SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયનન્ય ર૧ જણાવું-એમ વિચારીને હે ગૌતમ ! સમગ્ર અવયવ વિશુદ્ધ એવી તે ગાથાનું યથાર્થ વ્યાખ્યાન કર્યું. આ અવસરે હે ગૌતમ ! દુરંત પ્રાન્ત અધમ લક્ષણવાળા તે વેષધારીઓએ સાવધાચાર્યને પ્રશ્ન કર્યો કે - જો એમ છે તો તમે પણ મુલગુણ રહિત છો. કારણકે તમે તે દિવસ યાદ કરો કે પેલી આર્યા તેમને વંદન કરવાની ઇચ્છાવાળી હતી ત્યારે વંદન કરતા કરતા મસ્તકથી પગનો સ્પર્શ કર્યો. તે સમયે આ લોકના અપયશથી ભયપામેલા અતિ અભિમાન પામેલા તે સાવધાચાર્યનામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ કંઈક તેવું નામ પાડશેતો સર્વ લોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે અહિં મારે શું સમાધાન આપવું ? એમ વિચારતા સાવધાચાર્યને તીર્થંકરનું વચન યાદ આવ્યું કે - જે કોઈ આચાર્ય કે ગચ્છનાયક અથવા ગચ્છાધિપતિ શ્રુત ધારણ કરનાર હોય તેણે જે કંઈ પણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનકોને પ્રતિષેધેલા હોય તે સર્વ શ્રુતાનુસારે જાણીને સર્વ પ્રકારે ન આચરે તેમજ આચરનારને સારો ન માને તેની અનુમોદના ન કરે, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, ભયથી, હાસ્યથી, ગારવથી, દર્પથી, પ્રમાદથી વારંવાર ચુકી જવાથી કે સ્ખલના થવાથી દિવસે કે રાત્રે એકલો હોય કે પર્ષદામાં રહેલો હોય, સુતેલો અગર જાગતો હોય. ત્રિવિધ ત્રિવિધે મન-વચનકે કાયાથી આ સૂત્રકે અર્થના એક પણ પદના જે કોઈ વિરાધક થાય. તે ભિક્ષુ વારંવાર નિંદનીય, ગહણીય, ખીંસા કરવા યોગ્ય, દુગંચ્છા ક૨વા યોગ્ય, સર્વલોકથી પરાભવ પામનારો, અનેક વ્યાધિ વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ કરનારા થાય છે, તેમાં પરિભ્રમણ કરતા એક ક્ષણ પણ ક્યાયં કદાચિત્ પણ શાંતિ મેળવી શકતો નથી. તો પ્રમાદાધીન થએલા પાપી અધમાધમ હીન સત્ત્વવાળા કાયર પુરુષ સરખા મને અહિંજ આ મોટી આપત્તિ ઉભી થઈ છે કે જેથી હું અહિં યુકતી વાળું કોઈ સમાધાન આપવા સમર્થ થઈ શકતો નથી. તથા પરલોકમાં પણ અનંતભવ પરંપરામાં ભ્રમણા કરતો અનંતીવારના ઘોર ભયંકર દુઃખ ભોગવનારો થઈશ. ખરેખર હું મંદભાગ્યવાળો થયો છું. આ પ્રમાણે વિચારતા એવા સાવધાચાર્યને દુરાચારી પાપકર્મ કરનારા દુષ્ટ શ્રોતાઓએ બરાબર જાણી લીધા, કે આ ખોટો અતિશય અભિમાન કરનારો છે. તત્પર પછી ક્ષોભ પામેલા મનવાળા અતિ અભિમાની થએલા તેને જાણીને તે દુષ્ટ શ્રોતાઓએ કહ્યું કે જ્યાં સુધી આ સંશયને છેદશો નહિં ત્યાં સુધી વ્યાખ્યાન ઉઠાડશો નહિં, માટે આનું સમાધાન દુરાગ્રહને દુર કરવા સમર્થ પ્રૌઢયુક્તિ સહિત આપો. ત્યારે તેણે વિચાર્યું કે હવે તેનું સમાધાન મેળવ્યા સિવાય તેઓ અહિંથી નહિં જાય. તો હવે હું તેનું સમાધાન કેવી રીતે આપું ? એમ વિચારતો ફરી પણ હે ગૌતમ ! તે દુરાચારીઓએ તેને કહ્યું કે તમે આમ ચિંતાસાગરમાં કેમડૂબી ગયા છે ? જલ્દી આ વિષયનું કંઈક સમાધાન આપો. વળી એવું સચોટ સમાધાન આપો કે જેથી કરીને કહેલી આસ્તિકતામાં તમારી યુક્તિ વાંધા વગરની-અવ્યક્તિચારી હોય. ત્યાર પછી લાંબા સમય સુધી હૃદયમાં પરિતાપ અનુભવીને સાવધાચાર્યે મનથી ચિંતવ્યું અને કહ્યું કે આજ કારણે જગદ્ગુરુએ કહેલું છે કે [૮૪૩] કાચા ઘડામાં નાખેલું જળ જેવી રીતે જળ અને તે ઘડાનો વિનાશ કરે છે, તેમ અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ તેનો અને સૂત્રાર્થનો નાશ કહે છે. આવા પ્રકારનું સિદ્ધાન્ત રહસ્ય છે કે અલ્પ-તુચ્છ આધાર નાશ પામે છે. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy