SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉદેસો-૩ ૨૪૯ ૩િ૯૪] વળી જે વિમધ્યમ પ્રકારના પુરષ હોય તે પોતાની પત્ની સાથે આ પ્રમાણે કર્મનું સેવન કરે પરન્તુ પારકી પત્ની સાથે તેવા અયોગ્ય કર્મનું સેવન ન કરે. પરન્તુ પારકીપત્ની સાથે આવો પુરુષ જો પાછળથી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય ? તો કહે છે કે કોઈ તેવા પ્રકારનો ભવ્ય આત્મા જીવાદિક નવ પદાર્થોનો જાણકાર થયો હોય, આગમાદિ શાસ્ત્રના અનુસાર ઉત્તમ સાધુભગવન્તોને ધર્મમાં ઉપકાર કરનાર, આહારાદિકનું દાન દેનાર, દાન શીલ તપ અને ભાવના રૂપ ચારે પ્રકારના ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન કરતો હોય. કોઈપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગ્રહણ કરેલા નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યપણું કે ઉત્તમદેવપણું તેમજ સમ્યકત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ સમ્યકત્વ હોય કે અભિગમિક સમ્યકત્વ થકી ઉત્તરોત્તર અઢાર હજાર શીલાંગોને ધારણ કરનાર થઈ . આશ્રવદ્ગારોનો બંધ કરીને કર્મ રજ અને પાપમલ રહિત બની પાપ કર્મોને ખપાવીને સિદ્ધગતિ પામે. [૩૯૫ જે અધમપુરુષ હોય તે પોતાની કે પારકી સ્ત્રીમાં આસક્તમનવાળો હોય, દરેક સમયમાં કુર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આરંભ તેમજ પરિગ્રહાદિક વિષે તલ્લીન મનવાળો હોય. તેમજ વળી જે અધમાધમ પુરુષ હોય તે મહાપાપ કર્મ કરનાર સર્વ સ્ત્રીઓનો વચન મન કાયાથી ત્રિવિધ ત્રિવિધે દરેક સમયે અભિલાષ કરે. તથા અત્યન્તકુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કાલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારી પણું સમજવું. [૩૯] હે ભગવંત! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનન્ત સંસારો પણું આમ જણાવ્યું તો એક અધમ બીજો અધમાધમ તેમાં ખાસ તફાવત કયો સમજવો? હે ગૌતમ ! જે અધમપુરુષ પોતાની કે પારકીસ્ત્રીમાં આસક્ત મનવાળો, કુર પરિણામયુક્ત ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં તલ્લીન હોવા છતાં પણ દિક્ષિત સાધ્વીઓ તેમજ શીલ સંરક્ષણ કરવાની ઇચ્છાવાળી હોય. પૌષધ-ઉપવાસ-વ્રતપ્રત્યાખ્યાન કરવામાં ઉદ્યમવાળી દુઃખિત ગૃહસ્થ સ્ત્રીઓના સહવાસમાં આવી પડેલા હોય તે અયોગ્ય અતીચારની માગણી કરે પ્રેરણા કરે આમંત્રણ કરે. પ્રાર્થના કરેતો પણ કામવશ બની તેની સાથે દુરાચાર ન સેવે. પરન્તુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા ભગિની વગેરે યાવત્ દીક્ષિત સાધ્વીઓની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપ કરનાર અધમાધમ પુરુષ જણાવ્યો. હે ગૌતમ ! આ બેમાં આટલો ફરક છે. તેમજ જે અધમપુરુષ છે તે અનંતા કાલે બોધિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મહાપાપ કર્મ કરનાર દીક્ષિત સાધ્વીઓ સાથે પણ કુકર્મ કરનાર અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા માટે અધિકારી બનતો નથી. આ બીજો તફાવત જાણવો. [૩૯૭] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાગપણું પામ્યા હોય જે ઉત્તમોત્તમ પુરુષ કહેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy