SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭ ૨૭૯ [૧૬-૬૧૯ી દુખી એવા એક જીવને જેઓ પ્રતિબોધ પમાડીને મોક્ષ માર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારિ પડહો વગાડનારા થાય છે, જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણ ક્રિયા વગર કંચનભાવને પામતું નથી. તેમ સર્વ જીવો જિનોપદેશ વગર પ્રતિબોધ પામતા નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મકથા કરે છે, તે પણ વિશ્રાંતિ લીધા વગર હંમેશા ધમોપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જે યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા કહે તો કહેનારને એકાંતે નિર્જરા થાય અને સાંભળનારને નિર્જરા કદાચ થાય કેન પણ થાય. [૨૦] હે ગૌતમ! આ કારણથી એમ કહેવાય છે કે- જાવજજીવ અભિગ્રહ સહિત ચારે કાલ સ્વાધ્યાય કરવો. તેમજ હે ગૌતમ ! જે ભિક્ષુ વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન ભણીને પછી જ્ઞાનમદ કરે તે પણ જ્ઞાનકુશીલ કહેવાય. એ પ્રકારે જ્ઞાનકુશીલની અનેક રીતે પ્રજ્ઞાપના કરાય છે. [૨૧-૬૨૨] હે ભગવંત ! દર્શનકુશીલ કેટલા પ્રકારના હોય છે ! હે ગૌતમ ! દર્શનકુશીલ બે પ્રકારના એક આગમથી અને બીજા નો આગમથી. તેમાં આગમથી સમ્યગુદર્શનમાં શંકા કરે, અન્ય મતની અભિલાષા કરે. સાધુસાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર દેખી દુગંછા કરે. ધૃણા કરે, ધર્મ કરવાનું ફળ મળશે કે નહિ મળે, સમ્યકત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરવી. ધર્મની શ્રદ્ધા ચાલી જવી. સાધુપણું છોડવાની અભિલાષાવાળાને સ્થિર ન કરવો. સાધમકોનું વાત્સલ્ય ન કરવું કે છતી શક્તિ એ શાસનપ્રભાવન ભક્તિ ન કરવી. આ આઠ સ્થાનકો વડે દર્શન કુશીલ સમજવા. નો આગમથી દર્શનકુશીલ અનેક પ્રકારના સમજ્યા, તે આ પ્રમાણ ચક્ષુકુશીલ ઘાણકુશીલ, શ્રવણકુશીલ, જિહુવાકુશીલ, શરીરકુશીલ તેમાં ચક્ષુકુશીલ ત્રણ પ્રકારના જાણવા. તે આ પ્રમાણે-પ્રશસ્ત ચક્ષુકુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ અને અપ્રશસ્ત ચક્ષુકુશીલ. તેમાં જે કોઈ પ્રશસ્ત એવા ઋષભાદિક તીર્થંકર ભગવંતના બિંબની આગળ દ્રષ્ટિ સ્થિર કરીને રહેલો હોય તેને જ જોતો બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષકશીલ, તથા પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ તેને કહેવાય કે બ્દય અને નેત્રોથી તીર્થકર ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં કરતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર કરે તે પ્રશસ્તાપ્રશસ્ત કુશીલ કહેવાય. વળી પ્રશસ્તાપ્રશસ્ત દ્રવ્યો જેવા કે કાગડા, બગલા, ઢંક, તિત્તિર મોર વગેરે કે મનોહર લાવણ્ય યુક્ત સુંદર સ્ત્રીને દેખીને તેના તરફ નેત્રની દ્રષ્ટિ કરે તે પણ પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ કહેવાય. તેમજ અપ્રશસ્ત ચક્ષુકુશીલ-ત્રેસઠ પ્રકારે અપ્રશસ્ત સરાગવાળી ચક્ષુ કહેલી છે. હે ભગવંત! તે અપ્રશસ્ત ત્રેસઠ ચક્ષભેદો કયા કયા છે ! હે ગૌતમ! તે આ પ્રમાણે૧. સબ્રુકટાક્ષા, ૨ તારા, ૩ મંદ, ૪ મદલસા, ૫ વંકા, ૬ વિવેકા, ૭ કુશીલા, ૮ અર્ધઈિક્ષિતા, ૯ કાણ-ઈક્ષિતા, ૧૦ બ્રામિતા, ૧૧ ઉદ્ભ્રામિતા, ૧૨ ચલિતા, ૧૩ વલિતા, ૧૪ ચલલિતા. ૧૫ અધમિલિતા. ૧૬ મિલિમિલા, ૧૭ માનુષ્યા ૧૮ પશવા, ૧૯ યક્ષિકા, ૨૦ સરીસૃપા, ૨૧ અશાન્તા, ૨૨ અપ્રશાન્તા, ૨૩ અસ્થિરા, ૨૪ બહુવિકાશા, ૨૫ સાનુરાગા. ૨૬ રાગઉદારણી. ૨૭ રોગજા-રાગજા, ૨૮ આમય-ઉત્પાદાની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy