SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ મહાનિસીહ-પ-૮૧૬ અવિધિથી જતા જોયા. ત્યારે હે ગૌતમ ! અતિશય સુંદર મધુર શબ્દોના આલાપ પૂર્વક ગચ્છાધિપતિએ કહ્યું કે - અરે ઉત્તમ કુલ અને નિર્મલવંશના આભૂષણા સમાન અમુક અમુક મહાતત્ત્વવાળા સાધુઓ ? તમે ઉન્માર્ગ પામી રહેલા છો, પાંચમહાવ્રત અંગીકાર કરેલા દેહવાળા મહાભાગ્યશાલી સાધુ-સાધ્વીઓને માટે સત્તાવીશહજાર ચંડીલસ્થાનો સર્વજ્ઞભગવંતોએ પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાઓએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ, પણ અન્યમાં ઉપયોગવાળા ન થવું જોઈએ. તો તમે શુન્યાશુન્યચિત્તે અનુપયોગથી કેમ ચાલી રહેલા છો? તમારી ઈચ્છાથી તમે તેમાં ઉપયોગ આપો. બીજું તમે આ સૂત્ર અને તેનો અર્થ ભૂલી ગયા છો કે શું ? સર્વ પરમ તત્ત્વોના પરમસારભૂત એવા પ્રકારનું આ સૂત્ર છે. એક સાધુ એક બે ઇન્દ્રિયવાળા પ્રાણીને પોતે જ હાથથી કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિકરણથી કોઈ પણ પદાર્થભૂત ઉપકરણથી સંઘટ્ટો કરે, કરાવે કે સંઘો કરતાને સારો માને તેની અનુમોદના કરે. તેનાથી બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે જેમ યંત્રમાં શેરડી પીલાય તેમ તે કર્મનો ક્ષય થાય, જો ગાઢ પરિણામથી કર્મ બાંધ્યું હોય તે પાપકર્મ બાર વરસ સુધી ભોગવે, તે પ્રમાણે અગાઢપણે પરિતાપન-ખેદ પમાડે તો એક હજાર વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે કર્મ ખપાવે, ગાઢ પરિતાપન કરે તો દશ હજાર વર્ષ સુધી, એ પ્રમાણે આગાઢ કિલામણા કરે તો દશ લાખ વર્ષે તે પાપ કર્મ ખપાવે અને ઉપદ્રવ કરે અથતિ મૃત્યુસિવાયના તમામ દુખ પહોંચાડે. તેમ કરવાથી ક્રોડ વર્ષ દુઃખ-ભોગવીને પાપ-કર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને અંગે પણ તે પ્રમાણે સમજી લેવું. તમો આટલું સમજનારા છો માટે મુંઝાવ નહિ. હે ગૌતમ ! એ પ્રમાણે સૂત્રાનુસારે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ મહા પાપકર્મી, ચાલવાની વ્યાકુળતામાં એકી શામટા સર્વે ઉતાવળ કરતા તેઓ સર્વ પાપ કર્મ એવા આઠ કર્મના દુખથી મુક્ત કરનાર એવું આચાર્યનું વચન બહુમાન્ય કરતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે, સર્વ પ્રકારે પાપજાતિવાળા અને મારા દુષ્ટ શિષ્યો છે, તો હવે મારે તેમની પાછળ શામાટે ખુશામતના શબ્દો બોલતા બોલતા અનુસરણ કરવું ? અથવા તો જળવગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દશે દ્વારોથી જતા રહે, હું તો હવે મારા આત્માના હિતની સાધના કરીશ. બીજા કરેલા અતિશય મોટા પુણ્યના સમૂહથી મારું અલ્પ પણ રક્ષણ થવાનું છે ? આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થકર ભગવંતોનો આ જ પ્રમાણેનો આદેશ છે. [૮૧૭] કે આત્મહિત કરવું અને જો શક્ય હોયતો પરહિત પણ ખાસ કરવું. આત્મહિત અને પરહિત બે કરવાનો વખત આવેતો પ્રથમ આત્મહિત જ સાધવું. [૮૧૮] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેઓનું જ શ્રેય થશે અને જો તેમ નહિં કરશે તો તેમને જ અનુત્તર દુગતિ ગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થએલો છે, હું ગચ્છાધિપતિ છું મારે તેમને સાચો માર્ગ કહેવો જ જોઈએ. વળી બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે- તીર્થંકર ભગવંતોએ આચાર્યના છત્રીશ ગુણો નિરુપેલા છે તેમાંથી હું એકનું પણ અતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy