SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૮ મહાનિસીહ – ૫/-/૬૯૮ બોલવા અને અનુકરણ કરવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખમાંથી નીકળેલા અનેક દોષ પ્રવર્તાવના૨ વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા, તલવાર, ધનુષ, ખડ્ગ,બાણ ભાલા, ચક્ર વગેરે હથિયાર ગ્રહણ કરીને ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડીને અન્યવેષ ધારણ કરીને રખડવાના-સ્વભાવવાળા આવી રીતે સાડાત્રણ પદ કોટી (અધ્યવસાય સ્થાન) સુધી હે ગૌતમ ! ગચ્છને અસંસ્થિત કહેવો. તથા બીજા ઘણા પ્રકારના લિંગવાળા ચિહ્નવાળા ગચ્છને સંક્ષેપથી કહી શકાય છે. [૬૯૮] આવા પ્રકારના મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે ઃ- ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણીઓ, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનાર માતા સમાન હોય, પછી ગચ્છ માટેના વાત્સલ્યની વાત ક્યાં બાકી રહી ? વળી શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરના, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનાર એવા આગમાનુસારી હિતોપદેશને આપનાર હોય છે. દેવેન્દ્ર અને નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ, ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુ મહારાજ સંસારના દુઃખી આત્માઓની ભાવ અનુકંપાથી જન્મ જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહેલા છે. તેઓ ક્યારે શાશ્વતનુ શિવ-સુખ પામે એમ કરુણાપૂર્વક ગુરુમહારાજ ઉપદેશ આપે, પરન્તુ વ્યસન કે સંકટથી પરાભવિત બનીને નહિ. જેમકે ગ્રહનો વળગાડ વળગેલ હોય, ઉન્મત્ત થયો હોય, કોઈ પ્રકારના બદલાની આશાથી જેમ કે આને હિતોપદેશ આપવાથી મને અમુક પ્રકારનો લાભ થશે - એમ લાલસા ઉત્પન્ન થાય, તો હે ગૌતમ ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી તેમજ બીજાએ કરેલા સર્વ શુભાશુભ કર્મનો સંબંધ કોઈને હોતો નથી. [૬૯૯-૭૦૦] તો હે ગૌતમ ! અહિં આવા પ્રકારના સ્થિતિ હોવાથી જો દૃઢ ચારિત્રવાળા ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય અને તેઓ વારંવાર આ પ્રમાણે વચન કહેકે - આ સર્પના મુખમાં આંગળી નાખીને તેનું માપ કહે અથવા તેના ચોકઠામાં દાંત કેટલા છે? તે ગણીને કહેતો તે પ્રમાણે જ કરે તેઓજ કાર્યને જાણે છે. [૭૦૧-૭૦૨] આગમના જાણકાર કદાપિ શ્વેત કાગડો કહેતો પણ આચાર્યો જે કહે તે પ્રમાણે શ્રદ્ધા કરવી. એમ કહેવામાં કંઈક કારણ હશે. જે કોઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ કહેલ વચન ગ્રહણ કરે છે તે પિવાના ઔષધની જેમ સુખાકારી થાય છે. [9૦૩] પૂર્વે કરેલા પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિક લક્ષ્મીના ભાજન બને છે. ભવિષ્યમાં જેઓનું કલ્યાણ થવાનું છે તેઓ દેવતાની જેમ ગુરુઓની પર્યુપાસના-સેવા ઉપાસના કરે છે. [૭૦૪-૭૦૬] અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સેંકડો દુઃખોથી મુક્ત કરાવનાર, આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દૃષ્ટાન્તરૂપે કેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરક ગમનની સંપૂર્ણ તૈયારી કરી હતી. પરન્તુ આચાર્ય પ્રભાવે દેવ વિમાન પ્રાપ્ત કર્યું. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા, અતિશય સુંદર, મધુર, કારણ, કાર્ય, ઉપમા સહિત એવા પ્રકારના વચનો વડે શિષ્યોના હ્રદયને પ્રસન્ન કરતા કરતા પ્રેરણા આપે છે. [9૦૭-૭૦૮] પંચાવન ક્રોડ, પંચાવનલાખ, પંચાવન હજાર, પાંચસો પંચાવન ક્રોડ (૫૫૫૫૫૫૫૫૫) સંખ્યા પ્રમાણ અહિં આચાર્યો છે, તેમાંથી મોટા ગણવાળા ગુણ Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy