્વાસથી સ્નેહ એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે તે નંદિષેણ પ્રેમપાશથી બંધાએલો હોવા છતાં પણ શાસ્ત્રમાં કહેલ એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy