SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૨૯૯ સમૂહ યુક્ત એક નીવડે છે કે જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગાવડે કરીને તીર્થકરના સરખા ગુરુ મહારાજ હોય છે. [૭૦] તેઓ પણ હે ગૌતમ! દેવતાના વચન સમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થકરોની આરાધના સમાન આરાધના કરવી જોઈએ. [૭૧૦ આ આચાર્ય પદ વિષે દ્વાદશાંગનું કૃત ભણવાનું હોય છે. તથાપિ હવે આવાત સંક્ષેપમાં સારરૂપે કરું છું તે આ પ્રમાણે : [૭૧૧-૭૧૨] મુનિઓ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે એક અર્થ કહેનારા શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઘોર ઉગ્રતપ આ સર્વે ગચ્છના પયય નામો જાણવા જે ગચ્છમાં ગુરુઓ રાગ દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિક પ્રેરણા આપતા હોય, ધમકાવીને ધ્રુજાવતા હોયતો હે ગૌતમ ! તે ગચ્છ નથી. [૭૧૩-૭૨૦] મહાનુભાગ એવા ગચ્છમાં ગુરુકુળવાસ કરતા સાધુઓને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા વાયણા ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે ગુરુના મનને અનુસરનાર-અતિશયવિનીત, પરિષહજિતનાર, ઘેર્યરાખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન કરનાર, વિકથા ન કરનાર, ક્ષમા રાખનાર, ઈન્દ્રિયોનું દમન કરનાર, સંતોષરાખનાર, છએ કાયાનું રક્ષણ કરનાર, વૈરાગ્યના માર્ગમાં લીન બનેલો, દશપ્રકારની સામાચારીનું સેવન કરનાર, આવશ્યકોને આચરનાર, સંયમમાં ઉદ્યમ કરનાર, સેંકડો વખત કઠોર આકરા કર્કશ અનિષ્ટ દુષ્ટ નિષ્ફર વચનથી તિરસ્કાર કરવામાં આવે, અપમાન કરવામાં આવે. અગર તેવા વતવિ કરવામાં આવે તો પણ જેઓ રોષાયમાન થતા નથી, જેઓ અપકીતિ કરનાર, અપયશ કરનાર કે અકાર્ય કરનાર થતા નથી. કંઠ પ્રાણી આવી જાય તો પણ પ્રવચનની અપભ્રાજના થાય તેવું વર્તન કરતા નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મનવાળા, ઘોર તપ અને ચરણથી શોષવી નાખેલ શરીરવાળા, જેમનામાંથી ક્રોધ-માન-માયા ચાલ્યા ગયા છે અને રાગ દ્વેષ જેમણે દૂરથી સર્વથા ત્યાગ કરેલ છે, વિનયોપચાર કરવામાં કુશળ, સોળ પ્રકારની વચન શુદ્ધિ પૂર્વક બોલવામાં કુશળ, નિરવદ્ય વચન બોલનાર અતિશય ન બોલવાના સ્વાભાવવાળો, વારંવાર ન બોલબોલ કરનાર, ગુરુએ સકારણ કે અકારણે કઠોર, આકરા, કર્કશ, નિષ્ફર અનિષ્ટ શબ્દો કહ્યા હોય ત્યારે પણ તહત્તિ’ કરનાર ઇચ્છ’ જવાબ વાળનાર આવા પ્રકારના ગુણવાળાએ ગચ્છમાં શિષ્યો હોય તે ગચ્છ કહેવાય. [૭ર૧-૭૨૩] ભ્રમણસ્થાનો-યાત્રાદિમાં મમત્વભાવનો સર્વથાત્યાગ કરીને, પોતાના શરીર વિષે પણ નિસ્પૃહ ભાવવાળી, સંયમના નિવહ પૂરતા માત્ર આહારને ગ્રહણ કરનારા, તે આહાર પણ ૪૨ દોષ રહિત હોય, શરીરના રૂપકે ઈન્દ્રિયના રસને પોષવા માટે નહિ, ભોજન કરતા કરતા પણ અનુકૂળ આહાર પોતાને મળવા બદલ અભિમાન ન કરનાર હોય, માત્ર સંયમયોગો વહન કરવા માટે, ઇસમિતિના પાલનમાટે, વૈયાવચ્ચ માટે, આહાર કરનાર હોય છે. ક્ષુધા-વેદના સહન ન થાય, ઇયાં સમિતિ શોધવા માટે, પડિલેહણાદિક સંયમ માટે, આહાર ગ્રહણ કરવાનો હોય છે. ૭િ૨૪-૭૨૫] અપૂર્વ જ્ઞાનગ્રહણ કરવા માટે, ધારણા કરવામાં અતિશય ઉદ્યમ કરનાર શિષ્યો જેમાં હોય, સુત્ર અર્થ તેમજ ઉભયને જેઓ જાણે છે, તેમજ તે માટે હંમેશા ઉદ્યમ કરે છે, જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy