SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭ ૨૫ અપ્સરા, કિન્નર, નર વિદ્યાધર, સુરો અને અસુરો સહિત જગતના જીવોને એવી નવાઈ લાગે છે. આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે અરે આપણે અત્યાર સુધીમાં કોઈ દિવસ નહીં જોયેલું એવું આજે જોયું. એક સાથે એકઠા થયેલા. અતુલ મહાનું અચિન્ય ગુણો પરમ આશ્ચર્યોનો સમૂહ એકજ વ્યક્તિમાં આજે આપણે જોયો. એવા શુભ પરિણામથી તે સમયે અત્યન્ત ગાઢ સતત ઉત્પન્ન થએલા પ્રમોદવાળા થયા. હર્ષ અને અનુરાગથી સ્કુરાયમાન થતા નવીન નવીન પરિણામોથી પસ્પર હર્ષના વચનો બોલવા લાગ્યા. અને વિહાર કરીને ભગવંત આગળ થયા ત્યારે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. પરસ્પર કહેવા લાગ્યા કે ખરેખર આપણે ધિકારપાત્ર છીએ, અઘન્ય છીએ, પુણ્યહીન છીએ, ભગવંત વિહાર કરીને ચાલ્યા ગયા પછી સંક્ષોભ પામેલા દયવાળા મૂચ્છ પામ્યા, મુશ્કેલીથી ભાનમાં આવ્યા, તેમના ગાત્રો ખેંચાવાથી અત્યન્ત શિથિલ થઈ ગયા. શરીર સંકોચ કરવો. હાથ-પગ લંબાવવા પ્રસન્નતા બતાવવી, આંખોમાં પલકારા થવા. શરીરની ક્રિયાઓ-વ્યાપારો બંધ પડી ગયા. ન સમજાય તેવા અલનાવાળા મંદ મંદ શબ્દો બોલવા લાગ્યા. મંદ મંદ લાંબા હુંકાર સાથે લાંબા ઉષ્ણ નિસાસા મૂકવા લાગ્યા. અતિબુદ્ધિશાળી પુરુષોજ તેઓના મનનો-ચેતન્યનો યથાર્થ નિર્ણય કરી શક્યા. જગતના પ્રાણીઓ વિચારવા લાગ્યા કે કેવા પ્રકારના તપના સેવન કરવાથી આવી શ્રેષ્ઠ દ્ધિ મેળવી શકાતી હશે ? તેમની ઋદ્ધિસમૃદ્ધિના વિચારથી અને દર્શનથી આશ્ચર્ય પામતા પોતાના વક્ષ:સ્થળ ઉપર હસ્તતલ સ્થાપન કરતા મનને ચમત્કાર પમાડનાર મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. તેથી હે ગૌતમ ! આવા આવા અનન્ત ગુણ સમૂહથી યુક્ત શરીરવાળા સારી રીતે આદર પૂર્વક ગ્રહણ કરાતા નામવાળા ધર્મતીર્થને પ્રવતવનારા અરિહંત ભગવન્તોના ગુણ-ગણસમૂહરૂપી રત્નનાનિધાનનું વર્ણન ઈન્દ્ર મહારાજા, અન્ય કોઈ ચાર જ્ઞાનવાળા કે, મહાઅતિશયવાળા છદ્મસ્થ જીવ, પણ રાત દિવસ દરેક ક્ષણ હજારો જીભોથી કરોડો વર્ષ સુધી કરે તો પણ જેવી રીતે સ્વંયભૂરમણ સમુદ્રનો પાર પામી શકતો નથી. તેમ અરિહંતના ગુણને વર્ણવી શકતા નથી... કારણ કે હે ગૌતમ ! ધર્મ તિર્થ પ્રવર્તનાર અરિહંત ભગવંતો અપરિમિત ગુણરત્નોવાળા હોય છે. તેથી અહિં તેમના માટે વધારે કેટલું કહેવું? જ્યાં ત્રણ લોકના નાથ જગતના ગુર, ત્રણ ભૂવનના એક બંધુ, ત્રણ લોકના તેવા તેવા ઉત્તમ ગુણોના આધારભૂત શ્રેષ્ઠ ધર્મ તીર્થકરોના ચરણના એક અંગુઠાના અગ્રભાગનો એક માત્ર ભાગ અનેકગુણોના સમૂહથી શોભી રહેલો છે. તેમાં અનંતમાં ભાગનું રૂપ ઈન્દ્રાધિકો વર્ણવવા સમર્થ નથી. તે વાત વિશેષ સમજાવતા કહે છે - દેવો અને ઈન્દ્રો અથવા તેવા કોઈ ભક્તિમાં તરબોળ બનેલા સર્વ પુરુષો અનેક જન્માન્તરોમાં ઉપાર્જન કરેલા અનિષ્ટ દુષ્ટ કર્મરાશિજનિત દુર્ગતિ ઉદ્વેગ વગેરે દુઃખ દારિદ્રય, કલેશ, જન્મ, જરા મરણ, રોગ, શોક, સંતાપ, ખિન્નતા વ્યાધિ, વેદના આદિના ક્ષયના માટે તેમના અંગુઠાના ગુણોનું વર્ણન કરવા માંડતો સૂર્યના કિરણોની સમૂહની જેમ ભગવાનના જે અનેક ગુણોનો સમૂહ એકી સાથે તેમના જિવાના અગ્રભાગે સ્કુરાયમાન થાય છે, તેને ઈન્દ્ર સહિત દેવગણો એક સામટા બોલવા લાગી જાય તો પણ જે વર્ણવવા શક્તિમાન નથી, તો પછી ચર્મ ચક્ષુવાળા અકેવલીઓ શું કહી શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy