SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન૭ ૨૬૭ અનુભવ કરે છે. તે તીર્થંકર ભગવન્તો સમગ્ર પાપ કમરૂપી મેલના કલંકથી મુક્ત થએલા હોય છે. ઉત્તમ સમચતુરસ્ત્ર સંસ્થાન તથા શ્રેષ્ઠ વજaષભનારા, સંઘયણથી યુક્ત પરમ પવિત્ર અને ઉત્તમ શરીરને ધારણ કરનારા હોય છે. આવા પ્રકારના તીર્થકર ભગવન્તો મહાયશસ્વી, મહાસત્ત્વશાળી મહાપ્રભાવી પરમેષ્ઠી હોય તેઓજ ધર્મ તીર્થને પ્રવર્તાવનાતર થાય છે. વળી કહ્યું છે કે પિ૦૪-૫૦૮] સમગ્ર મનુષ્યો, દેવો, ઈન્દ્રો અને દેવાંગનાઓના રૂપ, કાંતિ, લાવણ્ય એ સર્વ એકત્ર કરીને તેનો ઢગલો કદાચ એક બાજુ કરવામાં આવે અને તેની બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્ર ભાગનો ક્રોડમો કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ દેવીઓનાં રૂપનો પિંડ સુવર્ણના મેરુ પર્વત પાસે રાખના ઢગલાની જેમ શોભારહિત દેખાય છે. અથવા આ જગતના તમામ પુરુષોના બધા ગુણો એકઠા કરવામાં આવે તો તે તીર્થંકરનાં ગુણોના અનંતમાં ભાગે પણ આવતા નથી. સમગ્ર ત્રણે જગતુ એકઠાં થઈને એક બાજુ એક દિશા ભાગમાં ત્રણે ભુવન રહેઅને બીજી બાજુની દિશામાં તીર્થંકર ભગવંત એકલાજ હોય તો પણ તેઓ ગુણોમાં અધિક હોય છે. તે કારણે તેઓ પરમ પૂજ્ય છે. વંદનીય, પૂજનીય. અહંન્ત છે. બુદ્ધિ અને મતિવાળા છે, માટે તેજ તીર્થકરોને ભાવથી નમસ્કાર કરો. . પિ૦૯-૫૧૨] લોકમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે, તેની આજ્ઞાને તે પ્રદેશના લોકો માન્ય કરે છે. પરંતુ ગ્રામાધિપતિ સારીરીતે અતિપ્રસન્ન થયો હોયતો એક ગામમાંથી કેટલું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુલ પરંપરાથી ચાલ્યું આવતું (સમગ્ર બંધુ વર્ગનું) દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રી પણાની, મંત્રી ચક્રવર્તીપણાની, ચક્રવતી સુરપતિપણાની, અભિલાષા કરે છે. દેવેન્દ્રો, જગતના યથેચ્છિત સુખકુલને આપનારા તીર્થંકર પણાની અભિલાષા કરે છે. [પ૧૩-૫૧૪] એકાન્ત લક્ષ રાખીને અતિઅનુરાગ પૂર્વક ઈન્દ્રો પણ જે તીર્થંકર પદની ઈચ્છા રાખે છે, એવા તીર્થકર ભગવંતો સર્વોત્તમ છે. એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાનવ, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર વગેરેને પણ તીર્થકરો પૂજ્ય છે. અને ખરેખર તેઓ પાપનો નાશ કરનારા છે. પિ૧પ-પ૧૭] ત્રણે લોકથી પૂજા પામેલા અને જગતના ગુરૂ એવા ધર્મતીર્થકરોની દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની પૂજા કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન, અને કષ્ટવાળા ઉગ્ર ઘોર તપનું આસેવન કરવું તે ભાવપૂજા અને દેશ વિરતિ શ્રાવક જે પૂજા સત્કાર તેમજ દાન-શીલ આદિ ધર્મ સેવન કરે તે દ્રવ્ય પૂજા. તેથી કરીને હે ગૌતમ! અહિં આનું તાત્પર્ય આ પ્રમાણે સમવું - [૧૭] ભાવ-અર્ચન એ પ્રમાદથી ઉત્કૃષ્ટ ચારિત્ર પાલનરૂપ છે. જ્યારે દ્રવ્યઅર્ચન એ જિનપૂજા રૂપ છે. મુનિઓ માટે ભાવ અર્ચન છે અને શ્રાવકો માટે બને અર્ચન કહેલાં છે. તેમાં ભાવ અર્ચન પ્રશંસનીય છે. [૧૮] હે ગૌતમ ! અહિં કેટલાંક શાસ્ત્રના પરમાર્થને નહિં સમજનારા અવસનશિથિલવિહારી, નિત્યવાસિ, પરલોકના નુકશાનનો વિચાર નહિ કરનારા, પોતાની મતિ પ્રમાણે વર્તન કરનારા. સ્વચ્છંદો, ઋદ્ધિ, રસ, શાત્તા-ગારવ આદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહ-અહંકાર-મમત્વ આદિમાં અતિ પ્રતિબદ્ધ-રાગવાળા થયેલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy