SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ [૭૭૩] અતિ દુર્લભ બલ-બુદ્ધિ વૃદ્ધિ કરનાર શરીરની પુષ્ટિ કરના એવું ઔષધ સાધ્વીએ મેળવેલું હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મર્યાદા રહે ? [૭૭૪] શશક-ભસકની મ્હેન સુકુમાલિકાની ગતિ સાંભળીને શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગા૨૫ણ (મોહનીય કર્મનો) વિશ્વાસ ન કરવો. અધ્યયનપ [૭૭૫] દૃઢ ચારિત્રવાળા ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી. [૭૭૬] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન થએલા વાયુ જેને કુહુક બોલવામાં આવે છે, વિજળીઓ, જેમ જાણી શકાતા નથી, તેના સરખી ગુઢ હૃદયવાળી આયઓના ચંચળ અને ગુઢ મનને જાણી શકાતું નથી. તેઓને અકૃત્ય કરતા, ગચ્છ નાયક તરફથી નિવારણ કરવામાં ન આવે તો તે સ્ત્રીરાજ્ય છે પણ ગચ્છ નથી. [૭૭૭] તપો લબ્ધિયુક્ત ઈન્દ્રથી અનુસરાતી પ્રત્યક્ષા શ્રુતદેવી સરખી સાધ્વી જે ગચ્છમાં કાર્યો કરતી હોય તે સ્ત્રીયા રાજ્ય છે પણ ગચ્છ નથી. [૭૭૮] હે ગૌતમ ! પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિઓ, પાંચ સમિતિઓ, દશ પ્રકારનો સાધુધર્મ તે સર્વેમાંથી કોઈ પણ પ્રકારે એકની પણ સ્ખલના થાય તો તે ગચ્છ નથી. [૭૭૯-૭૮૦] એકજ દિવસના દિક્ષિત દ્રમક સાધુની સન્મુખ ચિરદીક્ષિત આયચિંદનબાલા સાધ્વી ઉભી થઈને તેનું સન્માન વિનય કર્યો અને આસન પર ન બેઠા તે સર્વ આર્યાનો વિનય છે. સો વર્ષના પર્યાયવાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ આજનો એક દિવસનો દીક્ષિત હોયતો પણ ભક્તિ પૂર્ણ હૃદય પૂર્વક વંદનરૂપ વિનયથી સાધુ-સાધ્વીને પૂજ્ય છે. [૭૮૧-૭૮૪] જે સાધુઓ સાધ્વીના પ્રતિલાભેલા પદાર્થોમાં વૃદ્ધિ કરનારા છે અને પોતે પ્રતિલાભેલામાં જેઓ અસંતુષ્ટ છે. ભિક્ષાચર્યાથી ભગ્ન થએલા એવા તેઓ અણિકા પુત્ર આચાર્યનો દાખલો આગળ કરે છે. દુષ્કાળના સમયમાં શિષ્ય-સમુદાયને સુકાળ પ્રદેશમાં મોકલી આપેલા હતા પોતે વૃદ્ધપણાના કારણે ભિક્ષાચર્યા ક૨વા સમર્થ ન હતા તે વાત તે પાપીઓ જાણતા નથી. અને આર્યાનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ કરવા યોગ્ય છે, તે ગ્રહણ કરતા નથી. જેમકે દુષ્કાળના સમયમાં શિષ્યોને વિહાર-પ્રવાસ કરાવ્યો. શિષ્યો પરની મમતાનો ત્યાગ કર્યો, ત્યાં સ્થિરવાસ કર્યો. તે વિચારવાને બદલે એક ક્ષેત્રમાં સ્થિરવાસ રહેવાની વાત આગળ કરે છે. આ લોકમાં અનેક પડવાના આલંબનો ભરેલા છે, પ્રમાદી અજયણાવાળા જીવો લોકમાં જેવું જેવું આલંબન દેખે છે, તેવું તેવું કરે છે. [૮૫] જ્યા આગળ મુનિઓને મોટા કષાયોથી તિરસ્કારવામાં - હેરાન કરવામાં આવે તો પણ જેમ સારી રીતે બેઠેલો લંગડો પુરુષ હોયતે ઉઠવા ઇચ્છતો નથી. તેમ તેના કષાયો ઉભા થતા નથી, તે ગચ્છ કહેવાય. [૭૮૬] ધર્મના અંતરાયથી ભય પામેલા સંસારના ગર્ભવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને કષાયોની ઉદીહણા ન કરે તે, ગચ્છ. [૭૮૭] દાન, શીલ, તપ ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મના અંતરાયથી અને ભવથી ભય પામેલા એવા બહુ ગીતાર્થો જે ગચ્છમાં હોય તેવા ગચ્છમાં વાસ કરવો. [૭૮૮] જેમાં ચારે ગતિના જીવો કર્મના વિપાકો ભોગવતા દેખીને અને જાણીને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy