SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ મહાનિસીહ– ૨/૩૪૦૫ સરખી, સદ્ગતિના માર્ગની અર્ગલાનવિઘ્નકરનારી, નરકમાં ઉતરવા માટે નિસરણી સરખી, ભૂમિ વગરની વિષવેલડી, અગ્નિ વગરનું ઉંબાડિયું, ભોજન વગરની વિસૂચિકાન્ત રોગ સરખી, નામ વગરની વ્યાધિ, ચેતના વગરની મૂચ્છ, ઉપસર્ગ વગરની મરકી, બેડી વગરની કેદ, દોરડા વગરનો ફાંસો, કારણ વગરનું મૃત્યુ. અથવા અકસ્માત મૃત્યુ, કહેલી સર્વ ઉપમાઓ સ્ત્રીને લાગુ કરી શકાય છે. આવા પ્રકારની અસુંદર વિશેષણોવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ તેના ભોગની ચિંતા ન કરવી, તેવો અધ્યવસાય ન કરવો, પ્રાર્થના, ધારણા, વિકલ્પ, કે સંકલ્પ અભિલાષા સ્મરણ ત્રિવિધ ત્રિવિધ ન કરવા. હે ગૌતમ ! જેવી કોઈ વિદ્યા કે મંત્રની અધિષ્ઠાયક દેવ તેના સાધકની ખરાબ હાલત ફરી નાખે છે. તેમ આ સ્ત્રી પણ પુરુષની દુર્દશા કરીને કલંક ઉત્પન્ન કરાવનારી થાય છે. પાપની હિંસાના સંકલ્પ કરનારને જેમ ધર્મનો સ્પર્શ થતો નથી તેમ તેનો સંકલ્પ કરનારને ધર્મ સ્પર્શતો નથી. ચારિત્રમાં ખૂલના થઈ હોયતો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના નિન્દના ગહ પ્રાયશ્ચિત કરવાનો અધ્યવસાય થતો નથી. આલોચનાદિક ન કરવાના કારણે અનંત કાળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ કરેલી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમની પ્રવૃત્તિઓ કરવી પડે છે. મહાપાપ કર્મના ઢગલા સરખી સાક્ષાતુ હિંસા પિશાચિણી સરખી, સમગ્ર ત્રણે લોકથી તિરસ્કાર પામેલી. પરલોકના મોટા નુકશાનને ન જોનારા, ઘોર અંધકાર પૂર્ણ નરકાવાસ સરખી નિરન્તર અનેક દુઃખના નિધાન સરખી. સ્ત્રીના અંગો ઉપાંગો મર્મ સ્થાનો કે તેના રૂપ લાવણ્ય, તેની મીઠી વાચાળાનો અગર કામરાગની વૃદ્ધિ કરનાર તેના દર્શનનો અધ્યવસાય પણ ન કરવો. [૪૮] હે ગૌતમ ! આ સ્ત્રીઓ પ્રલય કાળની રાત્રિની જેમ હંમેશા અંધકારઅજ્ઞાનથી લિંપાએલ હોય છે. વિજળી માફક ક્ષણવારમાં દેખતા જ નાશ પામવાના નેહ સ્વભાવવાળી હોય છે. શરણે આવેલાનો ઘાત કરનાર માણસોની જેમ તત્કાલ જન્મ આપેલા બાળકના જીવનું જ ભક્ષણ કરનાર સરખી મહાપાપ કરનાર સ્ત્રીઓ હોય છે. સર્જક પવનના યોગે ધુંધવાતા ઉછળતા લવણ સમુદ્રના વેલા સરખા અનેક પ્રકારના વિકલ્પો- તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિષે સ્થિર મન કરીને ન રહેનારી સ્ત્રીઓ હોય છે. સ્વયંભુરમણ સમુદ્ર ઘણા જ ઉંડો હોવાથી તેને અવગાહન કરવું અતિ કઠણ હોય છે. તેમ સ્ત્રીઓના Æય અત્યંત કપટથી ભરપુર હોય છે. જેથી તેના હૃદયને પારખવું અત્યન્ત મુશ્કેલ છે. સ્ત્રીઓ પવન સરખા ચંચળ. સ્વભાવવાળી હોય છે, અગ્નિ માફક સર્વનું ભક્ષણ કરનારી, વાયુની જેમ સર્વને સ્પર્શ કરનાર સ્ત્રીઓ હોય છે, ચોરની જેમ પારકા પદાર્થો મેળવવાની લાલસાવાળી હોય છે. કુતરાને રોટલાનો ટુકડો આપે એટલો વખત મિત્ર બની જાય. તેની જેમ જ્યાં સુધી તેને અર્થ આપો ત્યાં સુધી મૈત્રી રાખનારી અથતિ સર્વસ્વ હરણ કરનારી અને પછી વૈરિણી થનારી. મત્સ્યો મોજામાં એકઠા થાય, કાંઠે પાછા છુટા પડી જાય, તેમ પાસે હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દુર જાય પછી ભૂલી જનારી સ્ત્રીઓ હોય છે. આ પ્રકારે અનેક લાખો દોષોથી ભરપૂર એવા સર્વ અંગો અને ઉપાંગો વાળી બાહ્ય અને અભ્યત્તર મહાપાપ કરનારી અવિનયરૂપ. વિષની વેલડી, અવિનયના કારણે અનર્થ સમૂહને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy