SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ મહાનિસીહ– ૩-૪૯૪ તેથી હે ગૌતમ! આ વિષયમાં અહિં આ પરમાર્થ સમજ્યો કે તિર્થંકર ભગવન્તોના ગુણ સમૂદ્રનો એકલા કેવલજ્ઞાની તિર્થંકરોજ કહી શકવા શક્તિમાન છે. બીજા કોઈ કહેવા સમર્થ થઈ શકતા નથી. કારણકે તેઓની વાણી સાતિશય હોય છે. તેથી તેઓ કહી શકવા સમર્થ છે. અથવા હે ગૌતમ આ વિષયમાં બહુ કહેવાથી શું ? સારભૂત અર્થ જણાવું છું તે આ પ્રમાણેઃ [૪૯૫-૪૯૬] સમગ્ર આઠે પ્રકારના કર્મરૂપ મલના કલંકથી રહિત, દેવો અને ઈન્દ્રોથી પૂજિત થએલા ચરણવાળા જીનેશ્વરભગવંતનું માત્ર નામ સ્મરણ કરનાર મનવચન-કાયારૂપ ત્રણે કારણમાં એકાગ્રતાવાળો ક્ષણે ક્ષણમાં શીલ અને સંયમમાં ઉદ્યમ વ્રત-નિયમમાં વિરાધના ન કરનાર, આત્મા નક્કી તરત ટુંકા કાળમાં સિદ્ધિ પામે છે. [૪૯૭-૪૯૯] જે કોઈ જીવ સંસારના દુખથી ઉદ્વેગ પામે અને મોક્ષ સુખ મેળવવાની અભિલાષાવાળો થાય ત્યારે તે “જેમ કમલવનમાં ભ્રમણ મગ્ન બની જાય તેવી રીતે” ભગવંતની સ્તવના, સ્તુતિ માંગલિક જય જયારવ શબ્દ કરવામાં તલ્લીન થાય અને ઝણઝણતા ગુંજારવ કરે ભક્તિ પૂર્ણ દયથી જિનેશ્વરોના ચરણ યુગલ આગળ ભૂમિ ઉપર પોતાનું મસ્તક સ્થાપન કરીને અંજલિ જોડીને શંકાદિ દુષણ સહિત સમ્યકત્વવાળો ચારિત્રનો અર્થી અખંડિત વ્રત નિયમ ધારણ કરનાર માનવી જો તીર્થંકરના એકજ ગુણને ર્દયમાં ધારણ કરેતો તે સિદ્ધિ જરૂર પામે છે. [પ00] હે ગૌતમ ! જેમનું પવિત્ર નામ ગ્રહણ કરવું તે આવા ઉત્તમ ફળવાળું છે એવા તીર્થકર ભગવંતોના જગતમાં પ્રગટ મહાનું આશ્વર્યભૂત, ત્રણે ભુવનમાં વિશાળ પ્રગટ અને મહાન એવા અતિશયોનો વિસ્તાર આવા પ્રકારનો છે. પિ૦૧-૫૦૩ કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને ચરમશરીર જેમણે પ્રાપ્ત કર્યું નથી એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠ પ્રકારના કર્મોનો ક્ષય કરનારા થાય છે. બહુ દુઃખ અને ગર્ભવાસથી મુક્ત બને છે, મહાયોગી થાય છે, વિવિધ દુખ ભરેલા ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. અને ક્ષણવારમાં સંસારથી વિરક્ત મનવાળો બની જાય છે. અથવા હે ગૌતમ! બીજું કથન કરવાનું બાજુ પર રાખીને, પરંતુ આ પ્રકારે ધમતિર્થંકર એવું શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રણ ભુવનના બંધુ, અરિહંત, ભગવંત, જીનેશ્વર, ધર્મ તીરર્થકરોને જ છાજે છે. બીજાને આ નામ આપવું છાજતું નથી. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ પ્રગટ કરેલા સમ્યગ્દર્શન અને ઉલ્લાસ પામેલ પરાક્રમના બળને છૂપાવ્યા વગર ઉગ્ર કષ્ટદાયક ઘોર દુષ્કર તપનું નિરંતર સેવન કરીને ઉંચા પ્રકારના મહાપુણ્યકંઘ સમૂહને ઉપાર્જિત કરેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે. અનંત કાળથી વર્તતા ભવોની પાપવાળી ભાવનાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતિય તીર્થંકર નામકર્મ જેમણે બાંધેલું છે. અતિ મનોહર, દેદિપ્યમાન, દશે દિશામાં પ્રકાશનાર, નિરૂપમ એવા એક હજાર અને આઠ લક્ષણોથી સુશોભિત હોય છે. ગતમાં જે ઉત્તમ શોભાના નિવાસ માટેનું જાણે વાસગૃહ હોય તેવી અપૂર્વ શોભાવાળા, તેમના દર્શન થતાં જ તેમની શોભા દેખીને દેવો અને મનુષ્યો અંતઃ કરણમાં આશ્ચર્ય અનુભવે છે, તથા નેત્ર અને મનમાં મહાનું વિસ્મય તથા પ્રમોદનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy