SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ મહાનિસીહ – ૫/-/૭૫૪ દૃષ્ટિવિષ સર્પ કે પ્રદિપ્ત અગ્નિ અને ઝેરની જેમ વર્જવામાં આવતો હોય તે ગચ્છ. [૭૫૫] લિંગ અત્િ વેશ ધારણ કરનાર અથવા અરિહંતો પોતે પણ સ્ત્રીના હાથનો સ્પર્શ કરેતો હે ગૌતમ ! તે નિશ્ચિયથી મૂલગુણથી બહાર જાણવો. [૭૫૬] ઉત્તમ કુળમાં જન્મ થયો હોય અને ગુણસંપન્ન, લબ્ધિયુક્ત હોય પણ જેને મૂલ ગુણોમાં સ્ખલના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂકવામાં આવે તે ગચ્છ. [૫૭] જેમાં હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય-કાંસા વગેરે ધાતુઓ ગાદલા ગોદડા, શયનો, આસનઆદિ ગૃહસ્થોને વાપરવાયોગ્ય પદાર્થોનો ઉપભોગ થતો નથી તે ગચ્છ. [૫૮] જેમાં કોઈ કા૨ણે સમર્પણ કરેલ હોય એવું પારકું હિરણ્ય-સુવર્ણ આવેલું હોયતો ક્ષણવાર કે આંખના અનિમેષ સમય જેટલા વખત માટે પણ જેમાં સ્પર્શ ક૨વામાં આવતો નથી તે ગચ્છ. [૭૫૯] ચપળ ચિત્તવાળી આઓિના દુર્ધર બ્રહ્મચર્ય વ્રતપાલન કરવા માટે સાત હજાર પરિહાર સ્થાનકો જ્યાં છે તે ગચ્છ. [૭૬૦] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આર્યા સાધુની સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોયતો હે ગૌતમ ! તેવા ગચ્છનું શું કામ ? [૭૬૧] હે ગૌતમ ! જ્યાં ઘણા પ્રકારના વિકલ્પોના કલ્લોલો અને ચંચળ મનવાળી આયઓના વચનના અનુસારે વર્તવામાં આવે તે ગચ્છ કેમ કહેવાય ? [૭૬૨-૭૬૩] જ્યાં એક અંગવાળો માત્ર એકલો સાધુ સાધ્વીઓની સાથે બહાર એકસો હાથ ઉપરાંત આગળ ચાલે, હે ગૌતમ ! તે ગચ્છમાં કઈ મર્યાદા ? હે ગૌતમ ! જ્યાં ધર્મોપદેશ સિવાય સાધ્વીઓની સાથે આલાપ-સંલાપ-વારંવાર વાતિલાપ વગેરે વ્યવહાર વર્તતો હોય તેવા ગચ્છને કેવો ગણવો? [૭૬૪-૭૬૬] હે ભગવંત ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી. તો પછી કારણે નિત્યવાસ-સ્થિરવાસ જે સેવે તેની શી હકીકત સમજવી ? હે ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરંહકાર પણે જ્ઞાન-દર્શનચારિત્રમાં ઉદ્યમ કરનાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બનેલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ વગરનો હોય, મુનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ સો વરસ સુધી વાસ કરેતો તે આરાધક ગણેલો છે. [૭૬૭] જેમાં ભોજન સમયે સાધુઓની માંડલીઓમાં પાત્ર સ્થાપન કરતી હોય તે સ્ત્રી રાજ્ય છે, પરંતુ તે ગચ્છ નથી. [૭૬૮] જે ગચ્છમાં રાત્રે સો હાથ ઉપરાંત સાધ્વીને જવું હોયતો ચારથી ઓછી નહિ. ઉત્કૃષ્ટથી દશ એમ સાધ્વીઓ ન કરેતો તે ગચ્છ નથી. [૭૬૯-૭૭૦] અપવાદથી અને કારણ હોયતો ચારથી ઓછી સાધ્વીઓ એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવા પ્રકારનો ? હે ગૌતમ જે ગચ્છમાં આઠથી ઓછા સાધુઓ માર્ગમાં સાધ્વીની સાથે અપવાદે પણ ચાલે તે ગચ્છમાં કઈ મર્યાદા ? [૭૭૧] જેમાં ૬૩ ભેદવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ-સાધ્વી તરફ દૃષ્ટિ કરે તે ગચ્છ વિષે કઈ મર્યાદા સચવાય ? [૭૭૨] જેમાં આર્યાએ વહોરેલા પાત્રા દંડ વગેરે વિવિધ ઉપકરણોનો સાધુઓ પરિભોગ કરે હે ગૌતમ ! તે ગચ્છ કેમ કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy