SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ મહાનિસીહ- ૨/૩/૩૯૭ વગરના ઈત્યાદિથી માંડીને ઉપશામક અને ક્ષેપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય આ પ્રમાણે આ પુરુષોની નિરુપણા કરવી. [૩૮] જેઓ વળી મિથ્યાદ્રષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચર્ય ધારણ કરનાર હોય, હિંસા આરંભ પરિગ્રહનો ત્યાગ કરનારા તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સમ્યદ્રષ્ટિ નથી તેઓને જીવાદિક નવ પદાર્થોના સભાવનું જ્ઞાન હોતું નથી તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનન્દતા કે પ્રશંસતા નથી, તેઓ બ્રહ્મચર્ય હિંસાદિક પાપનો પરિહાર કરીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય ઔદારિક વિષયોના ભોગોની પ્રાર્થના કરે છે. પોતાના કરેલા ધર્મ તપ બ્રહ્મચર્યના બદલામાં નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય સંસારના પૌગલિક સુખો મેળવવાની ઈચ્છાથી નિયાણું કરે. [૩૯] વિમધ્યમ પુરુષો તે કહેવાય જેઓ તેવા પ્રકારના અધ્યવસાય અંગીકાર કરીને શ્રાવકના વ્રતો સ્વીકાર્યા હોય. ૪૦૦] તથા જે અધમ અને અધમાધમ તેઓ તો જે પ્રમાણે એકાન્ત સ્ત્રીઓ માટે કહ્યું તે પ્રમાણે કર્મ સ્થિતિ ઉપાર્જન કરે. માત્ર પુરુષ માટે એટલું વિશેષ સમજવું કે પુરુષને સ્ત્રીઓના રાગ ઉત્પન્ન કરાવનાર સ્તન-મુખ ઉપરના ભાગના અવયવો યોનિ આદિ અંગો ઉપર અધિકતર રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પુરુષોના છ પ્રકારો જણાવ્યા. [૪૦૧] હે ગૌતમ! કેટલીક સ્ત્રીઓ ભવ્ય અને વૃઢ સમ્યકત્વશાળી હોય છે તેમની ઉત્તમતા વિચારીએ તે સર્વોત્તમ એવા પુરુષ વિભાગની કક્ષામાં આવી શકે છે. પરંતુ સર્વે સ્ત્રીઓ તેવી હોતી નથી. [૪૦૨] હે ગૌતમ ! એવી રીતે જે સ્ત્રીને ત્રણ કાળ પુરુષ સંયોગની પ્રાપ્તી ન થઈ. પુરષ સંયોગ સંપ્રાપ્તિ સ્વાધીન હોવા છતાં તેરમા ચૌદમા પંદરમા સમયે પણ પુરુષની સાથે મેળાપ ન થયો. અથાતુ સંભોગ કાર્ય ન આચર્યું. તો જેમ ઘણા કાષ્ઠલાકડાં તૃણ ઈમ્પણથી ભરપૂર કોઈ ગામ નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો અને તે સમયે પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો તો અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી બાળીને લાંબા કાળે તે અગ્નિ આપોઆપ ઓલવાઈને શાન્ત થઈ જાય. એ પ્રમાણે હે ગૌતમ ! સ્ત્રીનો કામાગ્નિ પ્રદીપ્ત થઈને વૃદ્ધિ પામે છે. પરન્તુ ચોથા સમયે શાન્ત થાય એ પ્રમાણે એકવીસમાં બાવીસમા યાવતું સત્તાવીશમા સમયે શાન્ત થાય જેવી રીતે દીવાની શિખા એકદમ અદ્રશ્ય થએલી જણાય પરન્તુ ફરી તેલ પુરવાથી અગર પોતાની મેળે અગર તેવા પ્રકારના ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઈને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષના દર્શનથી કે પુરુષ સાથે વાતચીત કરવાથી તેના આકર્ષણથી મદથી કંદર્પથી તેનાં કામાગ્નિ સતેજ થાય છે. ફરી પણ જાગ્રત થાય છે. ૪િ૦૩] હે ગૌતમ ! આવા સમયે જો તે સ્ત્રી ભયથી, લજ્જાથી, કુલના કલંકના, દોષથી, ધર્મની શ્રદ્ધાથી, તે કામની વેદના સહન કરી લે અને અસભ્ય આચરણ ન સેવે તે સ્ત્રી ધન્ય છે. પુન્યવંતી છે, વંદનીય છે. પૂજ્ય છે. દર્શનીય છે, સર્વ લક્ષણવાળી છે, સર્વ કલ્યાણક સાધનારી છે. સર્વોત્તમ મંગલની નિધિ છે. તે મૃત દેવતા છે, સરસ્વતી છે. પવિત્ર દેવી છે, અય્યતા દેવી છે, ઈન્દ્રાણી છે પરમ પવિત્રા ઉત્તમ છે. સિદ્ધિ મુક્તિ શાશ્વતા શિવગતિ નામથી સંબોધવા લાયક છે. [૪૦૪] જો તે સ્ત્રી તે વેદના સહે નહી અને અકાયચરણ કરે તો તે સ્ત્રી. અઘન્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy