SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૩૨૩ તે રસના વેપારીને આ સર્વ હકીકતની જાણ કરવામાં આવી. વેપારીએ રાજાને ફરીયાદ કરી. રાજાએ વધ કરવાનો હુકમ કર્યો. ત્યાં રાજ્યમાં એવા પ્રકારનો કોઈ કુલધર્મ છે કે જે કોઈ ગર્ભવતિ સ્ત્રી ગુનેગાર ઠરે અને વધની શિક્ષા પામે પરન્તુ જ્યાં સુધી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તેને ન મારી નંખાય. વધ કરવા માટે નિયુક્ત કરેલા અને કોટવાલ વગેરે તેને પોતાના ઘરે લઈ જઈને પ્રસૂતિ સમયની રાહ જોવા લાગ્યા. અને તેની રક્ષા કરવા લાગ્યા. કોઈક સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકો તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે તેણે સાવધાચાર્યના જીવને બાળક રૂપે જન્મ આપ્યો. ત્યાર પછી જન્મ આપીને તરત જ તે બાળકનો ત્યાગ કરીને મરણના ભયથી અતિત્રાસ પામતી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ! જ્યારે તે એક દિશામાં નાસી ગઈ પછી પેલા ચંડાલોને જાણવામાં આવ્યું કે તે પાપીણી નાસી ગઈ. વધ કરનારના આગેવાને રાજાને નિવેદન કર્યું કે - હે દેવ ! કેળના ગર્ભ સરખા કોમળ બાળકનો ત્યાગ કરીને દુરાચારિણી તો નાસી ગઈ. રાજાએ તેઓને સામો ઉત્તર આપ્યો કે ભલેને ભાગી ગઈ તો તેને જવાદો, પરન્તુ તે બાળકની બરાબર સાર સંભાળ કરજો. સર્વથા તેવો પ્રયત્ન કરવો કે જેથી તે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે આ પાંચ હજાર-દ્રવ્ય ગ્રહણ કરો. ત્યાર પછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાના પુત્રનું પાલન-પોષણ કર્યું કોઈક સમયે કાલક્રમેં તે પાપકર્મી ફાંસી દેનારનો અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળકને તેનો વારસદાર બનાવ્યો. પાંચસો ચંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં કસાઈઓના અધિપતિ પદે રહેલો છે તેવા પ્રકારના ન કરવા યોગ્ય પાપ કાર્યો કરીને હે ગૌતમ ! તે અપ્રતિષ્ઠાન નામની સાતમી નારક પૃથ્વીમાં ગયો. આ પ્રમાણે સાવધાચાર્યનો જીવ સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંકર દુઃખો તેત્રીશ સાગરોપમના લાંબા કાળ સુધી મહા કલેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીકળીને અહિં અંતરદ્વીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મરીને તિર્યંચ યોનિમાં પાડા પણ ઉત્પન્ન થયો. ત્યાં પણ જે કોઈ નરકના દુખ હોય તેના સરખા નામવાળા દુઃખો છવ્વીસ વર્ષ સુધી ભોગવીને ત્યાર પછી હે ગૌતમ ! મૃત્યુ પામીને. મનુષ્યમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને તે સાવદ્યાચાર્યનો જીવ વસુદેવ પણે ઉત્પન્ન થયો. ત્યાં પણ યથાયોગ્ય આયુષ્ય પરિપૂર્ણ કરીને અનેક સંગ્રામ આરંભ-સમારંભ મહાપરિગ્રહના દોષથી મરીને સૌતમી નારકીએ ગયો. ત્યાથી નિકળીને ઘણા લાંબા કાળે ગજકર્ણ નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારના દોષથી દૂર અધ્યવસાયની મતિવાળો મરીને ફરી પણ સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળીને ફરી પણ તિર્યંચગતિમાં પાડાપણે ઉત્પન્ન થયો. ત્યાં નરકની ઉપમાવાળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો પછી બાલવિધવા કુલટા બ્રાહ્મણ પુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. હવે તે સાવદ્યાચાર્યનો જીવ કુલટાના ગર્ભમાં રહેલો હતો ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાખવા માટે, સડાવવા માટે ક્ષારો, ઔષધો, યોગોના પ્રયોગ કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, દુષ્ટ વ્યાધિથી સબડતો પર ઝરાવતો, સલ સલ કરતા કૃમિઓના સમૂહવાળો તે કીડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા. ઘોર દુઃખના નિવાસભૂત ગવાસથી તે બહાર નીકળ્યો. હે ગૌતમ ! ત્યાર પછી સર્વ લોકો વડે નિંદાતો, ગહતો, દુર્ગછા કરાતો, તીરસ્કારનો સર્વ લોકથી પરાભવ પમાતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy