SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૨૭. જ્ઞાન-ચારિત્ર પરમ પૂજ્યોમાં પણ વધારે શરણ કરવા યોગ્ય છે. અતિશય સેવન કરવા યોગ્યમાં પણ આ ત્રણે વિશેષ સેવન કરવા યોગ્ય છે. આવા શરણ્ય, પુજ્ય, સેવ્ય, દર્શનાદિકને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કોઈ પ્રકારે વિરાધે તે ગચ્છ સમ્યમાર્ગનો નાશ કરનાર, ઉન્માર્ગની દેશના કરનાર થાય છે. જે ગચ્છમાં સમ્યમાર્ગનો વિનાશ થાય છે, ઉન્માર્ગનો દેશક થાય છે તે નિશ્ચયથી આજ્ઞાનો વિરાધક થાય છે. આ કારણે હે ગૌતમ ! એમ કહેવાય, છે કે- સંખ્યાતીત ગચ્છોમાં મર્યાદાનું સ્થાનાન્તર થાય છે. ગચ્છમાં જે કોઈ પણ ગમેતે એક અગર વધારે સ્થાન, મર્યાદા આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે એકાંતે આજ્ઞાનો વિરાધક છે. | [૬૯] હે ભગવંત ! કેટલા કાળસુધી ગચ્છની મયદા પ્રરૂપેલી છે ? કેટલા કાળસુધી ગચ્છની મયદાનું ઉલ્લંઘન ન કરવું? હે ગૌતમ ! જ્યાં સુધી મહાયશવાળા, મહાસત્ત્વવાળા (છેલ્લા) મહાનુભાવ દુષ્પસહઅણગાર થશે ત્યાં સુધી ગચ્છની મર્યાદા સાચવવા માટે આજ્ઞા કરેલી છે. એટલે કે જ્યારે પાંચમાં આરાના છેડા સુધી ગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. [૬૯૭-૯૮] હે ભગવંત! કયા ચિલોથી મયદાનું ઉલ્લંઘન કર્યું છે ? ઘણી આશાતનાઓ કહી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ કર્યો છે એમ જાણવું? હે ગૌતમ ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી રહેતો ન હોય, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનાર, ગુરુની આજ્ઞા પ્રમાણે ન વર્તનાર, શાસ્ત્રના રહસ્યો ન જાણનાર, વેશથી આજીવિકા કરનાર, પાટ-પાટલા-પાટીયાઆદિની મમતા રાખનાર, અપ્રાસુક બાહ્ય પ્રાણવાળા સચિત જળનો ભોગ કરનારા, માંડલીના પાંચ દોષોથી અજાણ અને તે દોષોનું સેવન કરનારા સર્વ આવશ્યક ક્રિયાઓના કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન કરનાર, ઓછું કે અધિક આવશ્યક કરનાર, ગણના પ્રમાણથી. ઓછા કે અધિક રજોહરણ, પાત્ર, દંડ, મુહપત્તિ વગેરે ઉપકરણ ધારણ કરનાર, ગુરુના ઉપકરણનો પરિભોગી, ઉત્તરગુણોનો વિરાધક ગૃહસ્થોની ઈચ્છાનુસાર પ્રવૃત્તિકરનાર, તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વિ, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજકાય, ત્રસકાય, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સકારણે કે નિષ્કારણે પ્રમાદ દોષથી સંઘટ્ટન વગેરેમાં દોષને ન દેખતો આરંભ પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુપાસે આલોચના ન કરતો, વિકથા કરવાના સ્વભાવવાળો, વગરસમયે ગમે ત્યાં ફરતો, અવિધિથી સંગ્રહ કરેલ. પરીક્ષા ક્યાં વગર પ્રવ્રજ્યા આપે. વડી દીક્ષા આપે દશપ્રકારની વિનયસામાચારી શીખવે નહિ. ઋદ્ધિ-રસ-શાતા ગારવ કરનાર, મતિ આદિ આઠમદ, ચારકષાય, મમત્વભાવ, અહંકાર, કંકાસ, કજીયા, ઝગડા, લડાઈ, તોફાન, રૌદ્ર-આર્તધ્યાન યુક્ત, નથી સ્થાપન કર્યા વડીલને જેણે હાથથી તીરસ્કારતા હે-આપ” એમ કહેવું, બહુ લાંબા દિવસે લોચ કરનાર, વિદ્યા, મંત્ર, તંત્ર, યોગ, અંજન આદિ શિખીને તેમાંજ એકાંત પ્રયત્ન કરનાર, મૂલસૂત્રના યોગો અને ગણીપદવીના યોગોવહન ન કરનાર, દુષ્કાળ આદિના આલંબન ગ્રહણ કરીને અકલય ખરીદેલા પકાવેલ વગેરેનો પરિભોગ કરવાના સ્વભાવવાળા, થોડો રોગ થયો તો તેનું કારણ આગળ કરીને ચિકિત્સા કરાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈક રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે શયન કરવાના સ્વભાવવાળા, કુશીલની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy