SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉદેસી-૩ ૨૫૧ અપુણ્યવંતી, અવંદનીય, અપૂજ્ય ન દેખવા લાયક લક્ષણ વગરની ભાંગી ગએલા ભાગ્યવાળી, સર્વે અમંગલ અને અકલ્યાણના કારણવાળી, શીલભંગ, ભ્રષ્ટાચારવાળી નિન્દનીયા, તિરસ્કારવાળી. ધૃણાકારવાલાયક પાપી, પાપીઓમાં પણ મોટી પાપીણી, અપવિત્રા છે. હે ગૌતમ ! સ્ત્રીઓ ચપળતાથી, ભયથી, કાયરતાથી, લોલુપતાથી, ઉન્માદથી કંદર્પથી, અભિમાનથી, પરાધીનતાથી, બળાત્કારથી જાણી જોઈને આ સ્ત્રીઓ સંયમ અને શીલથી ભ્રષ્ટ થાય છે. દૂર રહેલા રસ્તાના માર્ગમાં ગામમાં નગરમાં રાજધાનીમાં વેશનો ત્યાગ કર્યા વગર પુરુષની સાથે અયોગ્ય આચરણ કરે, વારંવાર પુરુષ ભોગવવાની અભિલાષા કરે, પુરૂષ સાથે ક્રીડા કરે તો આગળ કહ્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી. તેજ પ્રમાણે કોઈક સાધુ તેવા પ્રકારની સ્ત્રીને દેખે પછી ઉન્માદથી અભિમાનથી કંદર્પથી, પરાધીનતાથી, સ્વઈચ્છાથી, જાણી જોઈને, પાપનો ડર રાખ્યાવગર કોઈક આચાર્ય સામાન્ય સાધુ, રાજાથી પ્રશંસાપામેલ, વાયુલબ્ધિવાળા તપલબ્ધિવાળા, યોગ લબ્ધિવાળા, વિજ્ઞાનલબ્ધિવાળા, યુગપ્રધાન , પ્રવચનપ્રભાવક એવા મુનિવર પણ જો તે અગર બીજી સ્ત્રી સાથે રમણ ક્રીડા કરે, તેની અભિલાષા કરે. ભોગવવા ઈચ્છે કે ભોગવે વારંવાર ભોગવે યાવતુ અત્યન્ત રાગથી ન કરવા યોગ્ય આચાર સેવે તો તે મુનિ અત્યન્ત દુષ્ટ, તુચ્છ, ક્ષુદ્ર લક્ષણવાળો અધન્ય, અવંદનીય, અદર્શનીય, અહિતકારી, અપ્રશસ્ત, અકલ્યાણકર, મંગલ, નિન્દનીય, ગહણીય, તિરસ્કાર કરવા. યોગ્ય દુગચ્છનીય છે. તે પાપી છે તેમજ પાપીઓમાં પણ મહાપાપી છે તે અતિમહાપાપી છે, ભ્રષ્ટશીલવાળો, ચારિત્રથી અતિશય ભ્રષ્ટ થએલો મહાપાપ કર્મ કરનાર છે. એટલે તે જ્યારે પ્રાયશ્ચિત લેવા તૈયાર થાય ત્યારે તે મંદ જાતિના અશ્વની જેમ વજઋષભનારાચસંઘયવાળા ઉત્તમપરાકમવાળા ઉત્તમસજ્વાળા, ઉત્તમતત્ત્વના જાણકાર. ઉત્તમવીર્ય. સામર્થ્યવાળા, ઉત્તમસંયોગવાળા ઉત્તમ.ધર્મ-શ્રદ્ધાવાળા, પ્રાયશ્ચિત કરતી વખતે ઉત્તમ પ્રકારના સમાધિ મરણની સ્થિતિ અનુભવતા હોય છે. હે ગૌતમ ! તેથી તેવા સાધુઓને મહાનુભાવ અઢાર પાપ સ્થાનકોનો પરિહાર કરનારા નવબ્રહ્મચર્યની ગુપ્તિઓનું પાલન કરનારા એવા ગુણયુક્ત તેમને શાસ્ત્રોમાં કહ્યા છે. [૪૦૫ હે ભગવંત! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય? હે ગૌતમ! કેટલાકની શુદ્ધિ થાય અને કેટલાકની ન થાય. હે ભગવન્ત ! એમ શા કારણથી કહો છો કે એકની થાય અને એકની ન થાય? હે ગૌતમ? જે કોઈ પુરુષ માયા. દંભ-કપટ ઠગવાના સ્વભાવવાળા હોય, વક્તઆચારવાળો હોય, તે આત્માઓ શલ્યવાળા રહીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરે છે. તેથી તેમના અન્તઃકરણ વિશુદ્ધ ન હોવાથી કલુષિત આશયવાળા હોય છે. તેથી તેઓની શુદ્ધિ થતી નથી. કેટલાક આત્માઓ સરળતાવાળા હોય છે, જેથી જે પ્રમાણે દોષ લાગ્યો હોય તે પ્રમાણે યથાર્થ ગુરુને નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના અંગીકાર કરીને યથોકત દષ્ટિએ પ્રાયશ્ચિત્તનું સેવન કરે. તે નિર્મળતા નિષ્કલુષતા વડે વિશુદ્ધ થાય છેઆ કારણથી એમ કહેવાય છે કે એક નિઃશલ્ય આશયવાળો શુદ્ધ થાય છે અને શલ્યવાળો શુદ્ધ થઈ શકતો નથી. ૪િ૦૬-૪૦૭] તથા હે ગૌતમ આ સ્ત્રીઓ, પુરુષો માટે સર્વ પાપ કર્મોની સર્વ અધમની ધનવૃષ્ટિ રૂપ વસુધારા સરખી છે મોહ અને કર્મ રજના કાદવની ખાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy