SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયનપ આવીને ઉભી રહે તો પણ તેની સામે નજર કરતો નથી. તે ગચ્છ. [૭૩૯] ઘણી લબ્ધીવાળા એવા શીલથી ભ્રષ્ટ થએલા શિષ્યને જે ગચ્છમાં ગુરુ મહારાજ વિધિથી વચન કહીને શિક્ષા કરે તે ગચ્છ. ૩૦૧ [૭૪૦-૭૪૧] નમ્ર થઈને સ્થિર સ્વભાવવાળો હાસ્ય અને ઉતાવળી ગતિને છોડીને વિકથા ન કરતો, અઘટિત કાર્ય ન કરતો, આઠ પ્રકારવાળી ગોચરીની ગવેષણા કરે એટલે વહોરવા માટે જાય. જેમાં મુનિઓનાં વિવિધ પ્રકારના દુષ્કર અભિગ્રહો, પ્રાયશ્ચિતો આચરતા દેખીને દેવેન્દ્રોના ચિત્તો ચમત્કાર પામે તે ગચ્છ. [૭૪૨] જે ગચ્છમાં મોટા નાના નો પરસ્પર વંદનવિધિ સચવાતો હોય, પ્રતિક્રમણ આદિ મંડલીના વિધાનને નિપુણ પણે જાણનારા હોય. અસ્ખલિત શીલવાળા ગુરુ હોય, હંમેશા જેમાં ઉગ્ર તપ કરવામાં તલાલીન સાધુઓ હોય તે ગચ્છ. [૪૩] જેમાં સુરેન્દ્રોપુજીત, આઠેકર્મથી રહિત, ઋષભાદિક તીર્થંકર ભગવંતોની આજ્ઞાનું સ્ખલન કરવામાં નથી આવતુ તે ગચ્છ. [૪૪] હે ગૌતમ ! તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર ભગવંત, વળી તેમનું શાસન તેને હે ગૌતમ સંઘ જાણવો. તેમજ સંઘમાં રહેલા ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન-દર્શન અને ચારિત્ર તીર્થ છે. [૭૪૫] સમ્યગ્દર્શન વગર જ્ઞાન હોઈ શકતું નથી. દર્શન-જ્ઞાન તો સર્વત્ર હોય છે. દર્શન જ્ઞાનમાં ચારિત્રની ભજના હોય છે. અર્થાત્ ચારિત્ર હોય કે ન પણ હોય. [૪૬] દર્શન કે ચારિત્રરહિત જ્ઞાની સંસારમાં ભમે છે. પરન્તુ જે ચારિત્ર યુક્ત હોય તે નક્કી સીદ્ધિ પામે છે. તેમાં સંદેહ નથી. [૭૪૭] જ્ઞાન પદાર્થને પ્રકાશિત કરી ઓળખાવનાર થાય છે. તપ આત્માને કર્મથી શુદ્ધ કરનાર થાય છે. સંયમ એ મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ કરાવનાર થાય છે. ત્રણમાંથી એકની પણ ન્યુનતા હોય તો મોક્ષ થતો નથી. [૭૪૮] એ જ્ઞાનાદિ ત્રિપુટીનાં પોતાનાં અંગસ્વરૂપ હોયતો ક્ષમા આદિ દશપ્રકારના યતિ ધર્મ છે. તેમાંના એક એક પદો જેમાં આથરાતા હોય તે ગચ્છ. [૭૪૯] જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ વિવિધ પ્રકારના ત્રસ જીવોને મરણ પ્રસંગે પણ જેઓ મનથી પીડા કરતા નથી. તે ગચ્છ. [૭૫૦] જેમાં સચિત જળનું એક બિન્દુ માત્ર પણ ઉનાળામં ચાહે તેવું ગળું શોષાતું હોય, તીવ્ર, તૃષા લાગી હોય, મરણ થવાનો વખત આવે તો પણ મુનિ કાચા પાણીના બિન્દુને પણ ઈચ્છતો નથી. [૭૫૧] જે ગચ્છમાં શૂલરોગ, ઝાડા, ઊલટી, કે બીજા કોઈ પ્રકારના વિચિત્ર મરણાંત રોગ ઉત્રન થયા હોય તો પણ અગ્નિ સળગાવવા માટે કોઈને પ્રેરણા આપતા નથી તે ગચ્છ. [૫૨] જે ગચ્છમાં જ્ઞાન ધારણ કરનાર એવા આચાર્યોદિકો આર્યાઓને તેર હાથ દૂરથી ત્યાગ કરે છે. શ્રુત દેવતાની જેમ દરેક સ્ત્રીનો મનથી પણ ત્યાગ કરે તે ગચ્છ. [૭૫૩-૭૫૪] રતિક્રિડા, હાસ્યક્રિડા, કંદર્પ, નાથવાદ-જ્યાં કરવામાં નથી આવતો. દોડવાનુ, ખાડા ઉલ્લંઘન કરવા, મમ્માચચ્ચાવાળા અપશબ્દો જેમાં ઉચારાતા નથી, જેમાં કારણ ઉત્પન્ન થાય તો પણ વસ્ત્રનો આંતરો રાખીને સ્ત્રીના હાથનો સ્પર્શ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy