SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ મહાનિસીહ-જા-પ૧૮ સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાડમુખ, નિર્દય, નિર્લજ્જ, પાપની ધૃણા વગરના, કરુણા વગરના, નિદય, પાપઆચરણ કરવામાં અભિનિવેશ-કદાગ્રહ બુદ્ધિવાળો, એકાન્તપણે જે અત્યન્ત ચંડ, રુદ્ર અને કુર અભિગ્રહો કરનાર મિથ્યાદ્રષ્ટિઓ, સર્વ સાવદ્ય યોગના પચ્ચકખાણ કરીને સર્વ સંગ, આરંભ, પરિગ્રહથી રહિત થઈ, ત્રિવિધ ત્રિવિધ (મનવચન-કાયાથી કૃત-કારિત- અનુમતિથી) દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે પરંતુ ભાવથી ગ્રહણ કરતા નથી, નામનું મસ્તક મુંડાવે છે. નામથી જ અણગાર-ઘર છોડેલ છે. 'નામના જ મહાવ્રત ધારી છે શ્રમણ થયા છતાં પણ અવળી માન્યતા કરીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રવર્તન કરે છે. તે આ પ્રમાણેઃ અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ, આદિની પૂજા સત્કાર કરીને હંમેશા તિર્થની પ્રભાવના કરીએ છીએ ! એ પ્રમાણે, માનનારાઓ ઉન્માર્ગ પ્રવતવેિ છે. આ પ્રમાણેના તેમના કર્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. હે ગૌતમ! વચનથી પણ તેમના આ કર્તવ્યની અનુમોદના આપવી નહિ હે ભગવન્ત ! કયા કારણથી એમ કહેવાય છે કે વચનથી પણ તેમના આ દ્રવ્ય પૂજનની અનુમોદના ન કરવી ? હે ગૌતમ ! તેમના વચનના અનુસારે અસંયમની બહુલતા અને મુળગુણનો નાશ થાય તેથી કમનો આશ્રવ થાય, વળી અધ્યવસાય આશ્રીને સ્કુલ તેમજ સુક્ષ્મ શુભાશુભ કર્મ પ્રવૃતિઓનો બંધ થાય, સર્વ સાવધની કરેલી વિરતિરૂપ મહાવ્રતનો ભંગ થાય, વ્રત ભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે, તેનાથી ઉન્માર્ગગામીપણું પામે. તેનાથી સન્માર્ગનો લોપ થાય, ઉન્માર્ગ પ્રવર્તન કરવું અને સન્માર્ગનો વિપ્રલોપ કરવો એ યતિઓને માટે મહાઆશાતના રૂપ છે. કારણકે તેવી મહાઆશાતના કરનારને અનંતા કાળસુધી ચારે ગતિમાં જન્મ-મરણના ફેરા કરવા પડે છે. આ કારણથી તેવા વચનથી અનુમોદના ન કરવી. [પ૧૯-૫૨૦] દ્રવ્યસ્તવ અને ભાવસ્તિવ આ બેમાં ભાવ-સ્તવ ઘણા ગુણવાળું છે. વ્યસ્ત ઘણા ગુણવાળુ છે” એમ બોલનારની બુદ્ધિ સમજદારીવાળી નથી હે ગૌતમ ! છકાયના જીવોનું હિત-રક્ષણ થાય તેમ વર્તવું. આ દ્રવ્યસ્તવ ગંધ પુષ્પાદિકથી પ્રભુભક્તિ કરવી તે સમગ્ર પાપનો ત્યાગ ન કરેલ હોય તેવા દેશ વિરતિવાળા શ્રાવકને • યુક્ત ગણાય છે. પરંતુ સમગ્ર પાપના પચ્ચખાણ કરનાર સંયમી સાધુને પુષ્પાદિકની પૂજારૂપ-દ્રવ્ય-સ્તવ કરવું કલ્પતું નથી. [પર૧-૫૨૨] હે ગૌતમ ! જે કારણથી આ દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ બને પૂજા બત્રીસ ઈન્દ્રોએ કરેલી છે તો કરવા લાયક છે એમ કદાચ તમે સમજતા હો તો તેમાં આ પ્રમાણે સમજવાનું છે. આ તો માત્ર તેઓનો વિનિયોગ-મેળવવાની અભિલાષારૂપે ભાવ-સ્તવ ગણેલ છે. અવિરતિ એવા ઈન્દ્રોને ભાવસ્તવ (છકાય જીવોની ત્રિવિધ ત્રિવિધે દયા સ્વરૂપ)નો અસંભવ છે દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર કર્યો તે દ્રવ્યપૂજા અને ઈન્દ્રની સામે સ્પર્ધામાં હાર્યા ત્યારે ભાવસ્તવ રૂપ દિક્ષા અંગીકાર કરી. ત્યારે ઈન્દ્રને પણ હરાવ્યા - એ ઉદાહરણ અહિં લાગું પાડવું, માટે ભાવ તવ જ ઉત્તમ છે. પિ૨૩-૫૨૬] ચક્રવર્તી, સૂર્ય ચન્દ્ર, દત્ત, દમક વગેરેએ ભગવાનને પૂછ્યું કે શું સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત કોઈ ન કરી શકે તેવી રીતે ભક્તીથી પૂજા-સત્કાર કર્યા તે શું સર્વ સાવધ સમજવું? કે ત્રિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy