SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ મહાનિસીહ-પI-I૮૧૯ આજ્ઞાનું? હે ગૌતમ ! આચાર્યો ચાર પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે નામ આચાર્ય, સ્થાપના આચાર્ય દ્રવ્ય આચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થંકર સમાન જાણવા તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. [૮૨૦] હે ભગવંત! તે ભાવાચાર્ય ક્યારથી કહેવાય? હે ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે પદને અનુસરીને વતવિ કરે તે ભાવાચાર્ય કહેવાય. જેઓ વળી સો વર્ષના દીક્ષિત હોવા છતાં પણ વચન માત્રથી પણ આગમને બાધા કરે છે તેઓનો નામ અને સ્થાપના આચાર્યમાં નિયોગ કરવો. ' હે ભગવંત ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત લાગે? જે પ્રાયશ્ચિત એક સાધુને આવે તે પ્રાયશ્ચિત આચાર્ય કે ગચ્છના નાયક, પ્રવતનીને સત્તર ગણુ આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણું. કારણકે તે અતિદુષ્કર છે પણ સહેલું નથી. માટે આચાર્યોએ અને ગચ્છના નાયકોએ પ્રવતિનીએ પોતાના પચ્ચકખાણનું બરાબર રક્ષણ કરવું. અસ્મલિત શિલવાળા થવું. [૨૦] હે ભગવંત! જે ગુરુ અણધાર્યા ઓચિંતા કારણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ કરે, અલના પામે તેને આરાધક ગણવા કે કેમ ! હે ગૌતમ મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરૂ અખ્ખલિત શીલયુક્ત અપમાદી આળસ વગરના સર્વ પ્રકારના આલંબનોથી રહિત, શત્રુ અને મિત્ર પક્ષમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી ધર્મોપદેશ આપનાર, સદ્ધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગના દેશક અભિમાન કરવામાં રક્ત બને નહિં સર્વથા સર્વ પ્રકારે ગુરુઓનો અપ્રમત્ત બનવું જોઈએ પણ પ્રમત્ત ન બનવું. જો કોઈ પ્રમાદી બનેતો તે અત્યન્ત ખરાબ ભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા, એટલું જ નહિ પણ ન દેખવા લાયક મહાપાપી છે, એમ માનવું. જો તે સમ્યકત્વના બીજવાળા હોય તો તે પોતાને દુશ્ચરિત્રને જે પ્રમાણે બન્યું હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય-સમુદાયને કહે કે – હું ખરેખર દુરંત પંત લક્ષણવાળો, ન જોવા લાયક, મહાપાપ કર્મ કરનાર છું. હું સખ્ય માર્ગને નાશ કરનાર થયો છું. એમ પોતાની નિંદા કરીને ગુરુ સાક્ષીએ ગહ કરીને તેની આલોચના કરીને જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હોય તે પ્રમાણે પ્રાયશ્ચિતનું સેવન કરી આપે તો તે કંઈક આરાધક થાય. જો તે શલ્ય વગરનો, માયા કપટ રહિત હોય તો, તેવો આત્મા સન્માર્ગથી ચૂકી નહિં જાય. કદાચ સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો તે આરાધક ન થાય. [૮૨૫] હે ભગવંત! કેવા ગુણ યુક્ત ગુરુ હોયતો તેના વિષે ગચ્છનો નિક્ષેપ કરી શકાય ? હે ગૌતમ ! જેઓ સારાવ્રતવાળા, સુંદર શીલવાળા, વૃઢવ્રતવાળા દ્રઢચારિત્રવાળા, આનંદિત શરીરના અવયવવાળા, પૂજા કરવા યોગ્ય, રાગ રહિત, દ્વેષ રહિત, મોટા મિથ્યાત્વરૂપ મલના કલંકો જેના ચાલ્યા ગયા છે તેવાં, જેઓ ઉપશાંત હોય, જગતની સ્થિતિને સારી રીતે જાણેલી હોય, અતિ મહાન વૈરાગ્યમાં લીન થએલા હોય, જેઓ સ્ત્રીકથા કરવાના વિરોધી હોય, જેઓ ભોજન વિષયક કથાના પ્રત્યેનીક હોય, જેઓ ચોર વિષયક કથા કરવાના શત્રુ હોય, જેઓ રાજ કથા કરવાના વિરોધિ હોય. જેઓ દેશ કથા કરવાના વિરોધિ હોય, જેઓ અત્યન્ત અનુકંપા કરવાના સ્વભાવવાળા હોય, જેઓ પરલોકના નુકશાન કરનાર એવા પાપકાર્યો કરવાથી ડરનારા હોય, જેઓ કુશીલના વિરોધી હોય, શાસ્ત્રના રહસ્યના જાણકાર હોય, ગ્રહણ કરેલા શાસ્ત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy