SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩ ૨૬૯ અવિરતીને વિશે તે પૂજા ગણવી? હે ભગવંત ઈન્દોએ તો તેમની સર્વ તાકાતથી સર્વ પ્રકારની પૂજા કરી છે. હે ગૌતમ ! અવિરતિવાળા ઈન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિથી પૂજા સત્કાર કર્યા હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવસ્તવ એમ બન્નેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો. પર૭] હે ગૌતમ ! સર્વ તીર્થંકર ભગવંતોએ સમગ્ર આઠ કર્મનો નિમૂલ-ક્ષય કરનાર એવા ચારિત્ર અંગીકાર કરવા સ્વરૂપ ભાવસ્તવ પોતે આચરેલું છે. પિ૨૮-૫૩૦] ભવથી ભય પામેલા એવા તેમને જ્યાં જ્યાં આવવાનું, જતુઓને સ્પર્શ આદિ પ્રમર્દન-વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય તેમનું મન તેવા સાવધ કાર્યમાં પ્રવર્તતું નથી. માટે સ્વ-પર અહિતથી વિરમેલા સંતોએ સર્વ પ્રકારે સુવિશેષ પણે પરમ સારભૂત વધારે લાભદાયક એવા એવા અનુષ્ઠાનનું સેવન કરવું જોઈએ. મોક્ષ માર્ગનું પરમ સારભુત વિશેષતાવાળું એકાંત હિત કરનાર પથ્ય સુખ આપનાર પ્રગટ.પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોયતો માત્ર સર્વ વિરતિ સ્વરૂપ ભાવસ્તવ છે. તે આ પ્રમાણેઃ [પ૩૧-પ૩૭] લાખ યોજન પ્રમાણ મેરુ પર્વત જેવડા ઉંચા, મણિસમુદ્રથી શોભિત. સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને, આનન્દ કરાવનાર, અતિશય વિજ્ઞાન પૂર્ણ અતિ મજબૂત, ન દેખાય તેવી રીતે સાંધાઓ જોડી દીધા હોય તેવું, અતિશય ઘાસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વહેંચાયેલા છે તેવું, ઘણા શિખરો યુક્ત અનેક ઘંટાઓ અને ધ્વજાઓ સહિત, શ્રેષ્ઠ તોરણો યુક્ત ડગલે-પગલે આગળ આગળ જઈએ તો જ્યાં (પર્વત) કે રાજમહેલ સરખી શોભા નજરે પડતી હોય. તેવા, અગરકપુર-ચંદન વગેરેનો બનાવેલ ધુપ જ્યાં અગ્નિમાં નાખવાથી મહેંકતો હોય, ઘણા પ્રકારના અનેક વર્ણવાળા આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાએલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આકુલ, મધુર મૃદંગોના શબ્દો ફેલાઈ રહેલા છે સેંકડો ઉત્તમ આશયવાળા લોકોથી આકુલજેમાં જિનેશ્વર ભગવંતોના ચારિત્રો અને ઉપદેશોનું શ્રવણ કરાવવાના કારણે ઉત્કંઠિત થએલા ચિત્તયુક્ત લોકો હોય. જ્યાં કહેવાની કથાઓ, વ્યાખ્યાતાઓ, નૃત્ય કરનારાઓ, અપ્સરાઓ, ગન્ધર્વો, વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલ છે. આ કહેલા ગુણ સમુહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભુજાથી ઉપાર્જન કરેલા ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણના, મણિના અને રત્નના પગથીઆવાળું તેવા જ પ્રકારના હજારો સ્તંભો જેમાં ઉભા કરવામાં આવેલા હોય, સુવર્ણનું બનાવેલ ભૂમિતલ હોય, તેવું જિનમંદિર જે કરાવે તેના કરતાં પણ તપ અને સંયમ અનેક ગુણવાળો કહેલો છે. [પ૩૮-૫૪૦] આ પ્રમાણે તપ સંયમ વડે ઘણા ભવોના ઉપાર્જન કરેલ પાપકર્મના મલરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વી પટ્ટને જિનાયતનોથી શોભાયમાન કરનાર દાનાદિક ચાર પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધારેમાં વધારે સારી ગતિ પામે તો પણ બારમા દેવલોકથી આગળ જઈ શકતો નથી. પરન્તુ અશ્રુત નામના બારમા દેવલોક સુધી જ જઈ શકે છે. પિ૪૦-પ૪૨] હે ગૌતમ ! લવસત્તમ દેવો અર્થાત્ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે પછી બાકીના જીવોની વિચારણા કરીએ તો સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy