SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩૦૯ કરીશ, નહીં. કદાચ મારા પ્રાણ પણ તેમ કરતા ચાલ્યા જશે તો પણ હું આરાધક થઈશ. આગમમાં કહેલું છે કે આ લોક કે પરલોકની વિરુદ્ધ કાર્ય હોય તે માટે ન આચરવું, ન આચરાવવું કે આચરતાને મારે સારો ન માનવો, તો આવા ગુણયુક્ત તીર્થકરોનું કહેલું પણ તેઓ કરતા નથી તો હું તેમનો વેષ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રરૂપણા કરેલી છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન અયોગ્ય આચરે તો તેને જો ભૂલ સુધારવા માટે સારણા વારણા, ચોયણા, પ્રતિચોયણા, કરવી જોઈએ, એ પ્રમાણે સારણા વારણા ચોયણા પહિચોયણા કરવા છતાં પણ જે વડીલના વચનને અવગણીને આળસ કરતો હોય, કહ્યા પ્રમાણે વર્તાવિ ન કરતો હોય, તહરી કરીને આજ્ઞાને સ્વીકારતો ન હોય, “ઈચ્છનો પ્રયોગ કરીને તેવા અપૂકાર્યમાંથી પાછો હઠતો ન હોયતો તેવાનો વેષ ગ્રહણ કરીને કાઢી મૂકવો જોઈએ. એ પ્રમાણે આગમમાં કહેલા. ન્યાયથી હે ગૌતમ ! તે આચાર્યે જેટલામાં એક શિષ્યનો વેશ (ગ્રહણ કરી) ખેંચી લીધો. તેટલામાં બાકીના શિષ્યો દરેક દિશામાં નાસી ગયા. ત્યાર પછી તે ગૌતમ ! તે આચાર્ય જેટલામાં ધીમે ધીમે તેઓની પાછળ જવા લાગ્યા, પણ ઉતાવળા ઉતાવળા જતા ન હતા. હે ગૌતમ ! ઉતાવળા ચાલેતો ખારી ભૂમિમાંથી મધુરભૂમિમાં સંક્રમણ કરવું પડે. મધુર ભૂમિમાંથી ખારી ભૂમિમાં ચાલવું પડે. કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળીમાંથી કાળીભૂમિમાં, જળમાંથી સ્થલમાં, સ્થલમાંથી જલમાં સંક્રમણ કરીને જવું પડે તે કારણથી વિધિથી પગોની પ્રમાર્જના કરી કરીને સંક્રમણ કરવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન કરવામાં આવે તો બાર વરસનું પ્રાયશ્ચિત પામે. આ કારણથી, ગૌતમ! તે આચાર્ય ઉતાવળા ઉતાવળા ચાલતા ન હતા. હવે કોઈ સમયે સૂત્રમાં કહેલી વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા હતા ત્યારે તે ગૌતમ ! તે આચાર્ય પાસે ઘણા દિવસની સુધાથી લેવાઈ ગએલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજા સરખો ભય પમાડતો પ્રલયકાળની જેમ ઘોર રૂપવાળો કેસરીસિંહ આવી પહોંચ્યો. મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવ્યું કે જો જલ્દી જલ્દી ઉતાવળ કરીને ચાલે તો આ સિંહના પંજામાંથી ચુકી જવાય અને બચી શકાય, પરન્તુ ઉતાવળથી ચાલવામાં અસંયમ થાય, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવૃત્તિ કરવી સારી નથી. એમ ચિંતવીને વિધિથી પાછા ફરેલ શિષ્યોને જેનો વેષ ઝૂંટવી લીધો હતો તે વેષ તેને આપીને નિષ્પતિકમી શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અણસણ સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેજ પ્રમાણે રહ્યો. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃ કરણવાળા પંચમંગલનું સ્મરણ કરતા શુભ અધ્યવસાયપણાના યોગે તે બન્નેને હે ગૌતમ ! સિંહે મારી નાખ્યા એટલે તે બન્ને અંતકત કેવલી થયા. આઠે પ્રકારના મલકલંકથી રહિત થએલા તેઓ સિદ્ધ થયા. હવે પેલા ૪૯૯ સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકાના દુઃખનો અનુભવ કરતા હતા અને વળી અનુભવશે તેમજ અનંતસંસાર સાગરમાં પરિભ્રમણ કરશે તે સર્વવૃતાન્ત અનંત કાલે પણ કહેવા કોણ સમર્થ છે? હે ગૌતમ ! તે પેલા ૪૯૯ કે જેઓએ ગુણયુક્ત મહાનુભાગ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધના ન કરી તે અનંત સંસારી થયા. [૮૧૯] હે ભગવંત ! શું તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું કે આચાર્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy