SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ મહાનિસીહ-૫-૧૮૪૪ [૮] ત્યારે ફરી પણ તે દુરાચારીઓએ કહ્યું કે તમે આવા આડાઅવળા સંબંધ વગરના દુભાષિત વચનોનો કેમ પ્રલાપ કરોછો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હોતો ઉભા થાવ, આસન છોડી દે અહિંથી જલ્દી આસન છોડીને નીકળી જાય. જ્યાં તમોને પ્રમાણભૂત ગણીને સર્વ સંઘે તમોને શાસ્ત્રનો સદુભાવ કહેવા માટે ફરમાવેલું છે. હવે દેવના ઉપર શો દોષ નાખવો? - ત્યાર પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા પ્રશ્ચાતાપ કરીને હે ગૌતમ! બીજું કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવદ્યાચાર્ય કહ્યું કે - આગમ ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી યુક્ત હોય છે. તમે આ જાણતા નથી કે એકાંત એ મિથ્યાત્વ છે. જિનેશ્વરોની આજ્ઞા અનેકાંતવાળી હોય છે. હે ગૌતમ ! જેમ ગીખના તાપથી સંતાપ પામેલા મોરના કુળોને વર્ષાકાળના નવીન મેઘની જળધારા જેમ શાન્ત પમાડે, અભિનન્દન આપે, તેમ તે દુષ્ટ શ્રોતાઓએ તેને બહુ માનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું. ત્યાર પછી તે ગૌતમ ! એકજ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારી પણાનું કર્મ બાંધી ? તેનું પ્રતિક્રમણ પણ કર્યા વગર પાપ-સમૂહના મહાત્કંધ એકઠા કરાવનાર તે ઉત્સુત્ર વચનનો પશ્ચાતાપ કર્યા વગરનો મરીને તે સાવદ્યાચાર્ય પણ વ્યંતર દેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે પરદેશ ગએલા પતિવાળી પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયો. કોઈક સમયે તેની માતા પુરોહિતની પત્નીના. જાણવામાં આવ્યું કે પતિ પરદેશમાં ગએલો છે અને પુત્રી ગર્ભવતી થઈ છે, એ જાણીને હા હા હા આ મારી દુરાચારી પુત્રીએ મારા સર્વ કુલના ઉપર મશીનો કુચડો ફેરવ્યો. આબરૂનું પાણી કર્યું. આ વાત પુરોહિતને જણાવી. તે વાત સાંભળીને લાંબાકાળ સુધી, અતિશય સંતાપ પામીને દ્ધયથી નિર્ધાર કરીને પુરોહિતે તેને દેશમાંથી કાઢી મૂકી, કારણકે આ મહા અસાધ્ય ન નીવારણ કરી શકાય તેવો અપયશ ફેલાવનાર મોટો દોષ છે, તેનો મને ઘણો ભય લાગે છે. - હવે પિતાએ કાઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડાકાળ પછી ઠંડી ગરમી વાયરાથી પરેશાન થએલી દુષ્કાળના દોષથી સુધાથી દુર્બલ કંઠવાળી તેણે ઘી તેલ આદિ રસના વેપારીના ઘરે દાસપણે પ્રવેશ કર્યો. ત્યાં ઘણી મદિરાપાન કરનારાઓ પાસેથી એંઠી મદિરા મેળવીને એકઠી કરે છે. અને વારંવાર એંઠું ભોજન ખાય છે. કોઈક સમયે નિરંતર એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાનું પાન કરીને તથા માંસનું ભોજન કરીને રહેલી હતી. ત્યારે તેને તેવા પ્રકારનો દોહલો, (ઇચ્છા) ઉત્પન્ન થયો કે હું બહુ મદ્યપાન કર્યું. ત્યાર પછી નટ, નાટકિયા, છત્ર ધરનારા, ચારણો, ભટ, ભૂમિ ખોદનાર, નોકર, ચોર વગેરે હલકી જાતિવાળાઓ સારી રીતે ત્યાગ કરેલ એવી ખરી, મસ્તક, પંછ, કાન, હાડકાં મૃતક વગેરે શરીર અવયવો. વાછરડાનાં તોડેલા અંગો જે ખાવા યોગ્ય ન હોય અને ફેંકી દીધેલા હોય તેવા હલકા એઠાં માંસ મદિરાનું ભોજન કરવા લાગી. ત્યાર પછી તે એંઠાં માટીના કોડીયામાં જે કાંઈ નાભીના મધ્યભાગમાં વિશેષ પ્રકારે પક્વ થએલું માંસ હોય તેને ભોજન કરવા લાગી. એ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી મધ અને માંસ ઉપર અતિશય ગૃદ્ધિવાળી બની. ત્યાર પછી તે રસના વેપારીના ઘરમાંથી કાંસાના ભાજન વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને બીજા સ્થાને વેચીને માંસ સહિત મધનો ભોગવટો કરવા લાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy