SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ મહાનિસીહ – ૩/-/૬૨૨ મદઉત્પાદની, ૨૯ મદની, ૩૦ મોહણી, ૩૧ વ્યામોહની, ૩૨ ભય-ઉદીરણી, ૩૩ ભયજનની, ૩૪ ભયંકરી, ૩૫ હૃદયભેદની, ૩૬ સંશય-અપહરણી, ૩૭ ચિત્ત-ચમત્કાર ઉત્પાદની, ૩૮ નિબદ્ધા, ૩૯ અનિબદ્ધા, ૪૦ ગતા ૪૧ આગતા, ૪૨ ગતા ગતા, ૪૩ ગતાગત-પત્યાગતા, ૪૪ નિર્ધારની ૪૫ અભિલષણી, ૪૬ અરતિકસ, ૪૭ રતિકરા, ૪૮ દીના, ૪૯ દયામણી, ૫૦ શુરા, ૫૧ ધીરા, ૫૨ હણણી, ૫૩ મારણી, ૫૪ તાપણી, ૫૫ સંતાપણી, ૫૬ ક્રુના પ્રક્રુદ્ધ ૫૭ ઘોરા મહાઘોરા, ૫૮ ચંડી, ૫૯ રુદ્રા-સુરુદ્રા ૬૦ હાહાભૂતશરણા, ૬૧ રુક્ષ, ૬૨ સ્નિગ્ધા ૬૩ રુક્ષ સ્નિગ્ધા. (આ પ્રમાણે કુશીલવૃષ્ટિઓ અહિં જણાવી છે, તે નામના અનુસારે અર્થ-વ્યાખ્યા સમજી લેવી.) સ્ત્રિઓના ચરણ, અંગૂઠા, તેના અગ્રભાગ, નખ હાથ, જે સારીરીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના કિરણો એકઠા થવાના કા૨ણે જાણે મેઘધનુષ્ય ન હોય તેવા નખને, કાચબા સરખા ઉન્નત્ત ચરણને, બરાબર સરખા ગોઠવાએલા ગોળાકાર ગૂઢ જાનુઓને જંઘાઓને, વિશાળ કટી તટના સ્થાનને, ઘન, નિતંબ નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભુજાષ્ટિઓ, અધર, હોઠ, દંતપક્તિ, કાન, નાસિકા, નેત્રયુગલ, ભ્રમર, મુખ, કપાળ, મસ્તક, કેશ, સેંથો. વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ અંજન, શ્યામ વર્ણવાળા તમાલના પત્ર સરખા કેશ કલાપ, કંદોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડાં, કંકણ, મુદ્રિકા, વગેરે મનોહર અને ઝળહળતા આભૂષણો રેશમી ઝીણા વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિને પ્રદીપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંતદુઃખ અપાવનારી આ સ્ત્રિઓના અંગો ઉપાંગો આભૂષણો વગેરેને અભિલાષા પૂર્વક સરાગ દૃષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય. [૬૨૩-૬૨૪] તથા પ્રાણકુશીલ તેને કહેવાય કે જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગન્ધ આવતી હોયતો નાક મચકોડે-દુર્ગંછા કરે તથા શ્રવણ કુશીલ બે પ્રકારના સમજવા. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્દીપન કરનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર રતિશાસ્ત્ર વગેરે શ્રવણ કરીને તેની આલોચના ન કરે યાવત્ તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા જીવાકુશીલ અનેક પ્રકારના જાણવા, તે આ પ્રમાણે - કડવા, તિખા, તુરા, મધુર, ખાટાં, ખારાં રસોનો સ્વાદ કરવો. ન દેખેલાં ન સાંભળેલાં, આલોક, પરલોક, ઉભયલોક વિરુદ્ધદોષવાળા મકાર-જકાર મમ્મો ચચ્ચો એવા અપશબ્દોને ઉચ્ચારવા, અપયસ થાય તેવા ખોટાં આળ આપવા, અછતાં કલંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વગર ધર્મદેશના કરવાની પ્રવૃત્તિ કરવી. તે જિહ્માકુશીલ જાણવા. હે ભગવંત ! ભાષા બોલવાથી પણ શું કુશીલ પણું થઈ જાય છે ? હે ગૌતમ ! હા. તેમ થાય છે. હે ભગવંત ! તો શું ધર્મદેશના ન કરવી ! હે ગૌતમ ! સાવઘ-નિરવધ વચનો વચ્ચેનો જે તફાવત જાણતો નથી, તેને બોલવાનો પણ અધિકાર નથી, તો પછી ધર્મદેશના કરવાનો તો અવકાશજ ક્યાં છે ! [૨૫] તથા શરીર કુશીલ બે પ્રકારના જાણવા ચેષ્ટાકુશીલ અને વિભૂષાકુશીલ, તેમાં જે ભિક્ષુક આ કૃમિ સમૂહના આવાસરૂપ, પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ. સડવું, પડવું, નાશપામવું એવા સ્વાભાવવાળુ, અશુચિ, અશાશ્વત, અસાર એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy