SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ મહાનિસહ-૩-૬૦૩ કરીને ગ્રહણ કરે છે કે - જેથી ભવાન્તરોમાં પણ વિનાશ ન પામે આવા પ્રકારના શુભ અધ્યવસાયથી તે આરાધક થાય છે. [૬૦૪] હે ગૌતમ ! કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ કરીને પંચમંગલ સુત્ર ભણીને કોઈકે તૈયાર કર્યું હોય તેને પણ શું તપ ઉપધાન કરવું જોઈએ ખરું? હે ગૌતમ! હા, તેણે પણ તપ કરી આપવું જોઈએ. હે ભગવંત! કયા કારણથી તપ કરવું જોઈએ? હે ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ પ્રમાણે તપ-વિધાન ન કરનાર જ્ઞાન-કુશીલ સમજવો. [૬૦૫] હે ભગવંત! જે કોઈને અતિમહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય. રાત દિવસ ગોખતો હોય છતાં એક વર્ષે માત્ર અર્ધશ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું કરવું ? તેવા આત્માઓએ જાવજીવ સુધીના અભિગ્રહ ગ્રહણ કરવા કે સ્વાધ્યાય કરનારનું વેયાવચ્ચ તેમજ દરરોજ અઢી હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ અને તદુભયનું સ્મરણ કરતો એકાગ્ર મનથી ગોખે. હે ભગવંત! કયા કારણથી? (તમે આમ કહો છો ?) હે ગૌતમ ! જે ભિક્ષુ ાવજીવ સુધીના અભિગ્રહ સહિત ચારે કાલ યથાશક્તિ વાચના આદિરૂપ સ્વાધ્યાય ન કરે તે જ્ઞાનકુશીલ ગણેલો છે. [09] બીજું - જે કોઈ યાવજજીવ સુધીના અભિગ્રહ પૂર્વક અપૂર્વજ્ઞાનનો બોધ કરે, તેની અશક્તિમાં પૂર્વે ગ્રહણ કરેલા જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં અઢી હજાર પંચમંગલ નવકારનું પરાવર્તન-જાપ કરે, તે પણ આત્મા આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કમ ખપાવીને તીર્થકર કે ગણઘર થઈને આરાધકપણું પામી સિદ્ધિ પામે છે. [૬૦૭-૬૧૦] હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે કે ચારે કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ? હે ગૌતમ! મન-વચન અને કાયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. સ્વાધ્યાય ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉર્ધ્વલોક, અધોલોક, જ્યોતિષ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક અને અલોક પ્રત્યક્ષ છે. અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સમ્યગ્રુષ્ટિ આત્માને સ્વાધ્યાય સરખો તપ થયો નથી અને થવાનો નથી. [૬૧૧-૬૧૫] એક બે ત્રણ માસક્ષમણ કરે, અરે ! સંવત્સર સધી ખાધા વગરનો રહે અગર ઉપવાસો લાગલગટ કરે પરંતુ સ્વાધ્યાય-ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફલ ન પામે. ઉદ્ગમ ઉત્પાદન એષણાથી શુદ્ધ એવાજ આહારને હંમેશા ગ્રહણ કરનાર મન-વચન-કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો તે એકાગ્ર માનસવાળાને વરસ દિવસ સુધી ઉપવાસો કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કારણકે એકાગ્રતાથી સ્વાધ્યાય કરનારને અનંતનિર્જરા થાય છે. પાંચસમિતિઓ, ત્રણગુતિઓ, સહનશીલ, ઈન્દ્રયોને દમન કરનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્ર મનથી નિશ્ચલ પણે જે સ્વાધ્યાય કરે છે. જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવવાળો તેને શ્રવણ કરે છે, તેઓ બને હે ગૌતમ! તત્કાલ આશ્રવ દ્વારો બંધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy